________________
૨૪3
લંધન તથા અતિધન-તેના લાભ અને હાનિ ९४-लंधन तथा अतिलंघन-तेना लाभ अने हानि
X
X
ધર્મશાસ્ત્રકારે એકાદશી, જયંતી આદિ પર્વોમાં ઉપષણ (ઉપવાસ) કરવાનું વર્ણવી ગયા છે ને તે વિદ્યક નિત્ય મને અનુસરતુંજ લંધન છે. નિયમ પ્રમાણે વર્તવાથી આખા વર્ષમાં અમુક અમુક દિવસેને આંતરે જરૂરી લંધન થઈ જાય છે અને તેથી ઘણું વ્યાધિઓ નાબુદ થાય છે. આહારવિહારાદિકમાં થયેલા ફેરફારથી નવા નવા : યાધિએનાં બીજ શરીરમાં દાખલ થયાં હોય છે. તેના લંઘનથી નાશ થાય છે. આ વાત આપણા ધર્મશાસ્ત્ર અને વિદ્યકશાસ્ત્રમાં સમાન રીતે વર્ણવેલ છે. નવીનતા કાંઈ નથી. | ચરક મહર્ષિ લખે છે કે:-“લંધન ઉપષણ-અપવાસ થી શરીર હળવું-દોષરહિત થઈ જાય છે. કફ-પિત્તના રોગીઓ તથા મેદસ્વી શરીરવાળા લોકોને ઘણા લાભ થાય છે. ત્વચાદોષ, રક્તવિકાર તથા વાયુના ઉપદ્રવવાળા માણસને માઘ-ફાગણ માસમાં લંઘન કરાવવું. પ્રકૃતિને અનુકૂળ રીતે લંઘન કરાવવાથી અધેવાયુ–મળમૂત્ર સાફ આવે છે, શરીર હળવું પડે છે, સહેજ પસીનો છૂટે છે, હૃદયમાંથી શુદ્ધ ઓડકાર આવે છે, કંઠ અને મુખ સાફ થાય છે, ગ્લાનિ તથા આળસ મટી જાય છે, જમવા ઉપર ઉત્તમ રુચિ થાય છે, ભૂખ-તરસ સાથે ઉત્પન્ન થાય છે તથા અંતરાત્મા અતીવ પ્રસન્ન રહે છે.”
વળી એક ઠેકાણે એજ આચાર્ય જણાવે છે કે “લંઘનથી એ બધા લાભ થાય છે, પણ સર્વ પ્રકૃતિના અને સર્વ વ્યાધિવાળા માણસોને બંધન એકસરખું હિતકર મનાય નહિ; તેમ અતિસંઘન કરવું, એ પણ બહુ હાનિકારક છે. ઉપરાઉપરી ઉપોષણ કરવાથી સાંધા કળે છે, ત્રાડ થાય છે, આળસ પેદા થાય છે, ઉધરસ અને મુખશેષ વધે છે, ભૂખ મરી જાય છે, અરુચિ અને તરસ લાગ્યા કરે છે, કાન અને નેત્રની શક્તિ ઓછી થાય છે. આંખ ઉંડી ઉતરે છે, મન ભ્રમિત થાય છે, ઉદાવત વાયુનો કાપ થાય છે, જઠરાગિન અને બળનો નાશ થાય છે; માટે અતિલંઘન (ઉપરાઉપરી ઉપષણ અપવાસ) કદી પણ કરવા નહિ.”
એક યુરોપીય અનુભવની કથા હાલમાં જે ધનની શોધ થવા લાગી છે, તે આ વિધિથી ભિન્ન છે. તેની રીત એવી છે કે, જેમ વધુ લંઘન કરે તેમ વધુ લાભ થશે ! તે માટે લેક પોતપોતાના અભિપ્રાયો પ્રકટ કરે છે. કેટલાક વખત પહેલાં “કન્ટેમ્પરરિ રિટ્યૂ” નામના માસિકપત્રમાં મી. આટન સિંકલેઅર નામના માણસે આ બાબતમાં એક લેખ પ્રકટ કર્યો હતો તેથી ઘણા હિંદીવાનો લંઘન તરફ મંડી પડ્યા છે. એ લેખ જાણવા જેવો છે. તેને સારાંશ આ પ્રમાણે છે –
મિત્ર આપ્ટન એક અમેરિકન વિદ્વાન છે. તે અગ્નિમાંદ્ય-અપચાના વિકારથી ઘણું વર્ષ થયાં પીડાતો હતો, તેથી કરીને તેની શકિત ક્ષીણ થવા સાથે માનસિક શ્રમ પણ બહુ થોડે કરી શકતો. તેને એક બાઈ સાથે પરિચય થયો. તે બાઈ અને આ ગૃહસ્થ બનેએ એક વખત ઘેડા ઉપર બેસી કેટલાક માઈલ સુધી પ્રવાસ કર્યો. તેનો ઘોડે ઉજંખળ હોવાથી તે ગૃહસ્થને બહુ પરિશ્રમ પડ્યો; પણ તે બાઈને કાંઈ પણ વિશેષ શ્રમ જણ નહિ. તેણીને ઉત્સાહ જેવો ને તેજ હતો. આવા ઉત્સાહનું કારણ પૂછતાં તે બાઈએ જણાવ્યું કે, હું દશ-બાર વર્ષ થયાં મજજાતંતુ અને જલવિકારથી પીડિત થઇ ખાટલાવશ થઈ હતી. ઘણા ઔષધોપચાર કરવા છતાં કાંઈ ફાયદો થયો નહિ. છેવટે એક ડૉકટરે ઉપષણ કરવાનું કહ્યું. તે કરવા માંડયાથી મારા અકેક વિકાર-વ્યાધિ ઓછી થવા લાગ્યા અને મારી પ્રકૃતિ પૂર્ણ આરેગ્ય થઈ, અને હાલની સ્થિતિ પ્રાપ્ત થઈ શકી. તે બાઈનો સ્વતઃ અનુભવ મી. આટનના મનમાં દૃઢ બેસી ગયો અને તેણે આ ઉપાય કરી જોવાને મનમાં નિશ્ચય કર્યો. તેણે પહેલી જ વખત ૧૨ ઉપેષણ કર્યા. આપણા દેશમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com