________________
મૃત્યુ મરી ગયું રે લોલ!
૨૫૯ સ્વાદ ચાખી શકત, પણ એ સૈનિક હતો ને પિતાની ફરજનું તેને તીવ્ર ભાન હતું. એણે આખા સમારંભમાં પોતાની જાતને ઘસી નાખી. એટલી જવાબદારી, એટલી મહેનત, એટલી કર્તવ્યપરાયણતા જતીનમાં ઉભરાતી હતી.
તે જેલોના પ્રવાસમાંથી રખડીને છૂટયો કે તરતજ ફરી પાછો કૅલેજમાં દાખલ થયા અને રાજકારણને લગતાં પુસ્તકોનો બહોળા અભ્યાસ કરવામાં એ રોકાયે. સ્વતંત્રતા માટે મથતા બીજા દેશના ઈતિહાસ તપાસવામાં એણે ચિત્ત લગાવ્યું. દક્ષિણ કલકત્તાની રાષ્ટ્રીય શાળામાં એ કવાયત શીખવવા જતે. છ મહિના સુધી તેણે એ કાર્ય ઉઠાવ્યું, છતાં એની સેવાના બદલામાં એણે પાઈ સરખી પણ માગી નથી. એને નાણાંની જરૂર ન હતી એવું તો હતું જ નહિ. એ તો વખાને માર્યો બધે ફરતો હતો. એને ભૂખ્યા પણ ઉંઘી જવું પડતું હતું, છતાં એ ફરી પાછો પકડાયો ત્યાંસુધી કવાયત શીખવવાના સતત કામમાંથી પાછો હઠયો નથી. અનેક સંસ્થાઓ સાથે એને સંબંધ હતો અને એ સંબંધને ઉપયોગ શ કરવો તે પણ તેણે નકકી કરી નાખ્યું હતું. દક્ષિણ કલકત્તામાં સ્વયંસેવકની ચળવળ કેમ કરીને જેલમાં ફેલાય એજ એનું ધ્યેય થઇ પડયું હતું.
જતીનને નિર્દોષ બાળકે બહુ પ્રિય હતાં. સ્ત્રીઓ તરફ પણ કાંઈ કટ્ટર વિરેાધ ન હતો, છતાં એ પરણવાની તે નજ પાડતો. એક વાર તેનાજ જેવો સહન કરી કરીને કસાયેલો મિત્ર પરણવા બેઠે, ત્યારે એને તેના આવા વર્તન તરફ ખૂબ આશ્ચર્ય ને ખેદ ઉપજ્યા. એ લમસમારંભમાં તે ગયો પણ તે શિષ્ટાચારને ખાતર.
દેશ માટે કાર્ય કરનારાઓ જે ગૃહસ્થાશ્રમ માંડી બેસી જાય તે જેટલી નીડરતાથી તેઓ એકલા રહીને મોરચો માંડી શકે તેટલી હિંમતથી કોઈપણ જોખમવાળાં કાર્ય તેઓ હાથમાં નજ લઈ શકે, એમ જતીન ખાત્રીથી માનતો. એની જુવાનીને ઉપગ એને સ્વતંત્રતા ખાતરજ કરવો હતો. તેના ઉત્સાહને એણે લગ્ન કરી છોડી દીધો નહિ, પણ દેશની આઝાદીની જે લગની લાગી હતી તે તરફજ તેની મીટ માંડેલી રહી અને લગ્નની વાત તેણે કદી કાન ઉપર ધરીજ નહિ.
ગરીબાઈથી કે ભૂખથી એ મુંઝાતો ન હતો. એ કદી યાચના કરવા જેવી દીન મુખમુદ્રા કરી ફરતો નહિ. એવી રીતે ગમગીન ને દીન બનીને ફરતા લેકેને જોઈને એને મનમાં ખૂબ લાગી આવતું. કેટલીક વાર તો ચીઢાઈ પણ જતા. સ્વતંત્રતા માટે ભય હોવાને એને વિચારજ નથી આવ્યો. એ ૨૫ વર્ષને જુવાન એકજ વિચાર કરતે, એકજ વર્તન રાખતોસ્વતંત્રતા અર્થે જીદગી ફના કરવી, હસતે મુખે જુના જોગ થવાની તૈયારી રાખવી.
પિતાના પક્ષ માટે એ થાય એટલું બધું કરવા ચૂકતો નહિ. બંગાળાની પ્રાંતિક કોંગ્રેસ કમિટિની ચુંટણીમાં એણે મતપત્ર અદ્ધર ગુમ કરેલાં. બંગાળાની ધારાસભામાં એક સ્વરાછસ્ટ સભ્યને મદદ કરવા પોતાના પિતાના ખિસ્સામાંથી ચૂંટણીને લગતા ખાનગી પત્રે એ ઉઠાવી ગયેલું. ઈશ્વરથી દરેક બાબતમાં ડરી ડરીને ચાલવાનું એ ભૂલી ગયો હતો. દેવી શક્તિમાં એને વિશ્વાસ હતો, પણ વારંવાર વેદિયા તારની જેમ “આમ કેમ બને, આમ તો કરી જ ન શકાય” એવું એ કદી માનતા નહિ. દેશની ખાતર એક પણ તક જતી કરવી એ એને મન એખે દેશદ્રોહ હતા. રાજકીય વિચારેમાં જે સગાંઓ એનાથી વિરુદ્ધ વિચાર ધરાવતાં હોય તેમનાં આમંત્રણ સ્વીકારવાં એ એનાથી બની શકતું ન હતું. ન્યાતમાં, સમાજમાં, શિક્ષણમાં-બધે એકજ વાત, એકજ પદ્ધતિ, એકજ ચિંતન.
સૈનિકતરીકેની જીંદગી માટે એને ખૂબ લાલસા હતી. વીરનું મૃત્યુ પામવાની એને માટી ઉમેદ હતી. હૃદયમાં એ માયાળુ અને આદ્ર હોવા છતાં એ ખૂબ સખ્ત મુખમુદ્રા રાખતો. કઈ દિવસ રડયો હોય એવું બન્યું જ નથી. નિર્બળતા રાખવા જેટલી મૂર્ખાઈ તો એ કરતો જ નહિ. એને જયારે ખાત્રી થઈ કે મારી ઘડીઓ ગણાય છે ત્યારે તેણે કહેવડાવ્યું કે, મારી સાયકલ કાઈને ન આપશે. કોંગ્રેસના કામને માટે તે તૂટી જાય ત્યાં સુધી એનો ઉપયોગ કરજે. મારા પિતાને કહેજે કે, જગન્નાથપુરીમાં જઈ એમની જીંદગી પૂરી કરે, અને એટલે એણે પિતાના સાથીઓને સંભાર્યા છે. દેવેન્દ્ર બોઝ અને વિભૂતિ ચેટરજી જેવા વયેવૃદ્ધ કેંગ્રેસના કાર્યકર્તાઓ માટે તેણે સુભાષ બોઝને કાંઈ જોગવાઈ કરવા વિનતિ કરી. એ બન્ને જણ માટે જતીનને બહુ માન હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com