________________
૩૦૧
ભીલ સેવા મંડળ ११८-भील सेवा मंडळ
અમારી પાસે પાંચમો અહેવાલ આવ્યો છે. ભીલ ભાઈઓની સેવાને માટે વીસ વર્ષ અર્પણ કરવા બંધાયેલા આઠ સ્વયંસેવક શ્રી ઠકકર બાપાની આગેવાની નીચે તનમનથી કામ કરી રહ્યા છે. મંડળ તરફથી દાહોદ અને ઝાલોદ તાલુકાઓમાં એકંદર છ આશ્રમો અને આઠ શાળાઓ કાઢવામાં આવ્યાં છે. આશ્રમમાં પણ શાળાઓ હાય છે. તે ઉપરાંત સુરત જીલ્લાના એક ગામડામાં શાળાને ગ્રાંટ આપવામાં આવે છે તેથી એકંદરે ૧૫ શાળાઓમાં છોકરાં કેળવણી લઈ રહ્યાં છે. ભીની સ્થિતિ તદન દયાજનક છે. પહેરવેશમાં નાની લંગાટી અને માથે ચી દરડીનું કાળિયું બાંધ્યું હોય છે. ખોરાકમાં મકાઈ, બંટી, બાવટ અને ગુજરે દળીને તેની રાબ પીએ છે. કેળવણી તેમને પહોંચી શકી નથી. જે ભાઈઓ રવતંત્રતા કે સાંસ્થાનિક રવરાજ્યની બાબતમાં ધમપછાડા મારીને ભાષણ કરે છે તે ભીલ, કોળી કે અંત્યજ ભાઇઓની સ્થિતિ બરાબર સમજે તો તેમને ખ્યાલ આવે કે હજી સ્વરાજ્ય કેટલું દૂર છે. આ પછાત કેમેની સંખ્યા લાખની નહિ પણ કરોડોથી ગણાય એવી છે અને તેમને તે સામાન્ય જ્ઞાન અને રોટલો જોઈએ છીએ.
અજ્ઞાન હોવાને લીધે તેમનામાં ઉદ્યમ પણ નથી અને તેથી દારૂ પીવાનું વ્યસન ઘર ઘાલીને બેઠું છે.
ભીલ સેવા મંડળના પ્રમુખ શ્રી અમૃતલાલ ઠક્કરને આખું ગુજરાત પૂજે છે. તેમની પાસે કેટલાક ઘણા ઉત્સાહી અને સેવાની તીવ્ર ભાવનાવાળી સેવકે કામ કરી રહ્યા છે. મંડળની શાળાઓમાં કેળવણી મારફત સારા સંસ્કારો શીખવવામાં આવે છે અને આશ્રમમાં ખાવાની તથા કપડાંની વ્યવસ્થા તદન મફત રાખી છે. બોલકને કેળવણીનો સાધના પણ મફત આપવાં પડે છે. ધાર્મિક ભાવના ખીલવવા માટે બે મંદિર બંધાવ્યાં છે અને રામનવમીના મેળા વખતે ઘણા ભીલો એકઠા થાય છે ત્યારે ભજન વગેરેથી જ્ઞાનપ્રચાર થાય છે. વૈદ્યકીય મદદ આપવાને માટે ત્રણ દવાખાનાં કાઢયાં છે અને તે ઉપરાંત દરેક આશ્રમમાંથી સામાન્ય તાવ વગેરે રોગોને માટે મફત દવા આપવામાં આવે છે. પછાત કેમની ઉન્નતિમાં રસ લેનાર દરેક મનુષ્ય આ સંસ્થા જોવી નેઈએ.
ભીલ શરીરે કસાયેલા હોય છે. જો કે એમને ખોરાક ઘણોજ અપૂરતો હોય છે. પ્રજા શરીર અને સાહસિક હતી, પણ હાલમાં બહુ ડરકણું બની ગઈ છે. એમને માટે અખાડા કાઢવાની જરૂર છે. એ પ્રવૃત્તિ હાથમાં લેવાઈ હોય એમ જણાતું નથી અને તેમની આર્થિક સ્થિતિ સુધરે તેને માટે પ્રયાસ નહિ થાય તે ગુજરાતી બે ત્રણ ચેપડી શીખ્યાથી તેમનું દળદર ફીટવાન નથી. એમનામાં માણસાઈનું ભાન થઈ સ્વમાન આવે એવું બળ આવવાની આવશ્યકતા છે.
યસનમાંથી છૂટવું ઘણું અઘરું છે; કારણ કે માયાળુ સરકાર ઠેકઠેકાણે પીઠાં ખાલીને દારૂની સગવડ કરી આપે છે. જ્યારે આપણું ગુજરાતી ભાઈઓ સમજશે કે, આવી સંસ્થાઓ મારફત લાખ લોકોને બચાવી લેવાના છે ત્યારે એક સંસ્થાને બદલે અને પંદર શાળાઓને બદલે ૧૫ થશે. હાલમાં તો અંગ્રેજ મિશનરીઓ આપણી પછીત કામમાં વસીને લાખોને વટલાવીને માણસાઈમાં આણે છે; એટલે અમે દિલગીરી સાથે એવાં કામને પણ આવકાર આપીએ છીએ. દિલગીરી એટલીજ કે, આપણી ગુજરાતી જનતા દયાહીન અને જડ થઈ ગઈ છે; અને જટ્ટા દાંભિક માગે અહિંસાનું પાલન કરીને ઈશ્વરને તથા પિતાને છેતરવાના નિષ્ફળ પ્રયત્નો કરે છે. જ્યારે જૂદા જૂદા સંપ્રદાયના હિંદુ અને જૈનો, ગૃહસ્થાશ્રમી તથા સાધુઓ સાચો ધર્મ સમજતા થશે ત્યારે આજે પછાત ગણાતી કેમની ઉન્નતિ થઈ જશે.
( “પ્રસ્થાન”ના એક અંકમાં લેખકઃ- સુમંત મહેતા)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com