________________
૨૪૪
શુભમ ગ્રહ-ભાગ પાં
ઉપવાસ કરી (હમેશાંના ભેાજનથી પણ વધુ પ્રમાણમાં-મિષ્ટાન્ન સરખાં) ફળાહાર કરે છે. તેવાં ઉપેાષણ ઉક્ત ગૃહસ્થે કર્યાં નહેાતાં, પણ ૮ દિવસ સુધી તે તેણે દૂધ પણ પીધું નહિ. આ ખાખતના પેાતાને અનુભવ તે નીચે પ્રમાણે લખે છે.
માર્ ઉપવાસ પછી દૂધ અને ફૂલના આહાર
“પહેલે દિવસે મને ધણી ભૂખ લાગી. અગ્નિમાંદ્યને જેને વિકાર હાય છે તેને આવી ભૂખ લાગવાથી ખા ખા કરવાની મરજી થાય છે. બીજે દિવસે સવારે મને થોડીક ભૂખ લાગી; પણ ત્રીજે દિવસે એવા ચમત્કાર થયા કે ખીલકુલ ભૂખ લાગી નહિ અને અન્ય ખાવાની અભિલાષા પણ રહી નહિ. લ`ધનની શરૂઆત કરવા પહેલાં બે ત્રણ અઠવાડિયાં થયાં મારી ગરદન એકસરખી દુ:ખતી હતી. ઉપેાષણને પહેલે દિવસે હંમેશ પ્રમાણે ડેાક દુખી, પણ પછી કદી પણ દુખી નિહ. ખીજે દિવસે મને થાડી અશક્તિ જણાઇ અને ઉઠયા ત્યારે ચક્કર આવ્યાં. તે દિવસ મેં વાંચવામાં વીતાવ્યેા. ત્રીજા અને ચેાથા દિવસે પણ તેજ ક્રમ રાખ્યા. તે વખતે મારાં બધાં ગાત્ર ગ્લાનિયુક્ત થઇ ગયાં હતાં, પણ મારૂં મન અત્યંત શુદ્ધ-પ્રસન્ન થયું હતું. પાંચમે દિવસ વીત્યા પછી મને પાછી શક્તિ આવી હેાય તેવું જણાયું. કટલેાક વખત આંટા માર્યાં અને પછી લખવાની શરૂઆત કરી. વિશેષ ચમત્કાર ! એ હતા કે, મારા પેટમાં ખીલકુલ અન્ન નહિ છતાં એટલું વાંચવાને અને લખવાના ઉત્સાહ કાણુ જાણે ક્યાંથી આવી ગયા! એટલુ' લખવું વાંચવું મારાથી ઘણાં વર્ષ થયાં ખની શક્યું નહેાતું. ઉપેાષણના પહેલા ચાર દિવસમાં મારૂં વજન ૧૫ પૌંડ ઓછું થયું. એટલુ' વજન ઓછું થવાનુ કારણ મારા શરીરમાંના વિકારા હતા, એમ મને જણાયું. ત્યાર પછીના ૮ દિવસમાં બીજા ૨ પૌડ વજન એછું થયું. એટલા દિવસમાં મને નિદ્રા સારી આવી. દરેક દિવસે ૬ કલાક ગયા પછી મને ક્ષણુતા જણાતી; પણ ઠંડા પાણીથી સ્નાન કરી શરીર સાફ કરવાથી કરી હુશિયારી આવી જતી. છેવટે દિવસે દિવસે ચાલતાં વધુ થાક જણાતા. મતે બિછાનાપર પડયું રહેવું ઠીક નહિ લાગવાથી ૧૨ વિસ ગયા પછી મેં ઉપત્રણ બંધ કર્યું. તેરમે દિવસે મેં થાડા નારંગીનો રસ લીધે, તે સિવાય કાંઇ ખાધું નહિ. પછીના બે દિવસ ખાર ખાર નાર’ગીના રસ ઉપર રહ્યો અને પછી દૂધ પીવા લાગ્યા. પહેલે દિવસે કૈંક કલાકે ક્રેક પ્યાલે! દૂધ પીધું, ખીજે દિવસે પાણા પાણા કલાકે કેક પ્યાલે! દૂધ પીધું અને પછીથી અર્ધો અર્ધા કલાકને આંતરે એક પ્યાલે! દૂધ પીવા માંડયું. એટલે હમેશાં ચાર શેર (૮ વાટ) દૂધ પીવા લાગ્યા. એટલું દૂધ પચતું નહેતું, પણ તેને ઉપયાગ ઝાડા થઈ કાઢા સાફ થવામાં થયે; તેથી કરી દરેક અવયવને અન્નરસ પહોંચવાથી હળવે હળવે શક્તિ આવવા લાગી. એવા ખારાકથી એક દિવસમાં મારું વજન સાડાચાર પૌડ વધ્યું અને ૨૪ દિવસમાં ૩૨ પૌડ વજન વધ્યું. શરીરમાં સ્ફૂર્તિ
નકરા દૂધ ઉપર રહેવાથી મારા મનમાં અત્યંત શાંતિ અને પ્રસન્નતા રહેતી તથા માનસિક વ્યાપાર અતિ ઉત્સાહપૂર્વક ચાલવા લાગ્યા. વળી કાંઇ શારીરિક પરિશ્રમ કરવા ગેમ મને જણાયું. આગળ હું' ચાલવાના શ્રમ કરતા, ડુંગરા ઉપર ચઢતા; પણ તે મહેનત હું ઘણી મુશ્કેલીયે જેમ તેમ કરી શકતા. પણ આ ઉપોષણ કરવાથી મારા શરીરમાંના વિકાર નીકળી ગયા પછી હું કસરતશાળામાં જઇ બેહદ શ્રમ કરવા લાગ્યા. તે શ્રમ કરવાથી મને ગ્લાનિ નહિ જણાતાં ઉત્સાહ અને બળ વધવા લાગ્યું અને મનમાં હુંશિયારી આવી. મારા સ્નાયુ આ કસરતથી ઘણા દૃઢ થયા અને હું મેાટા પહેલવાન થશ એમ મને જણાયું. પહેલાં હું અગ્નિમાંદ્ય-અપચાના દરદથી ક્ષીણુ અને સત્ત્વહીન થઇ ગયા હતા, પણ હાલમાં મારૂ શરીર પુષ્ટ અને માખણ જેવું કુમાસદાર થયું છે તથા મારા શરીરમાં તેજ-એજ પ્રાપ્ત થયું છે. પહેલાં મારે ભાજન કર્યાં પછી એક બે કલાક સ્વસ્થ પડયું રહેવું પડતું, પરંતુ હાલમાં જમ્યા પછી ગમે તે કામ કરવાની સ્ફૂર્તિ રહે છે. પહેલાં મારે કાંઇ તે કાંઇ રેચ લેવાની જરૂર પડતી, હવે તેની કાંઇ પણ ગરજ રહી નથી. મારી ડાક હવે કદી પણ દુ:ખતી નથી. હાલમાં હું ખુલ્લે માથે વરસાદમાં ફરી શકુ છુ, ગમે તેવી ઠંડીમાં પશુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com