________________
૩૧૨
“ શુભસંગ્રહ-ભાગ પાંચમે १२५-जेलना रंगभेदनी वेदीपर जतींद्र दासमुं बलिदान
- હા
ભગતસિંહ અને બટુકેશ્વર દત્તની શહાદતની આકાંક્ષા હજી પરિપૂર્ણ થઈ નથી; પણ બંગાળની પુણ્યભૂમિમાં ઉગેલું એક સુકુમાર પુષ્પ વિદેશી રાજ્યકર્તાઓની સત્તાની શિશિરે અકાળે કરમાવી દીધું છે. જતીન્દ્રનાથ દાસને દેહ માતૃભૂમિની સેવાદીપર અર્પણ થયો છે.
| વડી ધારાસભામાં એક યૂરોપીયન સભ્ય અનશનના માર્ગને બૈરાંઓની યુક્તિતરીકે ઓળખાવ્યો છે. અસહકારના અહિંસાત્મક માર્ગને પણ નિર્બળને શસ્ત્ર તરીકે કયાં નહેતે ઓળખાવવામાં આવ્યો? નિઃશસ્ત્ર હિંદનું એકેએક કાર્ય “બાયેલા જેવું છે–એમ ન હોય તે હિંદની વડી ધારાસભામાં એક અંગ્રેજ આવા શબ્દો બોલવાની ધૃષ્ટતાજ કેમ કરી શકે?
કહે છે કે, ટેરેન્સ મેકસ્વિનીના ઉપવાસને પરિણામે થયેલા સ્વર્ગવાસે આયર્લેન્ડને આઝાદી અપાવી: તો પછી જતીદ્રની કુરબાની હિંદને સ્વતંત્રતા અપાવશે એમ માનવામાં શી હરકત છે ?
શહીદોના રક્તથી સિક્ત થયેલી ભૂમિમાં સ્વાતંત્રયવૃક્ષ સત્વર ઉગશે અને ફળ આપશે.
શ્રદ્ધા તે આ વાત માનવાનું કહે છે, પણ ૧૯૧૯ માં જલિયાવાલાની કટલે આમને આજે દશ દશ વર્ષ વીત્યાં છતાં હિંદની આઝાદી નિકટ આવતી હોય એવું લાગતું નથી...શહીદો સ્વાતંત્ર્યવૃક્ષ પોષવા માટે પિતાનું રક્ત આપે છે, છતાં એ વૃક્ષ પર ફળ આવવાનો આધાર તે દેશના લોકોની યોગ્યતા પર હોય છે.
ટાઈમ્સ ઑફ ઇન્ડિયા” ઉપદેશ છે કે “અન્નજળનો ત્યાગ કરીને પિતાના શરીરને ક્ષય કરનાર માણસ આત્મઘાતી છે; અને એને એ કાર્યની પ્રશંસા આત્મહત્યાની પ્રશંસા છે.” આ યુદ્ધના મેદાનમાં પડતા સૈનિકે પણ એ દલીલ પ્રમાણે તે આપઘાત કરે છે. તે પછી એવા સૈનિકેની યાદમાં સ્મારક ઉભાં કરવાં એ શું આત્મહત્યાની પૂજા કરવા જેવું નથી ?
પણ એ સૈનિકે બ્રિટિશ હોય તે જ તેઓ માટે સ્મારક એગ્ય ગણાય. બ્રિટિશોની કુરબાની એ કુરબાની છે; હિંદીઓની કુરબાની આપઘાત !
જતીન્દ્રના અંતિમ શબ્દો કેટલા હદયદ્રાવક છે: “મારી ઉત્તરક્રિયા ધર્મચુસ્ત બંગાળી રૂઢિ પ્રમાણે ન કરતા હું બંગાળી નથી; હું હિંદી છું.”
એ શબ્દોમાં પ્રાંતીય ભેદભાવ ભૂલી જવાની પ્રેરણું છે. પ્રાંતીય અને કોમી ભેદભાવોએ હિંદને રાષ્ટ્ર થતું અટકાવ્યું છે અને જ્યાં સુધી એ ભેદભાવ નહિ ભૂલાય ત્યાંસુધી હિંદ રાષ્ટ્ર નહિ થાય; તે પછી સ્વાતંત્ર્યનું તે પૂછવું જ શું ?
આપણું ભાવિ પ્રજાને-આપણાં બાળકોને-નિશાળે અને કૅલેજોમાં અંગ્રેજ સૈનિકોની વીરતાસ્વદેશભક્તિનાં ગુણગાન કરવાનું શિક્ષણ આપવામાં આવે છે. કલ્પી શકો છો કે, જીંદ્ર જેવા શહીદ વિષે તેઓને શું શીખવવામાં આવશે? પેટ ભરવા માટે પ્રોફેસર ને શિક્ષકને ધંધો લઈ બેઠેલા ડાહ્યલાઓ તેઓને કહેશે કે “જતીંદ્ર દાસ બળવાખોર હતું, એનાં વખાણ થાયજ નહિ.”
ના, વધુ સંભવ તો એ છે કે, જીંદ્રનું નામ પણ કઈ કૅલેજ કે નિશાળમાં ઉચ્ચારવા દેવામાં નહિ આવે. ગુલામેની શહાદત પણ પાપજ છે ને?
જેઓને હદય હેય-જતીની કુરબાનીએ જેઓનાં હૃદય પીગળાવ્યાં હોય એવાઓને એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com