________________
૧૯૪
શુભસંગ્રહુ-ભાગ પાંચમા
७४- नागरवेलना पानना लाभ तथा हानि
કેટલીયે સદીમેથી ભારતવર્ષમાં પાનને પ્રચાર થયેલેા છે. તે પહેલેથી ભારતમાંજ ઉત્પન્ન થતાં રહ્યાં છે કે વિદેશથી આવ્યાં છે તેની અમને ખબર નથી, પરંતુ એ તે નિઃસ ંદેહ વાત છે કે, કાઇ અજ્ઞાત કાળથી તેને કાઇ નેકાઇ રૂપમાં અહીં ઉપયોગ થતા રહ્યો છે. ધર્મશાસ્ત્રોએ પાનને પવિત્ર માન્યું છે. અનેક પ્રકારની પૂજાની સામગ્રીમાં પાન હાવું આવશ્યક મનાયુ' છે. આ ઉપરથી જણાય છે કે, પ્રાચીન હિંદુ સભ્યતા જે સમયે ઉન્નત અવસ્થામાં હતી, તે સમયે પણ લેાકા પાનને સારી રીતે જાણતા હતા; પરંતુ ખાવામાં તેને ઉપયોગ કરતા કે નહિં તેને કંઇ પ્રબળ પૂરાવે મળતે નથી. મુસલમાનાના શાસનકાળમાં અવશ્ય તેને ઉપયાગ ધણેાજ વધારે વધી ગયા હતા. મેગલ બાદશાહના દરબારમાં સૌને પાન આપવામાં આવતાં હતાં. દરબારમાં જતી વખતે પ્રત્યેક દરબારીને તેના પદ-અધિકારના પ્રમાણમાં પાન અપાતાં હતાં. કાઇ કાષ્ઠ વાર્ એક એક વ્યક્તિને સેાળ અને વીસ સુધી પાન મળતાં હતાં. આજકાલ તા તેને ઘેરઘેર પ્રચાર થઇ ગયા છે. અનેકાને માટે તે પાન ભાજનથીયે વધારે આવશ્યક વસ્તુ થઇ પડી છે. નવીન યૂરોપીય સભ્યતાના પ્રભાવથી તેની વપરાશ અવશ્ય કંઇક ઓછી થઇ છે.
જો કે ભારતના ભિન્ન ભિન્ન ભાગેામાં પાનના આકાર-પ્રકાર તથા સ્વાદમાં જૂદાપણુ હાય છે, પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિએ તેના ગુણમાં ખાસ ફેર હાતા નથી. ખાવા માટે પાનનાં જે ખીડાં બનાવાય છે તે પણ લગભગ બધા ભાગેામાં એકજ પ્રકારનાં બને છે. તેને વિશેષ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં કેટલીક સ્વાદિષ્ટ અને સુગંધી ચીજો-જેવી કે પિપરમીટ, ઈલાયચી, લવિં’ગ, કાપરાની કાતરી, વિવિધ પ્રકારની ગેાળીએ. વગેરે અનેક વસ્તુઓ અથવા તેના સયાગથી ખનતી વસ્તુએ તથા ખીજા સ્વાદિષ્ટ મસાલા વગેરે નાખવામાં આવે છે.
જો કે લગભગ પ્રત્યેક વ્યક્તિ પાનના ઉપયાગ કરે છે, પરંતુ ધણાજ ચેડા માણસે વિચારતા હશે કે તેનાથી ફાયદો છે કે નુકસાન, પાનના આ વધતા જતા પ્રચારથી સમાજ અને દેશની કેવી ભયંકર બરબાદી થતી જાય છે તે તેા ભાગ્યેજ કૈાઇ વિચારતું હશે. આજે અમે વાચકેાની સમક્ષ તેના ગુણ-દોષ સબંધી કેટલાક વિચારેા રજુ કરીએ છીએ. આ લેખમાં જે કંઇ લખ્યુ છે તે આયુર્વેદિક, યૂનાની અને એલેાપથિક-ચિકિત્સાના પ્રમાણભૂત ગ્રંથૈને આધારેજ લખવામાં આવ્યું છે.
પાનના ગુણ—પાનથી જે કંઇ લાભ કે હાનિ થાય છે તે તેના રસને લીધેજ થાય છે. સૂકાં પાનમાં ગુણ કે સ્વાદ કાંઇજ હેતાં નથી. અસ્તુ. પ્રત્યેક કાર્યોંમાં લીલાં પાનનેજ ઉપયેગ થાય છે. પાનના રસમાં એક પ્રકારના તૈલી પદાર્થો હાય છે તેના ઉપરજ તેના બધા ગુણદોષને આધાર રહે છે.
શરીરના બાહ્ય ભાગનાં જૂદાં જૂદાં દરદેશમાં તેને ઉપયોગ થાય છે. પાનમાં સરસવનું તેલ યા ચૂના લગાવીને તેને સહેજ ગરમ કરીને મસ્તકની બાજુમાં કાનની સામે લગાવવાથી માથાનું દર્દ મટી જાય છે. ગળામાં લગાવવામાં આવે તેા ગળાનું દર્દ દૂર થાય છે. સૂજી આવેલી ગાંઠે ઉપર લગાવવાથી પણ ફાયદો થાય છે. કોઇ વાર બાળક મૃત્યુ પામવાથી તેની માતાના સ્તનમાં દૂધ જામી જાય છે અને તેથી તેને અત્યંત કષ્ટ થાય છે. એવી અવસ્થામાં જો સરસવનું તેલ ચાપડીને નાગરવેલનાં ગરમ ગરમ પાન સ્તન પર મૂકવામાં આવે તે તરતજ આરામ થાય છે. બાળકાની ફેફસાંની બિમારીઓમાં તેનાથી લાભ થતા જણાયા છે. તેલ લગાવીને ગરમ કરેલાં પાન છાતીએ કેટલીક વાર લગાવવાથી ખાંસી અને શ્વાસ લેતાં-મૂકતાં થતું દર્દ નાબુદ થાય છે. અનેક પાકેલા ધામાં તેની ઉપર ઢાંકવા માટે રેશમની પટ્ટીને બદલે પાનને ઉપયાગ કરવામાં આવે છે. આંખના રોગોમાં પણ પાનને રસ નાખવાથી લાભ થયેલેા જણાયે છે. કાનનાં દર્દીમાં પણ ગરમ રસ નાખવાથી ફાયદો થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com