________________
૫૮
શુભસંગ્રહ-ભાગ પાંચમ તેજ અમલદારને પાછી મેંપવી અને તેની શરમનું તેને ભાન કરાવવું, એવું એ બધાએ નક્કી કર્યું. જતીનના મિત્રને લાગતું કે એને મોટી મોટી વાતો કરવાની ટેવ પડી ગઈ છે, માટે તેને જ કસી જે. જતીનને વાત કરી, તે તૈયારજ હતે. સોટી લઈને મી. કીડ પાસે તે ઉપડી ગયો. આ હુમલો કરનાર મી. કીડ છે એમ સૌએ નકકી કર્યું હતું. “એલીસિયમ રોડમાં આવેલી મી. કીડની ઑફીસમાં જતીન ગયો ને જણાવ્યું કે, તમારા મુબારક હાથમાંથી ઝુંટવી લેવામાં આવેલી આ સોટી પાછી વાળવા હું આવ્યો છું. મી. કીડે મુલાકાત તો ન આપી, પણ આટલી મહેનત લેવા માટે આભાર તો માન્યો. તે પછી પરદેશી કાપડ ઉપર પીકેટીંગ શરૂ થયું. જતીન તે લાગલેજ ઝપટાયા, તેના ઉપર કામ ચાલ્યું ને ગુન્હેગાર ઠર્યો અને એને ૬ માસની જેલ ઠકવામાં આવી. હુગલીની જેલમાં તેને પહેલી વાર સરકારની મહેમાનગીરી ચાખવા મળી. ત્યાંથી છૂટયો એટલે વળી પિતાને લાગી આવ્યું તેથી પુત્રને ઘેર લઈ ગયા અને કૅલેજમાં દાખલ કરાવ્યો. જતીન યુનિવર્સિટી “કાર”માં જોડાયો, ઇન્ટર પાસ કરી અને બંગવાસી કલેજમાં બી. એ.ના વર્ગમાં દાખલ થયો.
પણ પઢાવ્યું પઢે એવું પંખી એ ન હતો. એને તે સ્વતંત્રતા માટે તનમનાટ થતો હતો. એને લાગ્યું હતું કે, દેશની આ સ્થિતિમાં કોલેજમાંથી સાહિત્ય કે ઈતિહાસ, ગણિત કે વિજ્ઞાન નહિ શીખીએ તો દેશને કશું ભારે નુકસાન જવાનું નથી; એટલે તે અભ્યાસ કરતો હતો છતાં તેની ચળવળે તે ચાલુજ હતી. દક્ષિણ કલકત્તા જીલ્લાની કેંગ્રેસ કમિટિને એ સહાયક મંત્રી હતો, અને બંગાળ કોંગ્રેસ સમિતિને એ સભ્ય હતો. ૧૯૨૫ ના નવેમ્બર માસની ૨૪ મી તારીખે તે ફરી પકડાયો. બંગાળામાં ચાલી રહેલી ઉગ્ર ચળવળને દાબી દેવાને સરકારે ખાસ કાયદો રચ્યો હતો, તેમાં જતીનને સપડાવ્યો. ત્યારથી તે ૧૯૨૮ ના ઑકટોબર સુધી જતીન અનેક જેલમાં રખો .
પહેલાં તો એને પ્રેસીડેન્સી જેલમાં રાખ્યો. ત્યાંથી મિદનાપુર મોકલ્યો. અસહ્ય તાપથી ત્યાં તે એક દિવસ બેભાન બની જતાં મમનસિંગની જેલમાં એની ફેરબદલી કરી. ત્યાં વળી નો કિસ્સો ઉભો થયો. લેફટનન્ટ કર્નલ ઓ'બ્રાયન પિતાને પાકી વયના એટલે સૌના પિતા માનતા હતા. એટલે પોતાની સમક્ષ-પિતાની સામે-જતીન જેવું છેકરૂં બેસી રહેવાની અસભ્યતા કે ગુન્હો કરે એ તેમનાથી ખમી ન શકાયું. જતીનને ઉભા થવા ફરમાવ્યું. જતીનને લાગ્યું કે, આ ગારા મારું અપમાન કરવા માગે છે. એણે દાંત પીસીને જવાબ દીધો કે “આવી જા બચા આ‘કોને ! ખોપરી ફોડી નાખીશ.” એટલે તે પાછો કેસ ચાલ્યો. જતીને આમ કહી એબ્રાયન ઉપર હુમલો કર્યો ! આવી તરકટી રીતિથી કંટાળી જઈને ઉપવાસ આદર્યા. ૨૦ દિવસ સુધી એણે લંબાવ્યું. તરત તપાસ શરૂ થઇ. સરકારે ધ્યાન પહોંચાડયું. એબ્રાયને જણાવ્યું કે, હું મારી જાતને જતીનના પિતાતરીકે માનતો હતો; કારણ કે મારી ઉંમર પાકી થઈ છે. ભૂલની માફી માગું છું. પછી જતીને પણ યોગ્ય ખુલાસો કર્યો. આમ સમાધાન થઈ ગયું. હજુ સુધી તો ત્રણ-ચાર જેલ જતીને જોઈ હતી, પણ એને નસીબે બંગાળની બધી જેલનો અનુભવ લેવાનો હતે. મીઆનવાળી જેલમાં એને ધકેલવામાં આવ્યા. ત્યાં તે દેશભક્તિની કચેરીજ કરવામાં આવતી અને જમીન ઉપર પણ ત્યાં ખૂબ વીત્યું. લાંબો કાળ ત્યાં રાખીને વળી પાછા એને ઢાકાની જેલમાં મોકલે. ત્યાંથી ચિતગાંવની જેલમાં મોકલવામાં આવ્યો. આખરે ૧૯૨૮ ના કટોબરમાં એ છો. એની તંદુરસ્તી બગડી ગઈ હતી. એના મગજ ઉપર એની જેલયાત્રા દરમિયાન ગુજરેલા ત્રાસથી પબ માઠી અસર ઉપજી હતી. એની સ્મરણશક્તિ શિથિલ બની ગઈ. એની આંખોનું નર ઘટયું. હવે પહેલાં જેટલું સ્પષ્ટ એ જોઈ શકતો નહિ. જેલમાંથી બહાર નીકળ્યા પછી એની પ્રિય બહેન ગુજરી ગયાના સમાચાર એને મળ્યા. માવિનાના જતીનને એ બહેનથી ઘણો દિલાસો હતે. નમાયી બહેનને જતીન ઉપર ખૂબ ભાવ હતો. જતીન વિચારતે કે, હું ઘેર હોત તો બહેન બચી જાત. છેલી મહાસભા વખતે સ્વયંસેવકોની જે જંગી ફેજ ઉભી કરવામાં આવી હતી તેમાં એની ઘણી
જહેમત હતી. સુભાષ બાબુના હાથ નીચે એને અધિકારી નીમ્યો હતો, જ્યાં તેણે સુંદર સેવા • બજાવી હતી. એના અધિકારની રૂએ એ ધારત તો ગ્રેસમાં જઈ ધુરંધર નેતાઓનાં ભાષણના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com