________________
૨૬o
શુભસંગ્રહ-ભાગ પાંચમો
જતીને મરવાની વાત પહેલેથી જાણી લીધી હતી, એટલે એના શબને કેવા સંસ્કાર કરવામાં આવે એની વાત પણ એણે જણાવી દીધી છે. હું બંગાળી કરતાં, હિંદી હોવાનું પસંદ કરું છું, માટે મને હિંદી તરીકે બાળજે બંગાળી રીતે નહિ, જે એણે પિતાને વિષે કશું મમત્વ દેખાડયું હોય તે આજ વેળા. શરીરને વિચાર એણે કર્યો હોય તે આત્મા ઉડી ગયા પછીના શરીરનો, એને પ્રાણ તે એણે સ્વાતંત્ર્યને અર્પણ કર્યો હતો.
લાહોરની જેલમાં જ્યારે એનો જવર ઉતર્યો નહિ, જ્યારે એની નાડી મંદ પડતી ગઈ, જ્યારે એની જીભ બોલતી બંધ થતી લાગી; ત્યારે સરકારે નીમેલી જેલકમિટએ જણાવ્યું કે આને છોડી દે. એના ઉપરનો ગુન્હો સાબીત થયો ન હતો. એ ગુન્હેગાર છે કે નહિ તે કઈ કહી શકે તેમ નથી. એક નિર્દોષ જુવાન હિંદીને ભૂખે રીબાવી માર્યાનું તહેમી સરકાર પોતાને કપાળે ન ચટાડે તો તેમાં સરકારની શોભા હતી, પણ વિપરીત થઈ ગયેલી બુદ્ધિ વિવેક ભૂલી જાય છે, ન્યાય જોઈ શકતી નથી, ફરિયાદ સાંભળી શકતી નથી. તેમ જતીન ત્યાંજ રહ્યો. એણે જામીન ઉપર છૂટવાની ના પાડી. એમાં તો સ્વમાનનો નાશ થતો હતો. એમાં તે સિદ્ધાંતને તિરસ્કાર સ્પષ્ટ થતો હતો. જતીન જીંદગી માગતો ન હતો, એ તો સિદ્ધાંતનેજ આ યહી હતે.
હિંદુસ્તાનમાં ભૂખે મરતા માણસની સંખ્યા ઘણી છે, પણ આવી રીતે મરણને ન્હોતરૂં આપી જીદગી કુરબાન કરનારા વીરલા પણ થોડા નથી. નિર્દોષ, જુવાન, તપસ્વી જુવાનેનાં લેાહી ઈટાશે ત્યારેજ સ્વરાજ્યની મહાન સિદ્ધિ પ્રાપ્ત થશે, જતીનના જેવી તૈયારી હજારોની છે. “વિકાસ”માંથી)
१०२-पाटण- आयुर्वेद विद्यालय
ગુજરાત અને કચ્છ-કાઠિયાવાડમાં આયુર્વેદના ઉચ્ચ શિક્ષણ માટે પાટણની શેઠ ઉજમશી પીતાંબર આયુર્વેદ મહાવિદ્યાલય જાણીતી સંસ્થા છે. હિંદમાં આયુર્વેદની પડતી થઈ હોય અને હજુ પણ તેના વિકાસમાં નડતર થતી હોય તો તેના અનેક કારણોમાં રાજ્યાશ્રયની ખામી એ મુખ્ય કારણ છે, તેમાં કંઇક શક નથી. હિંદનાં મોટાં દેશી રાજ્યો પણ આયુર્વેદના પુનરૂદ્ધાર માટે ઘણું જ કરે છે, જો કે તેમાં અપવાદ માત્ર માસોર અને વડોદરા રાજ્ય છે. શ્રી. મહારાજા સાહેબે આયુર્વેદના પ્રચાર માટે તેને શાસ્ત્રીય અને સુધરેલી પદ્ધતિએ શિક્ષણપ્રબંધ કરવાની આવશ્યકતા જોઈ પાટણના સ્વ. શેઠ ઉજમશીભાઈએ રૂ. ૧ લાખની સખાવત આપતાં તેટલી જ રકમ આપી. એ સંસ્થા સરકારે ચલાવવાનું માથે લીધું છે અને તે સંસ્થામાંથી દર વષે પાંચ-સાત વિદ્યાર્થીઓ જે ચોથા વર્ષની ઉત્તમ કક્ષામાંથી પસાર થઈ નિષ્ણાત લાયક વૈવાતરીકે બહાર પડે તેમને રાજ્ય તરફથી યોગ્ય ઉત્તેજન પણ આપવામાં આવે છે. તે માટે શ્રી. સરકારનો ગુજરાતી સમગ્ર આ દપ્રેમી પ્રજાએ આભાર માન ઘટે છે. આ સંસ્થા સારા નિણાત શિક્ષકો અને બોર્ડની દેખરેખ નીચે ચાલતી હોઈ તે ગુજરાતમાં સારી પ્રસિદ્ધિ પામી લોકપ્રિય થતી જાય છે, એ ખુશી થવા જેવું છે; પરંતુ આવી ઉપયોગી સંસ્થાનો જેટલા ઉભાહથી લાભ લેવો જોઈએ તેટલો લેવામાં આવતું નથી એ તેના પરિણામ ઉપરથી જોઈ શકાશે. ચાલુ વર્ષની પરીક્ષામાં ચોથા વર્ષ માં છે વિદ્યાથીઓ, ત્રીજા વર્ષમાં છે, બીજામાં પણ છે અને પહેલા વર્ષમાં માત્ર ૪ પાસ થયા છે. આ પરિણામ જોતાં સામાન્ય રીતે હજુ ચાર-પાંચ વર્ષ સુધી દર વર્ષે પાંચ કે છથી વધારે વર તૈયાર થઈ નીકળે એમ લાગતું નથી. તો આવી મોટી અને ઉપયોગી સંસ્થાનો આ રાજ્યનાજ નહિ, પરંતુ સમગ્ર ગુજરાતના વેદોએ તેમજ એ ધંધામાં હિત ધરાવનારાઓએ વધારે લાભ લઈ આત્મહિત સાથે આયુર્વેદનો પુનરુદ્ધાર કરવાના શ્રી. સરકારના અને સ્વ. શેઠ ઉજમશીના હેતુઓને સફળ કરવા જાહેર વિનતિ કરીએ છીએ.
(તા. ૧૩-૬-૨૯ ને “સયાજીવિજય'માંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com