________________
શુભસંપ્રહ-ભાગ પાંચમ मरणं वा तया सद्धिं जीवितं वा तया विना । तत्थेव मरणं सेय्यो यचे जीव तया विना॥
તમારી સાથે મરવું અથવા તમારા વિના જીવવું આ બેમાંથી તમારી સાથે મરી રહેવું મને વધારે પ્રિય તથા સુખકર છે. नेस धम्मो महाराज यं तं एवं गतं जहे। या गति तुरहं सा महं रुच्चते बिहगाधिप ।।
આવી દશામાં તમારો ત્યાગ કરે એ ધર્મ નથી. હે પણિરાજ ! જે તમારી ગતિ એજ મારી ગતિ થાય એવી મારી અભિલાષા છે.
હંસરાજ:का नु पाशेन बद्धस्स गति अञआ महानसा । सा कथं चेतयानस्स मुत्तस्स तव रुच्चति ॥
હું જાળમાં પડ્યો છું, તે રંધાવા સારૂ; બીજી કયી ગતિ થાય? પણ તું તે છૂટો છે, સમજી છે, તને એવી ગતિ કેમ ગમે છે ? कं वा त्वं पस्ससे अत्थं मम तुरहं च पक्खिम । जातीनं वावसिष्ठानं उभिन्नं जीवितक्खये ॥
તું મારી સાથે કદાચિત્ મરીશ, એમાં તારા અને મારો શું અર્થ સરશે અને આપણે બેય મરીએ તેથી હંસમાત્રને શું લાભ?
સુમુખ
कथं नु पततं सेठ धम्मे अत्थं न बुज्झसि। धम्मो अपचितो सन्तो अत्थं दासेति पाणिनम्॥
મહારાજ ! ધર્મથી સ્વતંત્ર અર્થ જેવો કોઈ પદાર્થ જ નથી. ધર્મ સેવનારને અર્થ તે એની મેળે આવી મળે છે. सोहं धम्मं अपेक्वानो धम्मा चत्थं समुठ्ठितम्। भत्तिं च तयि सम्पस्सं नावकट मि जीवितम्।
ધર્મની મારે અપેક્ષા છે, અને ધર્મથીજ અર્થની ઉત્પત્તિ છે; એટલે તારા ઉપરની મારી ભક્તિને કારણે જીવ દે એ તો મારે મન તુચ્છ વાત છે. अद्धा एसो सतं धम्मो यो मित्तो मित्तमापदे । नचजे जीवितस्सापि हेतु धाममनुस्मरम्॥
જીવ બચાવવા સારૂ પણ મિત્રનો આપત્તિમાં ત્યાગ ન કરાય એ સજજનનો ધર્મ છે.
હંસરાજस्वायं धम्मो च ते चिण्णो भत्ति च विदिता मयि । कामं करस्सु मरहेतं गच्छेदानुमतो मया ॥
તે તારો ધર્મ ઠીક બજાવ્યો. મારા ઉપર તારે સ્નેહ છે તે પણ જાણે. હવે મારું એક કહ્યું કર, અને અહીંથી જા. अपि त्वेवं गते काले यं बन्धं आतिनं मया। तया तं बुद्धिसम्पन्नमस्स परम संयुतम् ।।
સંભવ છે કે જતે દિવસે, તું બુદ્ધિશાળી છે એટલે, તું મારું સ્થાન યથા.ગ્ય પૂરીશ.
આ ભવ્ય સંવાદ ચાલતો હતો ત્યાં માંદા માણસ પાસે યમરાજ આવે તેમ આ પક્ષીઓ પાસે પારધિ આવી પહોંચ્યો. જુએ છે તો એક જાળમાં પકડાયેલ છે, અને બીજો છૂટો છે અને પકડાયેલા મિત્રની ચકી કરે છે. છૂટા હંસને સંબોધીને વાઘરીએ કહ્યુંयन्नु पासेन महता बद्धो न कुरुते दिशम् । अथ कत्मा अबद्धो त्वं बली पक्ख न गच्छसि ॥
આ હંસ જાળમાં પડ્યો છે અને ભાગતો નથી એ તો જાણે ઠીક. પણ તું તો છૂટે છે, બળવાન છે, છતાં કેમ ભાગતા નથી? किं नु तायं दिजो होति मुत्तो बद्धमुपाससि। ओहाय सकुना यन्ति किमेको अवहीयसि ॥
હે પક્ષી! તને શું થાય છે કે જેથી બધા પક્ષી ભાગી છૂટયા છતાં અને છૂટો હોવા છતાં તું ભાગ્ય નથી? અને આ પકડાયેલ પક્ષી પાસે એકલો બેઠે છે ?
સુમુખે ઉત્તર વાળ્ય:राजा मे सो दिजामित्र सखा पाणसमो च मे । नेवनं विजहिस्सामि याव कालस्य पर्ययम्॥
હે પક્ષિશત્રુ! આ મારો રાજા છે અને પ્રાણસમાન પ્રિય સખા છે. એને હું મરણપર્યંત છોડવાને નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com