________________
અલમારામાં એક ભગવાધારી અંગ્રેજ વૈષ્ણવ સાધુ જિજ્ઞાસા પણ વધવા માંડી. આ પ્રમાણે હું ત્યાં એમ.એ. થયા. ત્યારબાદ મને એમ લાગ્યું કે, જે મારે હિંદુધર્મને અભ્યાસ આગળ વધારવો હોય અને સાચેજ કંઇ મેળવવું હોય તો મારે હિંદુસ્તાન જવું જોઈએ. તેજ અરસામાં મને ખબર પડી કે, લખનૌમાં ડો. ચક્રવર્તિ વિદ્યાપીઠ ખોલવાનો વિચાર કરે છે અને તેમને લખવાથી હિંદમાં કંઈ કામ મળી શકે. મેં ડે. ચક્રવતિ ઉપર મારી અરજી મોકલાવી અને તરત જ તેમનો જવાબ આવ્યો કે, વિદ્યાપીઠમાં અંગ્રેજી સાહિત્યના અાપકની જગ્યા ખાલી હતી અને મારે તે કામ કરવું હોય તો તે મળી શકશે. બસ, મારે તો એટલું જ જોઈતું હતું. તેમને લખી જણાવ્યું કે, મને તે જગ્યા ખૂબ ગમશે અને હું તરતજ ત્યાંથી ઉપડ્યો અને લખનૌમાં જોડાયે.
લખનૌમાં મેં લગભગ ૬ વર્ષ સુધી કામ કર્યું. હિંદમાં આવ્યા બાદ હું મારો બધેય બચત વખત ધાર્મિક અભ્યાસ માટે વાપરતા હતા. ધીમે ધીમે મારું મન બુદ્ધધર્મ તરફથી પાછું વળવા લાગ્યું. મને બુદ્ધના પોતાના જીવન તથા ઉપદેશમાં અને આજના બુદ્ધધર્મમાં ફરક લાગે. આજના બુઠો નાસ્તિક લાગ્યા. વળી તેઓ આત્માને પણ માનતા નથી એમ જોયું અને તે ધર્મ માં સંકચિતતાએ પગપેસારો કરેલો જોયો, તેથી મારું મન યોગ તથા ધ્યાનની દિશામાં વળ્યું. મને એમ ચોક્કસ થઈ ગયેલું કે, મારે આ જન્મમાં કંઇક મેળવવું તો જોઈએ જ. હા. મુક્તિ, મેક્ષ, નિર્વાણું--જે કહે છે. પણ મન કોઈ ઠેકાણે સ્થિર ઍટે તે ને ? તેથી હું જરા મુંઝાયો.
પણ પ્રભુએ મારી દયા ખાધી અને મને સાચો રસ્તો જડ. તે અરસામાં મારે શ્રી. યશોદા મૈયા ઉફે ડૉ. ચક્રવર્તિનાં પત્ની સાથે પરિચય થયો અને તેમણે કહ્યું: “ભલા માણસ! કંઈ પણ મેળવવાનો વિચાર માત્ર છેડી દે, તું તારું બધું પ્રભુચરણે સમર્પણ કરી દે તું સર્વસ્વનું સમર્પણ કરી દઈશ અને સાચે હોઈશ તો તને બધું મળશે.”
બસ, ત્યારથી હું કૃષ્ણભક્ત થયો. મેં માજી પાસેથી દીક્ષા લીધી. મને તેમની પાસેથી બધું મળ્યું. દીક્ષા એટલે મંત્ર તથા કંઠી. આ ભગવાં તો મેં હમણાં ધારણ કર્યા. | મેં તમને કહ્યું કે હું લખનૌમાં લગભગ ૬ વર્ષ રહ્યો. પણ લખનૌમાં મુસ્લીમ સંસ્કૃતિ વધુ પ્રમાણમાં હતી અને હિંદુ સંસ્કૃતિ એછી હતી. હિંદુ ધર્મના અભ્યાસને અંગે મને હિંદુ સંકતિની ભૂખ લાગેલી અને તેથી લખની છેડીને હું બનારસમાં જોડાયો. ત્યાં દોઢ વર્ષ કામ કર્યું. ત્યાં રહેવું મને ખૂબ ગમતું. કાશીમાં ઉત્તમમાં ઉત્તમ સંન્યાસી પણ મળે અને દુષ્ટમાં દુષ્ટ માણસો પણ ખરા. ત્યાંની ગંદકી પણ અતિશય અને સૌથી વધુ ત્રાસ તે ત્યાંના પંડયાઓને; પણ હું ત્યાં શહેરની બહાર રહેતો. દરરોજ ગંગાજીમાં લગભગ બે માઇલ તરવા જતો અને ગંગાજીના પ્રવાહની મધ્યમાં જઈને ડૂબકીઓ મારતો. તે લાભ હવે અલમેરામાં મળતું નથી.
કાશીમાં હરિહર બાવા કરીને એક ઉત્તમ પ્રકારના સંન્યાસી હતા. તે બારે માસ ગંગાજીમાં એક હેડીમાં રહેતા. તેમના જેવા સંન્યાસીઓ તો ભાગ્યે જ હશે. સૂર્ય સામે જોવાનું તપ કરી આંધળા થયેલા. અમે ઘણી વાર તેમના દર્શને જતા. ત્યાં ઘણું માણસ તેમનાં દર્શન કરવા આવતા; પણ તેમની પાસે જઈને જે કોઈ ગાળે દે અથવા લપડાક મારે તોપણ તેજ હાસ્ય, અને કઈ વંદન કરી ભેટ ધરે તોપણ તેજ તટસ્થતા.
હાં, પણ હું તો તમને કાશી વિદ્યાપીઠની વાત કરતો હતો. ત્યાં પણ હું વધુ વખત રહી શક્યો નહિ. મને આ જાતની કેળવણીને કંઈ ફાયદો દેખાય નહિ. મારા સારામાં સારા વિદ્યાથી એ લગભગ બધાજ વકીલો થયા છે. તેઓ જાણે છે કે, તે ધંધે ઘણો ખરાબ છે, પણ બિચારા બીજું શું કરે? બી. એ. થાય, એમ. એ. થાય અને બીજું કંઈ ન ફાવે એટલે વકીલ થાય. અને તેમને અંગ્રેજી સાહિત્ય જીંદગીમાં જરાયે કામનું ન હતું તેથી હું ત્યાંથી પણ ભાગ્યો. બનારસ છોડતાં પહેલાં હું ત્યાંના આચાર્યશ્રીને મળેલો અને મારો સંન્યાસ લેવાનો વિચાર
વેલો; પણ તેમણે તો આશ્રમધર્મ સંબંધી વાત કાઢી અને કહ્યું કે, હજી તો મારે સંન્યાસ લેવાની વાર છે, કારણ હજુ તે હું જુવાન છું. પણ જુઓ તો ખરા, માણસ ૮૦ વર્ષ
તેમને દર્શાવેલે;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com