________________
૨૨૪
શુભસંગ્રહ-ભાગ પાંચમ કે, અમારા દેશના લોકો ઘણી મોટી સંખ્યામાં હોવા છતાંયે સંસાર સમક્ષ કંઈ લેખામાં જ ગણાયા નહિ. જર્મનીના ૬ કરોડ, ઇગ્લેંડના ૪ કરોડ અને ક્રાંસના ૫ કરોડની જેટલી કિંમત છે તેના પચીસમા ભાગની પણ અમારા ૩૧ કરોડ મનુષ્યની નથી. અમે તદ્દન નકામાં, બેદાં, પોચાં, કાયર અને પાજી બાળક પેદા કરી રહ્યા છીએ, કે જે સંસારમાં ઓછામાં ઓછા દરે વેચાય છે અને હવે તો તેમને એ રીતે પણ નથી ખરીદતા. અહા ! કેટલા બદની વાત છે, કે જેનાં ચરણ ચૂમીને સંસાર પિતાને સૌભાગ્યશાળી માનતે હતો, તેનાં સંતાનો આજે કંઈ ગણત્રીજ નથી !
પ્રત્યેક વસ્તુનું મૂલ્ય ત્રણ બાબતો ઉપર અંકાય છે –ઉપયોગિતા, ટકાઉપણું અને સુંદરતા. આપ એક ઘડિયાળ ખરીદવા જશે તે વખત આ૫વામાં, ખરાપણામાં, સુંદરતામાં અને ટકાઉ
તે જેટલી સારી હશે તેટલી વધુ કિંમત પડશે. હવે આપણાં સંતાનો આ કસોટીએ કેવાં ઉતરે છે તે આપણે જોઈએ.
પહેલી ઉપયોગિતા . દરેક બાબતમાં–ગમે તે શારીરિક બળસંધી કે માનસિક, ભારતવાસીઓને સંસારમાં સૌથી છેલ્લું સ્થાન મળે છે, અને કે ઉત્તમ સ્થાન આપ્યું તે તેનો દુરૂપયોગ જ કરવામાં આવે છે. હું કેટલાક ગણ્યા ગાંઠયા માણસની વાત જવા દઉં છું, કે જેઓ માત્ર અપવાદરૂપજ છે અને જેમનાં દષ્ટાંતો લઈને નકામી ડીંગ મારવામાં આવે છે. સર્વ પ્રકારની માનસિક અને શારીરિક શક્તિને માટે જાતીયતા, પુષ્ટિકારક ભજન, સારાં સ્વચ્છ મકાન, લાભની આશા, નિશ્ચિત મન અને સ્વતંત્રતાની જરૂર છે, કે જે ભારતવાસીઓથી તે કેટલાય કેસ દૂર છે. જે અભાગીઆઓને સાત પેઢીથી સંડેલું અન્ન ખાતાં ખાતાં, કૂતરાં અને ભુંડથી પણ હલકી સ્થિતિમાં રહીને મેલીયા, બરોળ, ક્ષય અને શ્વાસના રાગ વારસામાં ૧ છે; તેમનાં શરીર અને મનની શક્તિઓ કયાં રહી શકે અને તેઓ તેને ઉપયોગ પણ શું કરી શકે?
અમારાં બાળકોને શિક્ષણ, ભરણપોષણ, સુખે રહેવાની, કામ કરવાની કે પિતાની જાતને ઓળખવાની કશીયે દરકાર નથી; તે પછી તેઓ શું ઉપયોગી બની શકશે? અરે, હવે તો એવી સ્થિતિ થઈ પડી છે કે સંસારની સભ્ય જાતિઓમાં ભારતીય કુલીઓને પણ નાછૂટકે જ લેવાય છે. કેવી મજાની વાત કે અમારા પોતાના ઘરના મટી મેટા અધિકાર (વ્યથા, શિક્ષણ અને વિજ્ઞાન વગેરેના) બીજાઓના હાથમાં સાંપાને અમે જ્યારે તેમને ઘેર મજુરીની ભીખ માગીએ છીએ ત્યારે કુતરાંની પેઠે હાંકી કાઢવામાં આવે છે ! અમે અમારા જ ઘરમાં, પિતાના જ દેશમાં રહીને ત્રીજા વર્ગમાં મુસાફરી કરીએ છીએ, સડેલું–બગડેલું, સસ્તુ અને જાડું અનાજ ખાઇએ છીએ; આખો દિવસ પરસેવો વહાવીએ છીએ અને ભરજુવાનીમાં કૂતરાને મોત મરાએ છીએ! અને એ લાકે પહેલા વર્ગના ખાસ ડબાઓમાં મુસાફરી કરે છે, ઉત્તમ બંગલાઓમાં સ્વર્ગસુખ ભોગવે છે અને ખાતાં ખાતાં જે બચે છે, તે તેમનાં મોટાં મોટાં ખિસ્સામાં ભરીને તેમને ભાગ્યશાળી ઘરમાં લઈ જાય છે. ત્યારે અમે એમ માનીએ કે અમારું ઘર ગરીબ, નકામું અને કંઇજ કામનું નથી કે અમેજ કશા ઉપયોગના નથી ? જે ભારત દરવર્ષે સાડીબાવીસ કરોડ રૂપિયા નગદ પગારતરીકે વિદેશીઓને આપે છે, તેને જેઓ સમૃદ્ધિશાળી નથી એમ કહે છે, તેઓ જૂઠા છે. જે ભારતમાં વિવિધ પ્રકારની ખેતી, ખનિજ અને ઉદ્યોગને માટે કુદરતી સામાન છે, ઉત્તમ કેરાયેલા અને ઉમદા કેરોસીન છે, લેઠું અને લાકડાંની ઉત્તમતા જોઈને તે ઇગ્લાંડવાળાઓના મેમાં પાણી છૂટે છે; સેનું, ચાંદી, તાંબુ અને કલાઈ વગેરે રત્નોની જ્યાં ખોટ નથી, રેડિયમ પણ જ્યાં પુષ્કળ પ્રમાણમાં મોજુદ છે, તે ભારત શામાટે ભૂખે મરે છે, એ વાત શું વિચારવા જેવી નથી?
સન ૧૮૦૧ થી ૧૦૨૫ સુધીનાં ૨૫ વર્ષમાં સમસ્ત ભારતવર્ષમાં ૧૫ લાખ મનુષ્યો ભૂખે મર્યાં હતાં. સન ૧૮૨૫ થી ૫૦ સુધી દુકાળનું બહુ જોર રહ્યું હતું. ૫૦ થી ૭૫ સુધીનાં ૨૫ વર્ષમાં ૫૦ લાખ માણસ ભૂખે મર્યા; પરંતુ ૧૮૭૫ થી ૧૯૦૦ સુધીમાં ૧૮ વાર તો દુકાળ પડયા કે જેમાં ૨ કરોડ માનવીઓ સ્વાહા થઈ ગયાં. તેમાંથી માત્ર છેલ્લાં દશ વર્ષ માંજ ૧ કરોડ ૯૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com