________________
મિત્રધર્મ અથવા આત્મનિવેદન
૨૫ પછી તે સુમુખે વાધરી સાથે વાર્તાલાપ માંડ્યો. વાઘરી કહેઃ-તમારા રાજાએ પાશ કેમ નહિ દીઠે હોય?
સુમુખ-વિનાશકાળ આવે એટલે પછી માણસને કાંઈ સૂઝે નહિ. આવી આવી વાત કરીને વાધરીનું હૈયું સુમુખે દ્રવતું કર્યું અને પછી એને કહ્યું:अपि नायं तया सद्धिं सम्भासस्स सुखुद्रयो । अपि नो अनुमअसि अपि नो जीवितं ददे ॥
તારી સાથે સંભાષણ થયું એનું તે સારું જ ફળ હોય ને? અમને જીવિતદાન દે અને ઘેર જવા દે.’
સુમુખની મધુર કથા ઉપર મુગ્ધ થયેલો વાઘરી બોલ્યો - न चैव मे त्वं वद्धो सिन पि इच्छामिते वधम् । कामंखिप्पं इतोगत्वा जीव त्वमनिघो चिरम्।।
તું જાળમાં પડયો નથી અને તને મારે મારોય નથી. તું તારે સ્વેચ્છાએ તરત જા અને ઘણું જીવ.”
સુમુખ કહે:नेवाहमेतमिच्छामि अवतस्स जीविता। सचे एकेन तुठ्ठो लि मुब्चेतं मंच भक्खय॥
આ મારો મિત્ર મરે તે મારે જીવવું નથી. તને એકથી તૃપ્તિ થાય તે તું આને છેડી દે અને મને ખા. आरोहपरिणाहेन तुल्यस्मा वयसा उभो । नतेलाभेन जीनस्थि एतेन निमिना तुवम् ॥
લંબાઈ, પહોળાઈ, ઉંમર, બધી રીતે અમે બેય સરખા છીએ. એને સાટે મને લેવામાં તને ખોટ નથી. मं पुब्बे बन्ध पासेन पच्छा मुचा दिजाधिपम् ॥
પ્રથમ મને પાશ કરીને બાંધે ને પછી હંસરાજને છેડી દે.
રૂનું પૂમ તેલમાં જાણે ન નાખ્યું છે એમ વાઘરીનું હૃદય આ સાંભળીને પીગળ્યું, અને હંસરાજના બંધ છોડતો છેડતા તે બેन च ते तादिसा मित्ता बहुचमिध विज्जति । यथा त्वं धतरठुस्स पाणसाधारणो सखा॥ - તારા જેવા મિત્ર કોકનાજ ભાગ્યમાં હશે, જે મિત્રને દુઃખ જેવું દુઃખ ભોગવવા તત્પર હોય. यो च त्वं सखिको हेतु पाणं चजितुमिच्छसि। सो ते सहायं मुञ्चामि होतु राजा तवानुगो । कामं खिप्पमितो गन्त्वा बातिमझे विरोचथ।।
તારા મિત્રને અર્થે પ્રાણત્યાગ કરવા પણ તું તૈયાર છે, એટલે તારા મિત્રને હું છોડું છું. હંસરાજ તારી સાથે ભલે તરત જાય. ખાઓ, પીઓ ને રાજ કરે.
સુમુખે કહ્યું - एवं लुद्दक नन्दस्सुः सह सब्बेहि बातिमि । यथाहमज्ज नन्दामि मुत्तं दिस्वा दिजाधिपम् ॥
મારા રાજાને છૂટ જોઈને આજ જેમ હું આનંદિત થયો, તેમ હે વાધરી! તું તારા પરિવારસહિત આનંદ કર.
(જાતક ૨૧-૧). (તા. ૧-૭–૧૯૨૮ ના “નવજીવનમાં લેખક:-શ્રી. દેસાઈ વાલજી ગોવિંદજી)
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com