________________
૩૦૨
શુભસંગ્રહ-ભાગ પાંચમો ११९-रानीपरजमां रोटियो-१९८४नुं निवेदन
સુરત જીલ્લો અને નવસારી પ્રાંતમાં એટલે તાપી નદીની ખીણમાં જે પ્રજા જંગલમાં રહે છે તેમની ઉન્નતિને માટે વડોદરાની સરકારે પાંચેક બાડિ"ગ સ્કૂલે ઘણાં વર્ષો થયાં કાઢી છે. અને એક એવી શાળા કન્યાઓને માટે પણ છે. અંગ્રેજ સરકારે માત્ર એકજ બોર્ડિંગ સ્કૂલ ગોડસંબામાં કાઢી છે. તે ઉપરાંત બારડોલી સ્વરાજ આશ્રમ સંઘે દશ આશ્રમ સ્થાપીને કેળવણી, ખાદીપ્રચાર, દારૂ નિષેધ, ઠનિષેધ વગેરેનાં કામો ઉપાડી લીધાં છે અને આ પુસ્તકમાં ખાદીપ્રચારને અહેવાલ આપ્યો છે. આ આથમે બારડોલી, મહુવા, માંડવી, વ્યારા એટલા ચાર તાલુકામાં નાખ્યા છે. રાનીપરજમાં માત્ર કાંતનાર નીકળતા નથી, લકે પેતાના ખેતીના ઉદ્યોગ સાથે ફુરસદના વખતમાં રેંટિયો ચલાવે છે અને ઘણું કુટુંબને બજારમાંથી કાપડ વેચાતું લાવવું પડતું નથી. તેથી કપાસ સંધર , કાંતેલા સૂતરનું કપડું બનાવી આપવું એ સ્વયંસેવકેનું કામ છે. વણાટકામ માટે સરભણ અને મઢી આશ્રમેહમાં વ્યવસ્થા થઈ છે; પણ હાલમાં ત્યાં અંત્યજ વણકરોને રહ્યા છે. હવેથી રાનીપરજો વણતા થઈ જશે એવી ગોઠવણ થઈ છે. આ નિવેદનમાં કેટલાક આંકડા ઘણા જાણવા જેવા છે. આ વર્ષમાં રાનીપરજે ૫૨૪૦ રતલ સૂતર કર્યું હતું. એટલું લક્ષમાં રાખવાનું છે કે, બારડેલીની લડતને લીધે આ વર્ષે ઓછું કંતાયું છે-સંવત ૧૯૮૩માં ૮૩૭૯ રતલ તૈયાર થયું હતું. સૂતર ઉત્તરોત્તર સારું થતું જાય છે. તાલુકા ગામે
કુટુંબો | રતલ
બારડોલી
૧૮૧
૧૩ ૫૯
વ્યારા
२०८
૧૩૧૧
२१३
૨૧૧૧
મહુવા સોનાગઢ
-
૧
કા
૧૧૮ ૧૧૮
૧૭૧૧
માંડવી--માંગરોળ
૫૭
૪૫૧
પ૨૩૯ જે રાનીપરજ વણકરેએ કામ કર્યું છે તેમને માસિક આવક રૂ. ૧૨ થી ૧૯ સુધીની થાય છે. તેની વિગતવાર હકીકત આ નિવેદનમાં આપી છે. ગામડાંની પ્રજાને શહેરમાં વસવા જવું ન પડે અને ખેતીના કામમાં રોકાયેલી ન હોય ત્યારે મદદરૂપ ધંધા તરીકે આ કામ ઉપગી અને કમાણીવાળું નીવડયું છે.
વેડછીના આશ્રમમાં ઉદ્યોગશાળા કાઢી છે તેમાં ૧૭ વિદ્યાર્થીઓ વણાટકામ શીખે છે. ૨૨ વિદ્યાથીએ કાંતવા અને પિંજવાનું શીખે છે અને પાંચ ભાઈઓ બારડોલીમાં સુથારી કારખાનામાં શીખે છે. અભ્યાસક્રમ પાંચ વર્ષને રાખ્યો છે તે છતાં કે અભ્યાસ એક વર્ષને છે. બૌદ્ધિક અને ધાર્મિક શિક્ષણ સવારસાંજ વાર્તા-ભાષણથી અપાય છે. વગરભણેલા માટે રાત્રિશાળા છે. ભોજનખર્ચ આશ્રમ તરફથી મળે છે તેથી હવે નવા વિદ્યાર્થીઓ દાખલ થઈ શકે તેમ નથી.
(“પ્રસ્થાનના એક અંકમાં લેખક – સુમન મહેતા.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com