________________
૨૬૬
શુભસંગ્રહ-ભાગ પાંચમા
ટુકડા ખાને તેમની બુદ્ધિ એવી તેા ખહેર મારી ગઇ છે, કે તેમને એવું ઉચ્છિષ્ટ ન ખાવાનું સમજાવીએ તેાપણુ તે સમજી શકતા નથી. આપણેજ તેમને એવા ખારાક આપતા બધ થઇશું ત્યારેજ તે રીત નાબુદ થશે. પાણીની પણ એ વર્ગને બહુ હાડમારી વેઠવી પડે છે. પશુપક્ષીઆને પીવાને માટે સ્વચ્છ પાણી મળે છે, પણ બિચારા આપણા અંત્યજ ભા એતે તેને માટે ફાંફાં મારવાં પડે છે. સમાજના ત્રણ વ એકજ કૂવામાંથી પાણી ભરી શકે છે તે ચેાથે વ પણ શામાટે ન ભરી શકે ? એક મનુષ્યને સ્વચ્છ પાણી મેળવતાં પણ અટકાવવા એ નિર્દયતાની નિશાની નહિ તે ખીજું શું? તે અંત્યજ વતે આપણે હિંદુ માનતા હાઇએ તા જ્યાંથી ખીજા હિંદું પાણી લઈ શકે ત્યાંથી તેમને પણ લેવાની છૂટ હોવી જોઇએ. એ સેાએ સા ટકા ન્યાય છે, પણ આપણે ન્યાય તે જોવા છેજ કયાં ? આપણા કૂવામાંથી કે મુસલમાન કે ખ્રિસ્તી પાણી ભરે તે વાંધે આવતા નથી, પણ અંત્યજ મનાતા એક હિંદુ ભરે ત્યારેજ વાંધા આવે છે! ભાઇજ ભાઇની તરફ ઘૃણાની દૃષ્ટિએ જુએ અને તેનેા તિરસ્કાર કરે ત્યાં બીજા કાને દેોષ દેવા ?
આ લેાકા ખ્રિસ્તી શા કારણથી થાય છે? તેના વિચાર કરવા જેવા છે. ખ્રિસ્તી ધર્મના તત્ત્વજ્ઞાનથી આકર્ષાઇને તેએ ખ્રિસ્તી થતા નથી એ તે। દીવા જેવું સ્પષ્ટ છે. એ બિચારા દલિત જને કેવળ મનુષ્યતરીકેના પ્રાથમિક હક્ક મેળવવાને માટેજ પરધર્મ અને પરસમાજનેા આશ્રય શોધે છે. હજી પણ જે આપણી સાન ઠેકાણે આવતી હોય તે તેમને આ હક આપવામાં જરા પણ વિલંબ કરવાની જરૂર નથી. જેટલા વહેલા આપીશું તેટલે આપણતેજ લાભ છે. હવા જેવી વિનામૂલ્યે મળતી અમૂલ્ય વસ્તુ પણ તેમને કેવી મળે છે ! ગામને એક છેડે ખાતરના ઉકરડા હાય તેની પાસે તે લેાકાને ક્રૂરજીઆત રહેવુ પડે છે, તેથી જન્મે ત્યારથીજ દુર્ગ ંધ અને અસ્વચ્છતા તેમના કપાળમાં ચાંટેલી હેાય છે. ખીજું ન બની શકે તે તેમનાં ઘરની પાસે ઉકરડા નાખવાનું તે પહેલામાં પહેલી તકે બંધ થવું જોઇએ. એ પણ આપણા જેવા મનુષ્યા છે અને તેમને પણ સારી હવા અને સુગધ ગમે છે. હવે તેમના સામાજિક હક્ક વિષે કંઇક વિચારીએ.
જેમ બીજા મનુષ્યા પેાતાની ઇચ્છા મુજબ ગમે ત્યાં વિચરી શકે છે અને જાહેર સંસ્થાઆના લાભ લઇ શકે છે, તેમ કરવાના અંત્યજ વર્ગોને પણ અધિકાર હવા જોઇએ. માનસિક વિકાસ સાધવાને માટે શાળાપાઠશાળાનાં કાર તેમને માટે પણ ખુલ્લાં હોવાં જોઇએ. સુખશાંતિનાં સાધને અને વાહને પણ તેમને આપણી માફકજ વાપરવા દેવાં જોઇએ. આ બધા એમના નૈસગિક અને જન્મસિદ્ધ હક્ક છે, અને તે આપવામાંજ આપણા સમાજનું ધ્યેય છે. નહિ આપીએ તે પરસમાજ તેમને ગળી જશે અને આપણે અપંગ થઇશુ. તેમને આ સ્વાભાવિક હક્ક મળ્યા પછી તેમની આત્મજ્ઞાનતૃષા પણ જાગવાની અને તે છીપાવવાને માટે આર્યસંસ્કૃતિ અને વૈદિક ધર્માંનુ પાન પણ તેમને કરાવવુ પડશે. વૈદિક ધર્મની દીક્ષા મળ્યા પછી એ લેાકેામાં નવજીવનને સંચાર થશે અને અલ્પકાળમાં તેમના ઉદ્ધાર થશે. ખ્રિસ્તી પ્રચારકાની પેઠે આયસમાજના ઉપદેશાએ એ વમાં પ્રવેશ કરવાની ઘડી હવે આવી પહોંચી છે. એ તરફ આપણે હવે ઝાઝા વખત ઉદાસીન રહીશું તે 'દુસમાજના પગ ભાગી જશે એ નક્કી સમજવુ.
આપણે આપણા નાના ભાઇને તેમના કુદરતી હકકા આપીશું તેની સાથેજ તેમનામાં અવનવે સુધારે થશે. તેમને માથે અસ્પૃશ્યતાના આરેપ છે, તે તે જોતજોતામાં અદૃશ્ય થઈ જશે. હમેશાં વહેતું જળજ નિર્મળ રહે છે, તેમ સમાજમાં છૂટથી કરનાર વ્યક્તિજ સ્વચ્છ રહી શકે છે. એક ટ્રેડની સ્ત્રી જ્યારે ખ્રિસ્તી થઇ પેાતાના જન્મસિદ્ધ હક્ક પ્રાપ્ત કરે છે ત્યારે તે કેટલી સુઘડ રહે છે ! આપણા સમાજમાં તેમને હળવામળવા દઇએ તા તે તેવાંજ સુધડ અને એ નિઃસ'શય છે. પ્રભુ હિંદુસમાજને તેનાં દલિત ભાઇબહેના પ્રત્યે અમીદ્રષ્ટિથી જોવાની સન્મતિ પ્રેરે ! (તા. ૨૯–૭–૨૯ ના “આર્યપ્રકાશ”માં લેઃ–મહીજીભાઇ કાળિદાસ પટેલ.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com