________________
અત્યારે પણ હિંદનું ગૌરવ સજીવન કરવા પ્રચારકો મોકલવાની જરૂર ૩૨૧ १३१-अत्यारे पण हिंदनुं गौरव सजीवन करवा
प्रचारको मोकलवानी जरूर આજે પૂર્વના દેશોના સંગઠનની બહુ વાતો થાય છે. એશિયાનાં સર્વ રાજ્યોને એક સંધ સ્થાપવાની ભાવના પણ પ્રચલિત થઈ છે; એ જરૂર ઈચ્છવાજંગ છે. એવો આદર્શ આપણું અસલના હિંદાઓએ પણ રાખ્યો હતો અને ભૂતકાળની ખોટી ભક્તિની ધૂનમાં તણાઈ ન જઈએ તે પણ એટલું તો કબૂલ કરવું જોઈએ કે આપણા પૂર્વજોએ એ આદર્શને અનુભવમાં મૂકવાનો માર્ગ પણ તૈયાર કર્યો હતે.
આપણે બૃહદ્ હિંદના નામથી ઘણા જૂના કાળથી વાકેફ છીએ. ઇ. સ. ની બારમી સદી પહેલાં એશિયાના ઘણા ભાગમાં હિંદુ રાજ્ય સ્થપાયાં હતાં. એમાંનાં મુખ્ય, શ્રી વિજય, યવહાપ, કાંબોજ દેશ અને ચંપા રાય હતાં. આ રાજ્યને આજે આપણે અનુક્રમે, સુમાત્રા જાવા, કંબોડિયા અને આનમ કહીએ છીએ. આ ઉપરાંત આજે સિયામ નામથી ઓળખાતા દેશમાં સુખદય અને લવપુરી નામના રાજયો પણ તે યુગના હિંદુઓ તરફથી સ્થાપવામાં આવ્યાં હતાં.
ઇ. સ ના પહેલા સૈકાની શરૂઆતથી હિંદી વેપારી અને ધર્મપ્રચારકોએ આ રાજ્યોમાં વસવાટ કરવા માં હતો. તેઓ એ દેશોમાં વહાણને માર્ગે પહોંચ્યા હતા અને ઈસ. ની બીજી સદી ખલાસ થાય તે પહેલાં તો તેમણે ત્યાં સંસ્થાને પણ સ્થાપી દીધાં હતાં. આ દેશવિષે લખતાં પ્રસિદ્ધ ગ્રીક ભૂગોળશાસ્ત્રી ટોલેમી તેમને બૃહદ્ હિંદનું નામ આપે છે અને આજે પણ ઘણું ભૂગોળશાસ્ત્રીઓ તેમને “વિશાળ હિંદ”ના નામથી ઓળખે છે.
હિંદની અસલી કારીગરી આ દેશોના હિંદી સંસ્થાનવાસીઓ લગભગ એક હજાર વર્ષ સુધી ત્યાં સમૃદ્ધ રીતે રહ્યા, પણ પછીથી માતૃભૂમિમાંથી મદદ ન મળવાથી તેમની પડતી થવા માંડી અને તેઓ મૂળ વતનીઓ સાથે ભેળાઇ ગયા. આમ છતાં તેમના સંસ્કારની નહિ ભૂંસાઈ એવી છાપ તે ત્યાં રહીજ. આજે પણ ત્યાંની ભવ્ય હિંદી કળાનાં રહ્યાં સહ્યાં મરણો તે કાળના હિંદીઓની અપૂર્વ બુદ્ધિ અને મહત્તાની શાખ પૂરે છે. આ કળાને નષ્ટ થતી અટકાવવા, ડચ અને ક્રેચ પુરાતત્વશાધકે ભગીરથ પ્રયત્નો કરી રહ્યા છે.
બૃહદ્ હિંદને વિસ્તાર બૃહદ્ હિંદની આ વ્યાખ્યા પૂર્વતુર્કસ્તાન તથા ટીબેટ, ચીન અને જાપાનને પણ કંઈક અંશે લાગુ પાડી શકાય. જે વખતે સુમાત્રા વગેરે ભાગો તરફ હિંદી સંસ્કૃતિનાં બીજ વવાતાં હતાં તેજ સમયદરમિયાન, બીજા સાહસિક હિંદીએ આ દેશોમાં પણ જઇને વસ્યા હતા. તેમણે અફધાનીસ્તાનથી ચીનની દિવાલે સુધી મધ્ય એશિયાના વેપારી માર્ગ નજીક હિંદી સંસ્થાના સ્થાપ્યાં હતાં. અલબત્ત, એ સંસ્કૃતિ પરદેશી હુમલાખોરોએ નષ્ટ કરી છે, છતાં તેની નિશાનીએ યુરોપીયન પુરાતત્ત્વસંશાધકે હવે રણના પ્રદેશમાંથી પ્રકાશમાં લાવી રહ્યા છે. આવી શોધખોળના ખર્ચમાં હિંદી સરકારે પિતાને ફાળા ઓ છે, પણ તેથી હિંદને કે ઈ પણ જાતનો સીધો લાભ મળ્યો નથી.
હિંદ અને ચીન વચ્ચેના સંબંધ ચીનમાં પણ હિંદીઓએ મહાન કાર્યો કર્યા હતાં. આ દેશમાં સંસ્થાને સ્થાપવાનો સવાલ ઉભો થજ ન હતો, કારણ કે લાકે બહુ સુધરેલા હતા. પરંતુ બુદ્ધ ધર્મના હજારો અભ્યાસીઓ સંસ્કૃત પુસ્તક લઇ ચીન ગયા હતા અને એ પુસ્તકા ચીના લોકોની ભાષામાં ઉતારી તેમણે ચીનમાં તેને પ્રચાર કર્યો હતો. એ મહાકાર્ય બારમી સદી પછી હિંદની પડતી શરૂ થતાં બંધ પડયું, છતાં આજે પણ ચીનના ધર્મમઠેમાં આપણું બાપદાદાના સ્મરણાવશે નજરે પડે છે.
સંગઠન માટે પહેલું કર્તવ્ય પૂર્વના દેશોના જોડાણ માટે હીલચાલ થાય છે ત્યારે આ બધી ઇતિહાસની વાતો આપણું શુ. ૨૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com