________________
જાતિઓના આત્મધાત
૨૫
લાખ મનુષ્યેા હા અન્ન! હા અન્ન!!' કહેતાં કહેતાં મર્યાં અને તેમના અંત્યેષ્ટિસંસ્કાર ગીધ અને જંગલી કૂતરાએએ કર્યો ! જે ભૂમિ રાય શ્યામા કહેવાય છે, માતા અન્નપૂર્ણા જ્યાં સમસ્ત સંસારને ભિક્ષા આપે છે; તેજ દેશની આ કરુણ કહાણી છે! પ્રકૃતિએ આ દેશને એટલુ બધુ આપ્યુ છે કે તે પદાર્થો તેને પૂરતાજ નહિ પરંતુ સમસ્ત સ ંસારને સુખેથી મેાકલી શકાય તેટલા બધા છે. પણ તે ક્યારે ? જ્યારે અમે અમારી ઉપયેાગિતા વધારીએ અને કારરુતી, બેરિસ્ટરી અને સહેલાણીપણાને લાત મારી-ગુલામી ઉપર થૂંકીને સ્વાધીનતાનું જીવન જીવવા માંડીએ ત્યારે. આ થ ઉપર્ધાગિતાની વાત. હવે ટકાઉપણુ ધ્યેા. પૌષ્ટિક શુદ્ધ સાત્ત્વિક ભોજનના અભાવ, જન્મથી મૃત્યુ સુધીની ચાલુ ચિંતાએ, રહેવાનાં સ્થાનાની અસ્વચ્છતા અને સંસારમાં સુખી રહેવાની યાગ્યતાને અભાવ, મૂર્ખાદભરેલા અનેક કુરિવાજો, ગરબડ, નિરાશામય જીવન-એ બધાંએ ભેગાં મળીને અમાઃ જીવનને માદલુ-નિષ્પ્રાણ બનાવી દીધું છે, દુકાળ, રોગ અને ખીજા અનેક દૂષણેાથી અમે મૃત્યુની પાસે પહોંચી રહ્યા છીએ. દુકાળનાં રામાંચકારી દૃશ્યા તમે જોઇ ચૂકયા. હવે રોગથી થતાં મરણુના આંકડા જુએ. છેલ્લાં દશ વર્ષમાં પુરુષ થને તાવ, કાલેરા અને પ્લેગ, એ ત્રણ રાગોથીજ ૭ કરોડ ૬૯ લાખ ૮૫ હજાર ને ૧૫ મરણ પામ્યાં છે.
આપ કહેશે કે, મરે છે તે! બધાય; પણ અમારૂં કહેવું છે કે, વખત આવ્યેનું મરવુ કાઇને સાલતું નથી, પણ જ્યારે કામ કરવાની ઉંમરમાંજ ચિતા સળગવાની નાખત વાગે, તે! અપાર દુઃખ અને મહાદુભાગ્યજ સમજવું જોઇએ. સ્વામી વિવેકાનંદ માત્ર ૯૯ વર્ષીની ઉંમરમાં ઉપડી ગયા; કૃષ્ણ સ્વામી આયર ૪૯; જસ્ટિસ તેલ'ગ ૪૮; ગેાખલે ૪૮; દાસ ૪૮ અને હકીમ અજમલખાનજી ૪૭ વર્ષની ઉંમરમાં ચાલ્યા ગયા-જાણે ૫૦ થી વધુ ઉંમરજ ભારતના નરોને માટે દુર્લોભ થઇ પડી છે ! ! ડાર્વિને પોતાની વિકાસવાદની સુપ્રસિદ્ધ ચાપડી બાવન વર્ષની ઉંમરે લખી હતી. લાડ કેલિવન ૭૮ વર્ષની ઉંમર સુધી શેાધ કરતા રહ્યા. આજે પણ એડીસન ૮૨ વર્ષની ઉમરે જગતને માટે જીવી રહ્યા છે. સસારના મહાન પુરુષો જ્યારે કંઈક પાકું કામ કરવાની યેાગ્યતા પામે છે ત્યારે તે ઉંમરે તે અમારા મહાપુરુંાનાં હાડકાં પણ ટાટાં પડી ાય છે ! !
