________________
^
^^^^^^^^^^^^^
^^^^^^^^^^^^^^^^^^^^^^ ૧
મુક્તિમાર્ગના મહાજને
૨૩૯ સેનાને સખ્ત હાર ખાવી પડી અને રણક્ષેત્રમાંથી પલાયન કરી ગઈ. ઝારનો ભય અને શંકા વાસ્તવિક હતાં. પિતાના સૈન્યનો પરાભવ થયો જાણી ઝારના ગુસ્સાનો પાર રહ્યો નહિ. તે છેડાયેલા સાપની માફ ક ડુંફાડા નાખવા લાગ્યો. આણી તરફ સ્ટેન્કાએ ઉત્સાહમાં આવી પિતાનાં કાફલાને કાસ્પિયન સમુદ્રમાં છોડી મૂકે. પોતાના કાફલાની મદદથી દરબંદથી બાકુ સુધીને પ્રદેશ તેણે સર કર્યો. આ કહેવાતા વિદ્રોહી વીરનો ઇરાનને ભય લાગ્યો. ઈ. સ. ૧૬૬૯ માં ઈરાનની સરકારે એક નાનું નૌકાસૈન્ય મોકલ્યું. બને ન્યને મુકાબલો થતાંની વાર ઇરાની કાફલાને પલાયમાન થવું પડયું. સમુદ્ર પર પોતાની વિજયપતાકા ફરફરાવતે સ્ટેન્કા કેટલાક સમય પછી પાછો અસ્ત્રાપાનમાં આવ્યો.
આ પ્રમાણે રૂશિયાની દક્ષિણ અને પૂર્વ તરફનો પ્રદેશ સ્ટેન્કા પિતાના સૈન્યને લઈ ડોનકઝાક પ્રદેશ ભણી વળ્યો. અહીં તેને બીજા કઝાક વીર સાથે મેળાપ થશે. આ નરવીરનું નામ વાસ્કલ હતું. રૂશિયાના મધ્યભાગમાં આ વારે પણ ભારે વિજય મેળવ્યો હતો. તુલા અને વોરેનેજ પ્રાંતમાં એણે લૂંટફાટ કરી હતી. આ બંને વીરના જોડાણથી સ્ટેન્કાની શક્તિ અને સામર્થ્ય વધ્યાં. આ અવસરે સ્ટેન્કાને બે વખત ઝારશાહી સેના સાથે યુદ્ધ કરવું પડયું અને બંને વખતે ફતેહ મળી. જ્યારે સ્ટેન્કા આમ આગળ વધતા જતા હતા ત્યારે અસ્ત્રોખાનના હાકેમ પ્રોજેરોવસ્કી અલ્ઝાખાનની કિલ્લેબંદી કરવા લાગ્યો હતો. આ કાર્યમાં સહાયતાને માટે બે અંગ્રેજ ઑફિસરે અને કેટલાક આયરિશ ઑફિસરોને તેણે તેડયા હતા. કિલ્લેબંદી સારી રીતે કરાવવામાં આવી, નબળા ભાગને મરામત કરી દઢ બનાવ્યા, અસ્ત્રશસ્ત્ર છૂટથી વહેંચાયાં અને સુસજિત થઈને આક્રમણ કરવા માટે એક લડાયક જહાજ પણ તૈયાર કરાવવામાં આવ્યું.
આગળ વધતાં સૈકાને કાને પણ એ તૈયારીના સમાચાર આવ્યા. તેણે આગળ કૂચ કરવાનું મોકૂફ રાખ્યું અને અસ્ત્રાપાનના ગવર્નરને પિતાના હાથને સપાટો દેખાડવાનો નિશ્ચય કર્યો. સૈનિકો પણ હર્ષથી ત્યાં જવા અધીરા બની ગયા. ઈ. સ. ૧૬૭૦ના જૂન માસમાં સ્ટેન્કોની સેના અન્નાખાન તરફ વળી. હાકેમને સ્વપ્ન પણ ખ્યાલ ન હતો કે એટલી જલદીથી સૈકા આવી પહોંચશે, એથી સ્ટેકાના આવાગમનના સમાચાર મળતાંજ ગવર્નરનાં તો મોતિયાં મરી ગયાં, સૈન્યમાં ખળભળાટ થઈ રહે. ગમે તેમ પણ આ વખતે ગવર્નરે સારી તૈયારી કરી હતી; એટલે સ્ટેન્કાની સામે થવામાં એક પ્રકારની હિંમત હતી, પણ જ્યાં સ્ટેન્કોના સૈન્ય આક્રમણ. કર્યું કે તેની બધીયે તૈયારી ધૂળમાં મળી ગઈ. એ કિલો સ્ટેન્કાના કબજામાં આવ્યો. પ્રોજેરવસ્કી અને તેનો કુમાર યુદ્ધમાં મરણ પામ્યા.
અસ્ત્રાખાન પર બીજી વાર વિજય મેળવી ઐન્કાએ ત્યાં પ્રજાતંત્રનાં બી રોપ્યાં. પ્રજાતંત્રની ઘોષણા કરતાં તેણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, પ્રજાના હક્કની રક્ષા કરવામાં પ્રથમ ધ્યાન આપવામાં
સર્વ કાયે લોકેાના હાથમાં રહેશે. નાના મોટા અધિકારીઓની ચૂંટણી પ્રજાજનોજ કરશે અને તેમને પદયુત કરવાને અધિકાર પણ તેમના હાથમાં રહેશે. નાનામાં નાનું કાર્ય સાધારણ જનસભાની સંમતિ વિના કરવામાં નહિ આવે. પ્રજાજનોની જે સભાને આ અધિકાર હતા તેનું નામ “ખાસ” હતું. ઘણું નાગરિકે એ સભાના સભ્યો હતા અને ચુંટણીનું કાર્ય તેમના હાથમાં હતું. આ સભાની વિશિષ્ટતા એ હતી કે, કોઈ પણ નાગરિક એ સભાને સભ્ય થઈ શકતો હતો અને પ્રત્યેક સભાસદને મત આપવાનો અધિકાર રહેતો.
અલ્ઝાખાનની યોગ્ય વ્યવસ્થા કર્યા પછી સ્ટેન્કાએ પિતાનું લક્ષ્ય મો&ા ભણું ફેરવ્યું. વાટમાં તેણે તમારા અને સારાટોફ જેવાં નગરો હરતગત કર્યા. કાને સિતારો હમણું બુલંદ હતો; તે મધ્યાકાશમાં ચમકતો હતો. જે કાર્યમાં તે હાથ નાખતો હતો તેમાં તેની પાસે સીધે પડતો હતો. તે નિડરતાથી અવ્યાહત ગતિપૂર્વક આગળ વધતો હતો, પણ માર્ગમાં કંઈ અવરોધ આવવાથી તેને અટકવું પડયું..
સ્ટેન્કાની હિલચાલ પર ઝારનાં માણસો બારીક નજર રાખતાં હતાં. પ્રિન્સ બેરિયાટિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com