________________
અલમેરામાં એક ભગવાં ધારી અંગ્રેજ વૈષ્ણવ સાધુ તેમણે પૂછ્યું -ગુજરાતમાં વૈષ્ણવધર્મ વધુ પ્રમાણમાં છે એમ મેં સાંભળ્યું છે તે વાત સાચી છે?
જ – બીજા પ્રાંતોની મને ખબર નથી એટલે એ પ્રકારથી તુલના તો કરી શકું નહિ; પણ એટલું કહી શકાય કે, અમારે ત્યાં વૈષ્ણવ ધર્મ ઠીક પ્રમાણમાં છે, અમારે ત્યાં શુદ્ધાદ્વૈતવાદ છે અને પુષ્ટિમાગ વધુ પ્રબળ છે. મારા ધારવા પ્રમાણે તે આજના ધર્મમાં સાપ ગયા ને લીસોટા રહ્યા તે પ્રમાણે સાચો ધર્મ નથી પરંતુ માત્ર આચારજ રહ્યો છે.
શ્રીકૃણપ્રેમ-ના, ના; ગુજરાતમાં ભક્તિનું પ્રમાણ વધુ છે, અને સાચું કહું ? આખી દુનિયામાં ક્યાંયે હિંદુસ્તાનમાં છે એટલી ભકિત નથી અને તેથી તે હિંદ હજુ જીવતું રહ્યું છે. નહિ તે જુઓ મિસરનો દાખલો.
મુસલમાનો વગેરેના ત્રાસમાં હિંદુધર્મ જીવી શકે અને વધ્યો. પરંતુ અંગ્રેજના રાજ્યમાં તે મંદ થવા માંડે છે. કારણ અંગ્રેજ તે બાબતમાં તટસ્થ રહે છે અને આ તટસ્થતાને ચેપ હિંદમાં બધાને લાગ્યો છે. હિંદુઓની આ જાતની સભ્યતાભરી ઉદાસીનતા (પલાઇટ ઇનડીફરન્સ)
એ ધર્મને વધુ ઘાતક છે. હું નાસ્તિકતા સમજી શકું છું. પણ આ બેદરકારી મને અસહ્ય લાગે છે. ' પૂછયું–રૂસમાં તો ધર્મની જડ કાઢવાનો પ્રયત્ન થાય છે. ત્યાં તો ધર્મ કેફી પદાર્થો ગણવામાં આવે છે.
જ –-હા, તે વૃત્તિ પણ સારી છે. તે રીતે પણ ધર્મ યા પ્રભુનું સદૈવ ચિંતન થયા કરે છે. દાખલા તરીકે હિરણ્યકશિપુ. પરંતુ આ ઉદાસીનતા તો વધુ ભયાનક છે.
પ્ર—તમારે ગુજરાતમાં વૈોને બાળવામાં આવે છે કે દાટવામાં ?
મેં કહ્યું–અમારે ત્યાં તો બાળવામાં આવે છે. હું માનું છું કે, બધા હિંદુઓમાં બાળવાની પ્રથા છે.
જ – ના, બંગાળના વૈષ્ણવોને દાટવામાં આવે છે. તેઓ તો એમ માને છે કે, આ દેહમાં પ્રભુએ લીલા કરી છે એટલે આ દેહ પવિત્ર છે અને તેથી જે દેહમાં પ્રભુએ લીલા કરી છે તે દેહને બાળવાને બદલે તેઓ તેને તુલસી મૂકીને દાટે છે.
દિલીપકુમાર રૉયને તો તમે ઓળખો છો ને ? તેણે રોમાં રોલેન્ડ, મહાત્મા ગાંધી, બફ્રેન્ડ રસેલ, રવીન્દ્રનાથ ટાગોર તથા અરવિંદ ઘોષ સાથેના વાર્તાલાપ લખી લીધા છે અને હવે તે “એનંગ ધ ગ્રેટ' નામની એક ચોપડી વિલાયતમાં છપાવવા માગે છે. મને તે વાર્તાલાપનું અંગ્રેજી જોઈ જવાનું કહ્યું છે. તે હાલમાં પિન્ડીચેરી છે.
મેં પૂછ્યું--તે પડીચેરી ક્યાંથી ?
જ ૦-– થડા સમયથી તે બાબુજી પાસે રહેવા ગયો છે. તેણે પોતાનું સર્વસ્વ આશ્રમને અપી દીધું છે અને ત્યાં શિષ્યતરીકે યોગ શીખવી રહ્યો છે. બાબુજી તો જવલ્લેજ કોઈને મળે છે. ત્યાંના આશ્રમની વ્યવસ્થા શ્રી. પિલ રીશારનાં પની કરે છે. અને જુઓ તો ખરા, તે કેવું સુંદર ગાતે હતો ! બાબુજીએ બિચારાનું ગાવું બંધ કર્યું છે. તેના ગાયન ઉપર કેણ મુગ્ધ ન થાય ? પણ હમણાં હમણાં તે ઉસ્તાદી ઢબ ઉપર જ હતા અને તેને અંગે ભાવનું ખૂન થતું હતું. ' મેં કહ્યું- તમે ભૂલતા હશો. દિલીપ કુમારના સ્વભાવ એગ માટે ન હતી, તે તે કલાકાર છે.
જ –-ના ભાઈ ! ના. અમે તો સાથે રહ્યા છીએ. બિચારો લખે છે કે, “કોઈ વખત દરિયાકિનારે ફરવા જાઉં છું ત્યારે ગાવાની ઉર્મિ આવી જાય છે. થોડું શરૂ કરૂં છું ત્યાં તો મનાઈહુકમ યાદ આવે છે. સાચેજ તેના જેવા માટે આ મેટામાં મોટી શિક્ષા ગણાય.
મેં કહ્યું–હું ધારું છું કે, આ મનાઈ થોડા સમય માટેજ હશે.
જ –હા, કદાચ ત્યારબાદ તે વધુ દિવ્ય ગાન ગાઈ શકે ! તેણે મને ત્યાં આવવાનું આમંત્રણ આપ્યું છે, પણ મારી પાસે તો ગાડીભાડાના પૈસા નથી અને મને તો ગુરુ મળી ગયા છે, એટલે ત્યાં જવાની જરૂર પણ નથી. (“પ્રસ્થાન'ના એક અંકમાંને શ્રી. ભગવતીને અલમોરાને પત્ર)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com