હવે સાથે સાથે સૌંદનું પણ્ દિગ્દર્શન કરી . સૌંદર્યાં ત્રણ પ્રકારનું હાય છેઃ-શરીરનું, આત્માનુ અને હૃદયનું. શરીરના સૌંદર્યનું તે પૂછવુંજ નહિ-એક એકથી ચઢિયાતી લૂલી-લંગડી, પાતળી, કાળી, પીળા એવી ભાતભાતની માનવપ્રતિમાએ ઠેરઠેર દેખાય છે. ખીજી જાતિની કન્યાએ જ્યારે પરણવા લાયક થાય છે ત્યારે તે ઉંમરે અમારી સ્ત્રીએ ડેશીએ બની જાય છે. હવે રહ્યું આત્માનું સૌદર્યાં, કે જે આસ્તિકતા, દઢતા અને પવિત્રતાદ્વ્રારા પપ્પા આવે છે. એટલે જે દેશમાં અનેક મમતાંતર હોય, અનેક દેવતાએ પૃજાતા હોય અને કાનાય ઉપર વિશ્વાસ ન હેાય, પેાતાના પાડ જેવા દેાષાને પ્રયત્નપૂર્વક સંતાડાતા હાય અને પેાતાનાજ ભાઈની રાઈ જેવડી ભૂલને ખાતર ધક્કે મારીને શત્રુ બનાવાય; બંધુત્વ, સહૃદયતા અને સહાનુભૂતિના બદલામાં જ્યાં મારી મગાય; ત્યાં આત્માના સૌંદર્યની પ્રશંસા ન કરવી એજ યેાગ્ય છે. હૃદયના સૌદર્યનું ચિત્ર અપાર ગૃહ-ચરિત્ર છે. તે કેવું ધૃતિ, નીચ, નીચતર અને દુઃખાના 'ગર અને અત્યાચારનાં કેન્દ્ર જેવુ છે ! જો કાઇ તેવું ચિત્ર દેરી શકે તેા તે અમારા હાર્દિક સૌ ંદર્યનું ચિત્ર હશે !
જયાં આમદ ૢ સર્વ ભૂતેષુ” ના સિદ્ધાંત માન્ય હતા, ત્યાંજ પાતાની બહેન-દીકરી અને ભાઇ તથા સગાંસંબંધી અને નજીકનાજ પાડેાશીએ સાથે પશુની પેઠે વર્તવામાં આવે છે; અને તેનું પ્રત્યક્ષ દષ્ટાંત તે એ છે કે, દેશમાં અઢી કરેડ વિધવાએ છે, જેમાંની ૩૦ લાખ ૩૦ વર્ષથી નીચેની ઉંમરની છે; અને લગભગ ૧૮ હજાર તેા પાંચ વર્ષોથીયે ઓછી ઉંમરની છે. તમે જાણા છે કે તેઓ કેવી રીતે પેાતાની જીંદગી ગુજારી રહી છે? તેમાંની કાઇ તે ગુપ્ત રીતે ઠંડા નિસાસા નાખતી ભારતને રસાતાળ પહોંચાડી રહી છે,કૈાપ્ત વિધમી થઇને મુસલમાન કે કસાઇને ત્યાં જઇ પેાતાતું માં કાળુ કરે છે. દરરાજ ભ્રૂણહત્યાના અસંખ્ય કેસ થાય છે, મેટા માટા આયદારાને ઘેર પશુ પાલીસ જડતી લે છે. હું પૂછું છું કે, આ બધું શું છે ? અને તે કેાના પાપનું પરિણામ છે ?
૩. ૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com