________________
૨૨૮
શુભસંગ્રહ–ભાગ પાંચમ કલાકે ૧૨૦ અને દર મિનિટે બે મનુષ્યો “હાય અન્ન : હાય અન્ન !!' કરતા મરી રહ્યા છે, જેની સરેરાશ આવક ૧૬/ છે, જ્યાં ૫૦ લાખ ભિખારી ઘરઘર ટુકડા માગી ખાય છે, જ્યાં ૧૦ કરોડ ખેડુતે એક ટંક લૂખું સૂકું ખાઈ લઈને ગુજારો કરે છે ત્યાં !) વેપાએ ૬૨ કરોડ (!) રૂપિયા પોતાના દેહ, સૌંદર્ય અને માન-આબરૂને વેચીને દરવર્ષે લૂંટી રહે છે; અને જેઓ પિતાને શાહુકાર અને એમને નાદાન રંડીઓ કહે છે, તેઓ પિતાની આબરૂ, આરોગ્ય, ધર્મ અને માનવતાને દેશવટો દઈને આવડી મોટી રકમના ખેલ ખેલે છે; તે દેશ શું કહી પણ ગુલામીમાંથી છૂટશે? આથી ભયંકર અને દુઃખદ વાત બીજી શી હોઈ શકે ! !
વ્યભિચારનું આ એકજ રૂપ હોત તો કદાચ સંતોષ માનત ! બે કરોડ અને ૬૨ લાખ વિધવાઓ કે જેઓ લગભગ મૂર્ખ દશામાં છે તેમના તરફ પણ નજર ફેક્યા સિવાય અમે રહી શકતા નથી. તેમને “જીવતાં ભાગ્ય ફૂટી ગયું, નસીબમાં એજ લખાયું હતું” એવા ૨વા નુખ દર્શાવીને શાંત કરવાના પ્રયત્નો થાય છે. સેતાન પંડયા-પુરોહિત, ઘરના નોકરો અને બીજાઓની પ્રપંચજાળમાં તેઓ ફસાઈને ભાગ્યમાં આ પણ હતું'' એમ કહીને અનંત પાતાળમાં ડૂબી જાય છે ! !
આ ગુપ્ત વ્યભિચારનાં સેંકડો સ્વરૂપ ઉત્પન્ન થાય છે. કોઈ પોલિસમાં પકડાય છે. ઘણાં ખરાં તરતનાં જન્મેલા બાળકો ફાંસે દઈને કે ગળે ખીલો મારીને મારી નાખેલાં ગલીઓમાં, ગટરોમાં, ખાડાઓમાં કે ખાળકૂવામાં પડેલાં મળી આવે છે. અનેક કુલીન સ્ત્રીઓ તીર્થોમાં વેશ્યાઓ બનીને રહે છે. મોટાં મોટાં ઉચ્ચ કુળોની વહૂઓ ખુલમખુલ્લા ને કરો સાથે વ્યભિચાર કરતી જોવામાં આવી છે. ઘણાખરા રાજાઓના સેક્રેટરી, શેઠના મુનીમ, કામકાજ કરનારા અને અમલદારોના નોકરો માલિક મરતાં જ તેમની સ્ત્રીઓના વહીવટમાં શેઠની ગાદી સંભાળે છે. પછી વૈદ્યરાજ, ડોકટરો અને હકીમોનો સફેદ પડીકીઓ સે સે અને બસો નસોમાં ઉપડી જાય છે. તેમને બાળબચ્ચાંને પાળવા પોષવાને સારો રોજગાર હાથ લાગી જાય છે. કયાંક કયાંક તે પિતા, માતા અને ભાઈ સુદ્ધાં આવી પડીકીઓની શોધમાં ભમતાં હોય છે ! બેંર ખરીદવા જવાની પિઠે તેઓ રૂપિયાની થેલીઓ કેડે બાંધી બાંધીને ફર્યા કરે છે. એ સિવાય અંતિમ ઉપાયેદ્વારા ખેલ ખતમ કરવાની પણ ઘણે ભાગે જરૂર પડ્યા જ કરે છે! ઇગ્લેંડ, જર્મની અને ફ્રાન્સમાં આવાં અભાગી બાળકને જન્મ આપવાનાં સ્થાન હોય છે. ઈગ્લેંડમાં ૫ વર્ષમાં બે લાખ, કાન્સમાં સવાચાર લાખ અને જર્મનીમાં ૧૧ લાખ બાળકે વ્યભિચારથી જન્મ પામે છે..
આ સમસ્ત સંસારને સર્વ પ્રકારની શિક્ષા--સહાયતા આપનારા ભારતવર્ષનું વેત મને ભયંકર રૂપ છે. જે જમાનો આવી રહ્યો છે, સમસ્ત વિશ્વની શક્તિઓમાં જે સંધ શું ચાલી રહ્યું છે; તે જોતાં કાણું કહી શકે તેમ છે કે, ભારતવર્ષ અચલ રહી શકશે? અને એ ૧ શું બનવું અશકય છે કે, સંસાર તેને બોદ, રોગી અને મુડદાલ સમજીને તેના ઉપર દયા લાવીને તેને એમ ને એમ છેડશે; કેમકે વર્તમાન સભ્યતાના સૌથી ઉચ્ચ ધર્મ એ છે કે, શક્તિ હોય તે જ વે નહિ તો મરી જાએ. તે શું ભારતની એ મહાન જાતિ એ રીતે મરશે?
ત્રીસ કરોડ જનતાવાળા ભારતવર્ષના એ હૃષ્ટપુષ્ટ નવજુવાન પુત્ર ! સ ધાન, સાવધાન ! તમે આત્મઘાત કરી રહ્યા છે. તમે તમારી જાતે જ મૃત્યુ તરફ જઈ રહ્યા છે. ભા રહે, સમજે, જીવો અને આ મહાન જાતિને જીવન આપે !
સભ્ય સંસારમાં રહીને, સભ્ય રાજ્યની પ્રજા બનીને, સભ્ય ગણાઈને માત્ર હૅટ-કેટ પહેરવાથી, અંગ્રેજી બોલવાથી, ઉભાઉભા કૂતરવાથી, સિગારેટ પીવાથી અથવા મડમ સાથે લગ્ન કરવાથીજ સભ્યતાની મોદીનું સ રક્ષણ નહિ કરી શકા! આ તો મારનો પીછો ખેસીને કાપડાની ચાલ ઉપર જગતને હસાવવાના ચાળા છે. આ તો એક જાતનું વગર પૈસાનું નાટક ભજવાઈ રહ્યું છે !
આવશ્યકતા તે જાતીય સંગઠનની, આત્મજાગૃતિની અને આપણા જ સારૂપને સુધારવાની છે. સંગઠન કરે, તમારી જાતને ઓળખો અને નિર્બળતાને દેશવટો આપી સર્વ ને સજજ થાઓ!
(સપ્ટેમ્બર-૧૯૨૮ના “દ”માં મૂળ લેખક-શ્રી ચતુરસેનજી શાસ્ત્રી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com