________________
૨૫૦
શુભસંગ્રહ–ભાગ પાંચમ રૂપે કરવામાં આવ્યો હતો, અને તે ઉપરથી માલૂમ પડયું કે, બેથી દશ વર્ષ સુધીની ઉંમરનાં હાથીનાં બચ્ચાંઓ આ કામ માટે પણ ઉપયોગી અને સસ્તાં થઈ પડે છે. નાના હાથીઓને શીખવવા માટે એક મોટો હાથી કામે લગાડવામાં આવે છે. એક હાથી બે દિવસમાં અઢી એકર જેટલી જમીન ખેડી શકે છે, અને ખર્ચ ટેકટર કરતાં લગભગ દશગણે ઓછો થાય છે.
ત્રણ માઈલ લાંબે બુગદે ઈંગ્લેન્ડમાં હાલમાં એક ગંજાવર બુગદી ડુંગરમાં કોરવામાં આવે છે. ઈગ્લેંડમાં મરસી નદીની નીચે લિવરપૂલથી બર્કનહેડ જવા માટે ઘણી ઉંડાઈએ આ બુગદો ત્રણ માઈલ જેટલો લાંબો થશે. કામ ઈ. સ. ૧૯૩૦ માં પૂરું થશે. પહોળાઈમાં તે ૬૪ ફૂટ પહોળો થશે અને એની અંદરથી એક કલાકમાં ૩૦૦૦ મોટરો પસાર થઈ શકશે. એકી સાથે ચાર મોટરો લગોલગ સાથે પસાર થઈ શકશે. જોકે એમાં એવો નિયમ કરવામાં આવશે કે, દરેક મોટરે બીજી મોટરથી ૧૦૦ ટ જેટલા અંતરે રહેવું.
ઉંધ માટે કાળો રંગ ઈટાલીમાં ગાંડા માણસો માટેની ઈસ્પીતાલના એક ડૉકટર મેરેએ પત્નેએ ઘણુ દરદીની તપાસ કર્યા પછી જાહેર કર્યું છે કે, ઉંઘ લાવવા માટે કાળા રે એરડામાં કાળા રંગની દિવાલ હેય, ઓઢવા-પાથરવાની ચાદરો અને ઓશીકાં કાળા રંગનાં હોય ત્યાં ઉંધ નહિ આવતી હોય તેવાને પણ જલદી ઉઘ આવી જાય. જે એને ઉંઘજ નહિ આવતી હોય અને એને લીધે ચિત્ત ઠેકાણે નહિ રહેતું હોય તેવા માટે આ ઉપાય ઘણો સારે છે એમ એક જર્મન ઊંટર રૂડેલફ કેટઝનું પણ કહેવું છે.
X
દરિયામાં કલાના ૯૦ માઈલની ઝડપે જનારી બોટ અત્યાર સુધીમાં સ્ટીમરો વધારેમાં વધારે ૩૦ માઈલનીજ ઝડપે જઈ શકે છે. એક ફ્રેંચ ઇજનેરે એવી જાતની બેટ જેવી નાની સ્ટીમર બનાવી છે, જે કલાકના દરિયાઈ ૭૦ (જમીન ઉપરના ૮૦) માઇલની ઝડપે જઈ શકશે. એટલું જ નહિ પણ ગમે તેવો તોફાની દરિયો હોય છતાં ડૂબજ નહિ. તોફાનમાં પણ ૪૦ થી ૫૦ માઈલની ઝડપે જતાં તેને મહેનત પડશે નહિ. આ ફેંચ ઇજનેર આરડીએને રેમી છે. તેણે એક વર્ષ પહેલાં નાને મેંડેલ-નમુનો તૈયાર કર્યો હતો. તે પ્રમાણે હવે એક બોટ બનાવી છે, જે બે લંબગોળાકારના હવાથીજ ભરેલા અને બંધ કરી દીધેલા સિલિંડર ઉપર મૂકવામાં આવી છે. આ બોટમાં ૬૫૦ હોર્સ પાવરનું ગેસેલીનથી ચાલતું મેટર એજીન રાખવામાં આવ્યું છે. આ એજીન ચાલે ત્યારે એ બેટ પાણી ઉપર ઝપાટાબંધ ચાલી જશે અને એમજ જણાશે કે, પાણીથી પણ જરા ઉંચે ઉડતી હોય તેવી રીતે અસાધારણ ઝડપથી જશે. આ બોટમાં એ ઇજનેર માત્ર ૬ માણસને લઇને કાંસથી ન્યુયૅક સુધીની મુસાફરી માત્ર ૬૦ કલાકમાં પૂરી કરવાના ઈરાદે રાખે છે. આખે આટલાંટિક મહાસાગર તે પોતાની બોટમાં ઓળંગવાનો અખતરો પાર પાડશે. પછી એવી બાટા સ્ટીમર કંપની બનાવી આપશે, જેથી સ્ટીમરો બંદરથી સેંકડે માઈલ દૂર હોય ત્યારે ત્યાંથી ટપાલ લઈ આવવા તેમજ સ્ટીમરો બંદર છેડી ગઈ હોય તે પછી પણ ટપાલ પહોંચાડવાના કામમાં ઘણું ઉપયોગી થઈ પડવા સંભવ છે.
(તા. ૭-૧૦-૧૯૨૯ના અઠવાડિક “મુંબઈ સમાચાર”માં સંપાદક:---રાજયંત)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com