Book Title: Shubh Sangraha Part 05
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 354
________________ ૩૨૮ શુભસંગ્રહ-ભાગ પાંચમે શીખવાડવા સારૂ સ્વયંસેવક બની સમાજસેવા કરવા આ પરિષદ ભલામણ કરે છે. (૫) અપંગે (બહેરા-મુગા અને આંધળા ) ની કેળવણી અપંગે બહેરા-મુગા અને આંધળાં )ની કેળવણીને માટે આપણા દેશમાં નિશાળે વગેરે સાધને ઘણાં જુજ છે, તેથી આ પરિષદને ખેદ થાય છે. નામદાર સરકાર, દેશી રાજયે, મેરી મ્યુનિસીપાલીટીઓ અને લોકલ બને તે આગ્રહપૂર્વક વિનતિ કરે છે કે, અપંગ માટે બહાળા. પ્રમાણમાં કેળવણીનાં યોગ્ય સાધનો યોજવાનાં પગલાં જલદી ભરે. જનસમાજ, સેવારમિતિઓ અને યુવકસંઘને આ કામમાં બને તેવી રીતે કાળજીપૂર્વક મદદ કરવા તે આગ્રહપૂર્વક ભલામણ કરે છે. (૬) મુક બધીવાન -વાંકે કે વગર વાંકે, પોતાની દુબુદ્ધિથી કે નઠારી સોબતથી, ગમે તેમ પણ કેદમાં ગયેલા કમનશીબ માણસોને સુધારીને સુમાર્ગે ચઢાવવા એ પુણ્યનું કામ છે. જેલના નઠારા વાતાવરણમાંથી બહાર આવતાં સારી શિખામણ અને સાધનને અભાવે કોઈની પણ સહાનુભૂતિ વગરને કમનસીબ મનુષ્યો પોલીસની વધારે પડતી આકરી તકેદારી તેમજ સમાજની સતાવણીને લીધે વારંવાર ગુહા કરે છે. તેઓને આવે કટોકટીને સમયે મદદ કરવા, સુમાર્ગે દોરવા અને ફરી ગુન્હ ન કરે એવા સંયેગા કરી આપવા સારૂ મંડળે સ્થાપવાની, તેમજ સ્થપાયેલાં મંડળને તેમાં સામી આપી તનમનથી નિભાવવાં એ ઈષ્ટ છે એ આ પરિષદનો અભિપ્રાય છે. -જેને એક હેતુ ગુન્હેગારોને સુધારવાનું છે. પરંતુ તે હેતુ જેલોની પિત પદ્ધતિથી બર આવતું નથી, અને ઉલટા ઘણા દાખલામાં કેદીની ભારે નૈતિક અધોગતિ થવા પામે છે. તેથી જેલના આંતરિક વહીવટની પદ્ધતિમાં આવશ્યક ફેરફારો સૂચવવા, તે સત્તાવાના લક્ષ ઉપર લાવવા અને તે સંબંધી લેકમત કેળવવા નીચેનાં ગૃહસ્થની સમિતિ (વધારવાની સત્તા સાથે) નીમવામાં આવે છે, અને ત્રણ માસમાં તેને પોતાની સુચના મોકલી આપવા આ પરિષદ વિનતિ કરે છે. સમિતિના સભાસદો: (૧) પ્રમુખ-રા. અમૃતલાલ વી. ઠક્કર (૨) કાકાસાહેબ કાલેલકર, (૩) શ્રી. મોહનલાલ પંડયા, (૪) શ્રી. ગણેશ માવલંકર (મંત્રી), (૫) શ્રી. વિદ્યાબહેન. (૭) અનાથાશ્રમ અનાથના રક્ષણ અને આશ્રય માટે એકસરખા ઉદ્દેશવાળી ગુજરાતમાં સાત આઠ સંસ્થાઓ કામ વગેરે નામથી ચાલે છે. પણ એ સર્વ સંસ્થાઓ, પરિષદ માને છે કે, પરસ્પર સહકાર કરી દરેક કોઈ ચોકકસ કાર્યની ખીલવણી કરવાનું કાર્ય ઉપાડી લે, તો એક બીજી સંસ્થાએ માં છોકરીઓને જૂદા જૂદા ધંધાઉદ્યોગ અને હુન્નરનું શિક્ષણ લેવાને મોકલી આપવાનું સુગમ બને; એટલું જ નહિ પણ બધા વચ્ચે ગાઢ સંબંધ બંધાય; એકાદ વિષયમાં પ્રવીણતા મળી દરેકનું જુદું જુદું વ્યક્તિત્વ ખીલે; અને દરેક સંસ્થાને જૂદા જૂદા હુનરઉદ્યોગના શિક્ષણ માટે એકસામટી વ્યવસ્થા કરવાની જરૂર રહે નહિ. આ પ્રકારના સંગઠનથી વહિવટમાં મદદ મળશે અને કેટલુંક બેવડાતું અને નક મું ખર્ચા કમી થઈ શકશે. અને કાર્યકર્તાઓને નાણાં ઉઘરાવવામાં અને બીજી મદદ મેળવવામાં ઘણી સરળતા મળશે. તેથી આ સંબંધી જુદી જુદી સંસ્થાઓ સાથે પત્રવ્યવહાર કરી, તેઓ કેવી રીતે સહકાર અને મદદ કરી શકે એમ છે, તે પૂછાવી તે વિષે રિપિટ કરવા આ પરિષદ નડિયાદ હિંદુ અનાથાશ્રમ અને મહીપતરામ અનાથાશ્રમના નરરી સેક્રેટરીઓ બાયુત વલ્લભભાઈ હાથીભાઈ અને ડે. મણિલાલ એચ. ભગતની કમિટિ નીમે છે. (૮) પતિત સ્ત્રીઓ માટે આશ્રમ પતિત થયેલી તેમજ ભ્રષ્ટતાને માર્ગે જતાં બચાવેલી સ્ત્રીઓ સુનીતિમય જીવન ગાળી શકે તે માટે તેમના રક્ષણ સારૂ અમદાવાદ જેવા મોટા શહેરમાં અબળાશ્રમ યાને હેમ” જેમ બને તેમ તાકીદે સ્થાપવાની જરૂર આ પરિષદ સ્વીકારે છે. (૯) છાઓ અત્રે એલિસબ્રિજ પાસે પડેલી ગુન્હેગાર ગણાતી છારા કામને સુધારવાના પ્રયત્ન કરવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400