________________
૨૩૪
શુભસંગ્રહ-ભાગ પાંચમે રાજાની સ્ત્રી આ પ્રમાણેને ધુત્કાર સંભળાવી શકે? ભલે કઈ એમ કહે કે, એ તે જાનકીમાતા હતાં. તેમના જેવી સ્ત્રી હોવીજ મુશ્કેલ છે. પરંતુ હું એ માનવાને તૈયાર નથી. ભલે તેમાં મારી અજ્ઞાનતાજ ગણાય. હું તે કહીશ કે, પ્રત્યેક સ્ત્રી જાનકી થઈ શકે છે. એમાં તે શંકાજ નથી કે, સંસ્કારજ મનુષ્યને ઉચ્ચ યા તે નીચ બનાવે છે. માતા જાનકીજીના સંસ્કારો જનકજી જેવા પિતાજી પાસે રહીને એવાજ દઢ થયેલા હતા. દરરોજ તે સવાર, સાંજ અને દિવસની પ્રત્યેક ક્ષણે એક શુદ્ધ પવિત્ર અને ત્યાગી ઋષિના વ્યવહારને જોતાં હતાં અને એ જ કારણે તેમના આત્મામાં એ જાતનું બળ આવી ગયું હતું. જ્યારે સંસ્કારના પ્રતાપે જનકનંદિનીને સ્વભાવ આવો ઉત્કૃષ્ટ બની ગયો, તે શું કન્યાઓના સ્વભાવ પણ એવા બનાવવા પ્રયત્ન કરવામાં આવે તે ન બને અને અમે પણ કંઇ કપૂર નથી કે ગરમીરૂપી દુષ્ટોને જોઈને જ વરાળ થઈ ઉડી જઈએ. અમે મલાઈની બરફી પણ નથી કે દુછજનો અમને ખાઈ જાય; પરંતુ અમે તે પથ્થર છીએ, વજ છીએ, અમે હિમાલય પર્વત છીએ, અમે દુષ્ટોને માટે તે દુર્ગાદેવીએ છીએ. શી મગદૂર છે કે કોઈ દુષ્ટ અમારી સાથે દુર્વ્યવહાર કરે. હા, આજકાલની અવસ્થા જોઇને તે અવશ્ય આશ્ચર્ય થાય છે. પરંતુ માતાઓ અને બહેન ! ભલેને આપણે લેખિકાઓ થઈએ કે ભાષણ કરતાં શીખીએ, પરંતુ એ નિંદાઓ દૂર કરવી મુશ્કેલ છે. જ્યાં સુધી આપણે આપણી શક્તિઓની ઓળખાણ ન કરી લઈએ ત્યાં સુધી આપણું જીવન નિરર્થક છે. ખરેખર, આપણે આપણામાં રહેલી શક્તિઓનો સાક્ષાત્કાર કરીને અન્ય બહેનોને પણ તેમનામાં રહેલી શક્તિઓને જાગૃત કરવામાં મદદ કરવી જોઈએ, કે જેથી કોઈ પણ માણસ આપણા તરફ ઉંચી આંખ ન કરી શકે. આપણામાં ભારે શક્તિ છે. આપણે પણ ઉકેયીની પેઠે ચાલતા રથ રોકી શકીએ તેમ છીએ. કૌશલ્યાની પેઠે રામ જેવા પુત્રો ઉત્પન્ન કરી શકીએ તેમ છીએ. રાજકુમારીની પેઠે અકબર જેવા મહારાજા પાસે હાથ જોડીને ક્ષમા મંગાવી શકીએ તેમ છીએ. હત્પર્ય કે, આપણે આપણા બળથી એ દેવીઓની પેઠે જ સર્વ કાંઈ કરી શકીએ તેમ છીએ.
હાલમાં આપણું બહ પતન થયેલું છે, તેમાંથી જાગ્રત થવું જોઈએ. હવે વધુ ઘોર નિદ્રામાં પડી રહેવાની જરૂર નથી. આપણે બહુ “અબળા” બની ગઈ છીએ. અવે તો આપણે “સબળા” બનવું જોઈએ અને પુનઃ પ્રાચીનકાળની દેવીઓના જેવી થવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે એજ પ્રાચીન માતાઓની પુત્રીઓ છીએ કે જેમનાં નામ-કામ આજપર્યંત પ્રસિદ્ધ છે. જાગો, જાગો ! એ બહેને! હવે અબળા રહેવાનો સમય ચાલ્યા ગયે છે. નિબળને માટે આ જગતમાં હવે સ્થાન જ રહ્યું નથી. બહેને ! હવે તે શક્તિના અવતારસમી રણચંડી બનવાની અને પ્રેમ-શૌર્યની સાક્ષાત પ્રતિમાઓ બનવાની ઘડી આવી પહોંચી છે. જાગો, જાગે એ બહેને ! અવશ્ય જાગ્રત થાઓ ! ! “જાગ્યા વિના કદિ ભારતલલના, ભારત કદિએ જાગશે ના, જાગો ના.”
(“સ્ત્રીધર્મશિક્ષક” ઉપરથી)
શ,
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com