________________
૩૧૦
શુભસંગ્રહ-ભાગ પાંચમ
www
.
ગરીબો મૃત્યુના પંજામાં સપડાયા હતા. ડે. પંડયાનું કરુણાભર્યું વીર હદય એ પ્રસંગે સેવાના ખરા રંગવાળું બની ગયું, અને બીજા યુવકને પિતાના સાથમાં મેળવી સેવાથ ઉભું કર્યું. ઘેરઘેર ફરી વળી એમણે દર્દીઓની સારવાર શરૂ કરી, દવાઓ અને દાક્તરની મદદ પહોંચાડવા માંડી. પોતે અનેક ઘરમાં જઈને દર્દીઓની ગાંઠે જેતા, તેમને સાંત્વન આપતા અને બચાવી લેવા માટે છેવટ સુધીના યત્ન કરતા. આમ છતાં કોઈ મૃત્યુ પામતા તે તેને અગ્નિદાહની પણ તજવીજ સેવા મંડળ મારફત થઈ જતી. ઘણી વાર તો પિતે જાતે સ્મશાને જઈને એ કાર્યો કરતા. તેમની આ હિંમત ને સેવાથી શ્રીમતનાં હદય પણ પીગળ્યાં અને ઘણાએ મફત દવાઓ તથા નાણાં મેકલી સહાય કરી અને કેટલાક તે સેવાદળમાં પણ આવીને જોડાયા. ચારેક માસ પછી હેગને ઉપદ્રવ દર થયો ત્યારે . પંડયા પાટણની પ્રજાના હૃદયમાં અધિદેવતા જેવું માને અને સ્થાન પામી ચૂકયા હતા. પાટણના ધનાઢયે તેમની સેવા, સત્યપરાયણતા અને નિર્મળતાના પૂર્ણ વિશ્વાસથી નાણાંની વ્યવસ્થા તેમનેજ રોપવા લાગ્યા.
જાહેર સેવાઓ ઉપરાંત ખાનગી જીવનમાં પણ તેઓ અનેક વિદ્યાર્થીઓ, ગરીબ અને વિધવાઓને ગુપ્ત દાન આપતા અને તેમના મુરબી તથા સલાહકારનું સ્થાન લેતા. એમનો બધે. પગાર આવાં કાર્યોમાંજ વપરાઈ જતો.
૧૯૧૮ માં ડે. પંડયાએ સેવાનું કાર્ય કાયમી અને સુદઢ પાયા ઉપર લાવવાને “ઉત્તર ગુજરાત યુવક મંડળની સંસ્થા સ્થાપી. એ સંસ્થાને ધીમે ધીમે વિકસાવીને ચારેતરના કેળવણી મંડળ જેવું વ્યાપક કાર્ય કરવાને તેમને ઉદ્દેશ હતે. પ્રજાની કેળવણી પ્રજાહસ્તક લેવી; શાળાઓ, ઉદ્યોગગૃહ અને દવાખાનાં જેવી લોકોપયોગી સંસ્થાઓ ચલાવવી અને પ્રજામાં સંસ્કાર ને સ્વાધીનતાનાં બીજ રોપવાં એ એમના આશય હતા.
એ મંડળની પહેલી પ્રવૃત્તિતરીકે પોતે એક અભ્યાસગૃહ ઉધાડયું. એ અભ્યાસગૃહ આજપર્યંત ચાલે છે અને તેના આશ્રયે વિધાથીનિવાસ, વાંચનાલયો તથા બાલશાળા વગેરે ચાલે છે. અત્યારે પાટણ માં પ્રજાજીવન ચમકતું રાખનારી કોઈ સંસ્થા હોય તો તે આ “3. પંડયા અભ્યાસગૃહ” જ છે.
આ સંસ્થાની સ્થાપના પછી, આપણે ઉપર જોયું તેમ, ઘણું કરવાની ર્ડો. પંડયા અભિલાષાઓ કરતા હતા, પણ પાટણને નસીબે કંઈક જુદુજ સરજાયું હતું. પ્લેગને વિસાર થયા ન થયે, એવામાં પાટણમાં ઈન્ફલ્યુએન્ઝાનો સખત ઝપાટો આવ્યો. એ રોગ સામે ટક્કર ઝીલવા ફરી વાર છે. પંડયા કમર કસી આગળ આવ્યા અને દશેરાને દિવસે સંરક્ષક મંડળ ઉભું કરી કામ આરંભી દીધું. પાટણના એકેએક જીલ્લામાં કામચલાઉ દવાખાનાં અને દવા પહોંચાડનાર મંડળોની ગોઠવણ કરી અને ગામના કે પરગામના સો દર્દીની સારવાર જાતે કરવા લાગ્યા
પણ ભોગ માગતા રોગને એકાદ બત્રીસ જેતે હતો, અને તેણે ડૅ. પંડયા જેવા રત્નપરજ તરાપ મારી. લોકોની અતિશય દુઃખભરી ઈંતેજારી વચ્ચે એમનો આત્મા આસો વદ ત્રીજને દિવસે કઈ દેવસૃષ્ટિમાં ચાલતો થયો અને પાટણમાં અંધારું મૂકતો ગયે. આ પ્રસંગ પાટણની પ્રજા માટે અતિશય કરુણ થઈ પ. ગામ આખામાં હાહાકાર ફેલાઈ ગયે. બે દિવસ સુધી લેકે કામધંધે છોડી શૂન્ય બની રહ્યા. પાટણના ઇતિહાસમાં ન બનેલી એવી ગંભીર ને સખત હડતાલ પડી. ગાડીવાળા અને વાછરી સુદ્ધાંઓએ પણ પોતાના જિગરની લાગણીથી ધંધે બંધ રાખે. પાટણના દરેકે દરેક નાગરિકે તેમને માનભરી સ્મરણાંજલિ અપીં.
. પંડયાના અવસાન પછી, તેમણે મૂકેલાં બીજકનું પોષણ કે ઓછું થયું, પરંતુ જે થાડા અધિકારી જીવોમાં તેમના આત્માનું પ્રતિબિંબ પડયું હતું તેમણે યથાશક્તિ એમનું કાર્ય નિભાવી રાખવા અખંડ યત્ન કર્યો છે. પોતે હયાત હતા ત્યારે પ્રજાએ તેમની તરફ જે ઉલટ બતાવેલી તે એટલી ને એટલીજ ચાલું હોત તો આજે તેમની સ્થાપેલી સંસ્થા પાછળ લાખો રૂપિયાનું ફંડ હોત, પણ આજે તેમની નિષ્કામ સેવાવૃત્તિના અંકુરો પણ પાટણની યુવાન પ્રજામાં નિઃસંશય દેખાવા લાગ્યાં છે, અને વખત જતાં એ દિવ્ય અને પવિત્ર પુરુષની સ્મૃતિમાં અનેક કલ્યાણકારી કામો થશે એમ આશા પડે છે.
(“કુમાર”ના એક અંકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com