________________
જાતિઓનો આત્મઘાત
૨૨૭ ઉંચી રહીને ? હવે માનવતાનું સન્માન કરતાં શીખ્યા ખરા, પણ તે ક્યારે ? તેણે પોતાના સ્વધર્મનું બલિદાન આપ્યું ત્યારે જ! જે તે મુસલમાન કે ખ્રિસ્તી બને છે તે પાપકાર્ય હોય તો તેની જવાબદાર કહો કે આપનાં સિવાય બીજા કાને માથે છે? હું કહું છું કે, સાડા છ કરેડ મરદ માણસો પાયખાનાં ઉપર જીવ્યા કરે અને ગાળ–ખાસડાં ખાધા કરે તે તદ્દન અસંભવિત છે. મનુષ્ય પોતાનું મૂલ્ય સમજી ગયો છે, તેણે હજારો વર્ષોથી અન્યાયી ખાસડાંના મારા ખાધા છે ! હવે તે ન્યાય માગે છે, ન્યાયનું રાજ્ય પાસે છે, તેમને ન્યાય મળશે, અન્યાય અને અન્યાયી નાશ પામશે-ન્યાયી અને પીડિતો આગળ આવશેજ આવશે.
• બાળકે શું ખાશે, શી રીતે ઉછરશે, કેવી રીતે શિક્ષણ પામશે; એ વિષે આપણે કોઈ દહાડો વિચાર કરતા ની. જેટલી બેદરકારીથી લગ્ન કરીએ છીએ તેટલીજ બેપરવાઈથી બાળકો પેદા કરીએ છીએ! ખરી વાત તો એ છે કે, આપણે વ્યભિચાર માટે જ સ્ત્રીઓ પાસે જઇએ છીએ અને બાળકે તે અનિચ્છાએ અને ફરજિયાતજ થાય છે. ત્યાં પછી બાળકો હૃષ્ટપુષ્ટ, સુંદર
અને ઉચ્ચ ભાવનાવાળાં કયાંથી બની શકે? લોકો એમ માને છે કે, આવક ઓછી છે તેમાંથી • બાળકોને સારી રીતે શી રીતે શિક્ષણ આપી શકાય? પરંતુ સંયમનો અભાવ હોવાથીજ તેઓ પિતાની વિષયવાસનામાં મચ્યા રહે છે. પરિણામે સંતાનવૃદ્ધિ સારી પેઠે થયેજ જાય છે.
જે દેશમાં ઘી-દૂધની નદીઓ વહેતી હતી, તેજ દેશનાં બાળકોને આજે એ પદાર્થો દુર્લભ થઈ પડયા છે. માત્ર ૨ કરેડ પશુઓના દૂધ ઉપર ૩૧ કરોડ મનુષ્ય ગુજારો કરી રહ્યાં છે !! એટલે કે એક પશની પાછળ ૧૫ માણસ ! તે પછી માત્ર દૂધ ઉપરજ જીવનારાં બાળકોની દર્દશાનું વર્ણન તો શી રીતે આપી શકાય ? દરવર્ષે ૧૮ લાખ બાળકનું મરણ એ એનું પ્રત્યક્ષ પ્રમાણ છે. એ માતપિતાઓના દુર્ભાગ્યની શી વાત કરવી કે નવ માસ ગર્ભાવસ્થાનું દુ:ખ સહ્યા પછી જેમનાં બાર્બરા જન્મીને ભૂખથી તરફડીને મરી જાય છે! ! ! આ હત્યાનું પાપ કોને માથે છે? આપણે માથે ! આપણે મા !! આપણે માથે ! ! ! જેમનું આપણે પાલનપેષણ શકતા નથી તેમને મરવાને માટે, માત્ર લોહી ચૂસવાને માટે, ઉત્પન્ન કરવાં એ મહાપાપ, ઘેર પશત્વ અને તિરસ્કારપાત્ર અસભ્યતા છે. પ્રસિદ્ધ વિદ્વાન માથસ કહે છે કે:' “જ્યારે કોઈ દેશના મનુષ્યને પિટપૂરતું ભજન નથી મળતું, ત્યારે તે દેશમાં માત્ર દુષ્કાળજ નહિ પરંતુ અનેક પ્રકારની વિટંબણાઓ ઉભી થાય છે, અનિષ્ટ રીતરિવાજે ફેલાય છે અને વ્યભિચાર-અનાચારની વૃદ્ધિ થાય છે.”
આ વાત બહુ જ વિચારપૂર્વક લખાઈ છે અને એક મહાભયંકર દુર્દશાનું ચિત્ર રજુ કરે છે. ભારતવર્ષ જેવા ધર્મ પ્રધાન દેશમાં કે જ્યાં ઇરાન, તાતાર અને અફઘાનની ખુની કમ લૂંટ કરવા આવી અને અહીંની હવા લાગતાંજ ધર્મપ્રધાન (!) જતિ બની ગઈ ત્યાં નિંદ્ય
વ્યભિચારની ઓછું નથી પણ વૃદ્ધિ છે; અને તેનું નગ્ન સ્વરૂપ તો એ છે કે, દેશમાં લગભગ પોણા પાંચ લાખ સહીઓ ખુલમખુલ્લા વેશ્યાનો ધંધો કરે છે; અને તેમની વાર્ષિક આવક લગભગ ૬૨ કરોડ રૂપિયા છે! આ ગણત્રી માત્ર એ વેશ્યાઓની છે, કે જેમણે ખુલ્લમખુલ્લા વેશ્યાને ધંધો લખાવ્યો છે. એ સિવાય અગણિત સ્ત્રીઓ ગુપ્ત વેશ્યાવૃત્તિ અને બહારના દેખાવને ખાતર બીજો ધંધો કરતી હોય છે !
એ ૬૨ કરોડ રૂપિયાની ભયંકર રકમ તરફ દષ્ટિ ફેંકવી જોઈએ ! આ ભયાનક રકમ દરવર્ષ ગરીબ દેશની અ૯૫ કમાણીમાંથી વસુલ કરીને તે આપણને શું આપી રહી છે-કે, ચાંદી, . ગરમીનાં દર્દો, પ્રમાદિ ધાતુવિકારનાં દર્દો અને વિવિધ પ્રકારની બેઆબરૂ ! ! આ ૬૨ કરોડ રૂપિયાનું વાર્ષિક વ્યાજ લગભગ પોણાચાર કરોડ રૂપિયા થાય છે. ભારતવર્ષમાં બાર વર્ષ સુધી જે આટલી વસ્યાઓ ચાલુ રહી, તો લગભગ સાડાત્રણ અબજ રૂપિયા (1) કમાશે કે જેનું વ્યાજજ માત્ર એટલા સમયમાં પ૦ કરોડ ઉપર થાય છે.
. જે દેશમાં ૪૦ વર્ષની અંદર ૧૭ દુકાળ પડ્યા અને તેમાં દોઢ કરોડ (!) માણસો ભૂખે તરફડીને મરી ગયાં છે; જે દેશમાં દરવર્ષે ૧૦ લાખ, દરમાસે ૮૬ હજાર, દરરોજ ૨૮૮૦, દર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com