________________
WAAAAAAAAAAAAAAAAAAAAMAAN
-~~--~~-~
૨૨૨
શુભસંગ્રહ-ભાગ પાંચમ ઋષિએ એવી જ દૃષ્ટિ નાખી કે જે કામ છેલ્લાં પાંચ હજાર વર્ષોથી કોઈએ કર્યું નહોતું. મનુષ્યની બાહ્યશકિતઓના “વણ દ્વારા અને આંતરિક શક્તિઓના “આશ્રમ દ્વારા વિભાગ કરીને માનવી સમાજના પ્રત્યેક માણસને સમાજને ખાતર યથાશક્તિ બલિદાન આપવાને સુમાગ આર્યજાતિના સંસ્થાપકે એ નિયમમાં આપ્યો હતો. બુદ્ધિ, બળ, ધન અને સેવા એ ચાર બૃહત શક્તિસમૂહને એકત્ર કરવાનું, અને તે એ પ્રકારે કે ભયંકર સ્થિતિમાં પણ સમાજ તેમની પસંદગીની ગુંચવણમાં ન પડે-જેમકે સમાજ-સંસારના હાસ્યાસ્પદ અને સંકટ સમયને દતિહાસ બતાવે છે–ભારે દૂરદર્શિતા, યોગ્યતા તથા અલૌકિકતાનું એક ઉદાહરણ છે.
રાષ્ટ્રીય સંગઠન દ્વારા સમાજના રાજનૈતિક જગતમાં જેમ વર્ગોની પસંદગી ઉપયોગી થઈ પડી, તેજ પ્રમાણે આર્યજનતાની આંતરિક નૈતિક સંપત્તિનો અપૂર્વ સંચય “આશ્રમની પરિપાટીથી થયો છે. એ બન્ને સંગઠન જ્યાંસુધી બરાબર ચાલતાં રહ્યાં ત્યાં સુધી સમસ્ત દેશમાં તેના અમર ફળના પ્રભાવથી સુખ–શાંતિની ગંગા વહેતી રહી.
પરંતુ જમાનો બદલાઈ ગયો, હવા બદલાઈ ગઈ. શિક્ષાદીક્ષા, આચારવિચાર–બધું બદલાઈ ગયું. જ્ઞાનથી પ્રલાપ, શક્તિથી પરપીડન, ધનથી મદ અને સેવા ઉપર ધૃણા ઉત્પન્ન થઈ. બ્રહ્મચર્યવ્રતના ટુકડેટુકડા થઈ ગયા. ગૃહસ્થની પવિત્ર શયા વ્યભિચારથી કલુષિત થઈ. ટુકડા ખાનારા કૂતરા જેવા નિર્બળ-હૃદયના માનએ વાનપ્રસ્થ અને સંન્યાસાશ્રમ સ્વીકારી મોક્ષને ભાગ લેવાને બદલે મેં ખાં કરતાં અને વહુ-દીકરીઓની ગાળ ખાતાં ખાતાં પથારીમાં પડ્યા રહી સડીને મરવાનું ઉત્તમ માન્યું. બધા સંબંધ અને નિયમ છિન્નભિન્ન થઈ ગયા. પિતાની મનોકામના પૂરી કરવા માટે લોકોનું બલિદાન દેવાવા લાગ્યું–પરસ્પરની સહાનુભૂતિ નાશ પામવા લાગી ! મનુષ્યોના પ્રાણ લેનારાં અસ્ત્રો આવ્યાં. ધીમે ધીમે સુંદર માનવદે આમોદ-પ્રમોદના વનમાંથી બહેકી જઇને લોહી અને લોખંડના સિંહનાદ કરતા રણક્ષેત્રમાં જઈને કપાઈ મુવા !!
કયાં એ શિબિનાં કબુતરને માટે પોતાના માંસનાં દાન, કયાં એ સિંહને માટે દિલી૫ અને મોરધ્વજનાં આમદાન ! અને કયાં આ નિષ્કારણ હઠને માટે મનુષ્યની છાતીમાં ઝેરી પલાદની અણીયાળી ધારો ભાંકી દેવી !એક બાજુએ માતાની છાતીમાંથી બાળક માટે દૂધ ઉભરાય છે. ત્યારે બીજી બાજુએ તેઓ લોહી અને લોખંડના ખેલ ખેલી રહ્યા છે. આ કષ્ટનું, આ પતનનું, આ મૂર્ખાઈનું કંઈ ઠેકાણું છે ? તો પછી જાતિ મૃત્યુ કેમ ન પામે ? દેશ રસાતળ કેમ ન જાય ? સમાજને ઠોકરે કેમ ન મારે ? થયું પણ તેમજ ! જે દેશની ધાર્મિક, નૈતિક અને આધ્યાત્મિક સ્થિતિ સંસારને માટે સદા અનુકરણીય રહી છે, તે દેશના પતિત સ્વરૂપને જોઈને સમસ્ત સંસાર આજે તિરસ્કાર પૂર્ણ કાર્ય કરી રહ્યો છે ! !
- આજે અમારા જીવનક્રમ, અને ખાસ કરીને સામાજિક સંગઠન કે જે બહજ જવાબદારીવાળું હતું, તે પતિત અને ઉછુંખલ થઈને એવું નિંદાસ્પદ થઈ ગયું છે કે તેને ખુશીથી અત્યાચાર કહી શકાય. નૈતિક દૃષ્ટિએ જ્યારે કોઈ પણ જાતિ સંકીર્ણતાને માર્ગે પડે છે ત્યારે તે અત્યાચારજ કરે છે-બાળકે ઉપર, વિદ્યાથીએ ઉપર, વિધવાઓ ઉપર, પશુઓ પર, અસ્પૃશ્યો ઉપર, કન્યાઓ ઉપર અને એ બધાની ઉપર કે જે સમષ્ટિરૂપે સમાજની સંપત્તિ છે ! અમે ઘેર પાશવિક અત્યાચારો માત્ર આ જીવનની જવાબદારીઓથી અજ્ઞાન રહેવાને કારણે–પિતાની સંપત્તિને પિતાનાં માણસોની સંપત્તિ-નહિ પરંતુ પિતાનાજ ઉપભોગની સામગ્રી માની, તેનું કેવું ઝેરી પરિણામ આવ્યું તે વિચારતાં તો કમકમાટી છૂટે છે !
સૌથી પ્રથમ બાળકની જ વાત લ્યો. સમસ્ત સંસારની સભ્ય જાતિઓ આ બાબતમાં એકમત છે કે, બાળકો એ માતાપિતાની સંપત્તિ નથી, તેઓ સમાજની સંપત્તિ છે. સમાજને જ્યારે
જ્યારે, જેવાં અને જેટલા બાળકની જરૂર જણાઈ ત્યારે ત્યારે એવાંજ બાળકે જન્માવીને તેણે સામાન્ય જનતાને ઉત્તેજના અને સહાયતા આપી છે. નકામાં, નિર્બળ, ડરપોક અને અપાયુષી બાળકને સમાજે કદી પણ જીવવા દીધાં નથી. જે દેશ સુખી અને સમૃદ્ધિશાળી હશે, તેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com