________________
મરજી પ્રમાણે વરસાદ વરસાવી શકાય છે. ७६-मरजी प्रमाणे वरसाद वरसावी शकाय छे. મુંબઈમાં ભાડા દિવસો દરમિયાન વરસાદ ખૂબ થો. ગરમીના ત્રાસમાંથી બચવા માટે લોકો કયારના મેધરાજની કૃપાયાચના કરી રહ્યા હતા, પરંતુ તેઓ મેઘરાજની અતિ કૃપાથી કંટાળ્યા. “સા...આ વરસાદ ક્યાંયે બહાર નીકળવા દેતો નથી ” “ હવે તો વરસાદ બંધ થાય તો સારું એવા ઉદગારો એ કટાળેલા લોકો કાઢવા માંડયા. કેટલાકને આ સ્થિતિમાં સ્વભાવતઃ એવી ઈચ્છા થઈ હશે કે વરસાદ વરસાવવાની શક્તિ આપણામાં હોય તે ? ઈચ્છા મુજબ વરસાદ હરસાવી કે અટકાવી દેવા આપણે શક્તિમાન હોત તો?”
એવી ઈચ્છા કરનારાઓને હું આથી ખુશ ખબર આપું છું કે, ઈચ્છાનુસાર વરસાદ વરસાવવાના પ્રયાગ ઇલીનોઇઝ યુનિવર્સિટીના ચાર્લ્સ નીયે ફતેહમંદીપૂર્વક કર્યા છે. વાત આશ્ચર્યજનક છે ખરી, પણ વધુ આશ્ચર્યજનક તે એ છે કે ‘મરજી પ્રમાણેના વરસાદ વરસાવવાની શેાધ જાપાનના બાયામાં ગામના વતની માતાકાનો બુહારાએ વર્ષો પૂર્વે કરી છે; અને વર્ષો થયાં એ કંઈ નહિ તે વરસાદની બાબતમાં કુદરતપર વિજય મેળવી ચૂકયા છે.
મી. નાબુ રે ૬૦ વર્ષના વૃદ્ધ ગૃહસ્થ છે. એમની પ્રયોગશાળા સુનયામા પાક નામની સમુદ્રની સપાટીથી ૧૨૦૦ ફીટની ઉંચાઈએ આવેલી એક જગા પર છે. મી દ ને બુહારાનું વરસાદ વરસાવવાનું યંત્ર બહુજ સરળ અને સેધું છે. એ યંત્ર લાકડા ને દોરડાના બનેલા ૭૦-૮૦ ફીટની ઉંચાઇનો એક ‘ટાવર' ૨૦-૩૦ ફીટ ઉંચાઈને એક થાંભલો અને થોડાક વિજળીના તાર. આટલી વસ્તુઓનું બનેલું છે. થાંભલાને મથાળે વિજળીને એક બ્રાડકાસ્ટીંગ કરવાને ગોળો ગોઠવેલો છે.
આ યંત્રની કાર્ય પર તિ પણ એટલી સરળ છે. એક યંત્રદ્વારા ૨૦૦ વોટની વિજળીને ૮૦,૦૦૦ વોટન વિજળમાં ફેરવી નાખવામાં આવે છે અને એ વિજળીક પ્રવાહને સીધા પ્રવાહનું રૂપ અપાય છે. નેગેટિવ વિજળીને પૃથ્વીમાં જવા દેવામાં આવે છે અને પોઝિટિવ વિજળીને આસપાસ ફેલાવામાં આવે છે. એ રીતે ફેલાયેલી વિજળી વાતાવરણના ભેજ પર અસર કરે છે; અને પરિણામે થોડીજ વારે પવે છે અને ઝાડીઓમાંથી કાળાં વાદળાં નીકળી આવીને ટાવરની ઉપર ઘેરાઈ જાય છે. વિજળી એ વાદળાંમાંના ભેજપર અસર કરે છે અને એથી વરસાદ પડવા માંડે છે. ધાડો વખત સાધારણ છાંટા પડ્યા પછી જેરમાં વરસાદ આવે છે. એ વરસાદ પાંચ છ " માઈલના વિસ્તારમાં પડે છે અને દર ૬ ચોરસ ફીટ દીઠ ૧૫ ગેલન પાણની રાસ આવે છે. અનાવૃષ્ટિના સમયમાં આટલો વરસાદ આશીર્વાદરૂપ થઇ પડે છે.
મી ૯ નબુહારાના “ વૃષ્ટિ ઉત્પાદક ' યંત્રની યાંત્રિક ખુબી આટલીજ છે !
મી. નાબુહારાને પહેલો પ્રયોગ ૧૯૦૦ ની સાલમાં યામાટોના ઉનબી ડુંગરપર થયે અને ફતેહમંદ નીવડશે. એ પ્રયોગને અંતે પડેલો વરસાદ માત્ર એક કલાક રહ્યો અને મીનાબુહારાની એ લોકસેવા માટે એમને રાષ્ટ્રીય પ્રસિદ્ધિ મળવાને બદલે એમને માત્ર સ્થાનિક ખ્યાતિ મળી. આનું કારણ સ્પષ્ટ છે. જાપાની જનતા નવી શોધો પ્રત્યે ઘણી ખરી ઉદાસીન રહે છે, અને તેમાંય મી , નાહારાની શોધ તે એટલી અદભૂત હતી કે જોયા વિના કોઈ માની શકે નહિ.
૧૯૦૧ ના વર્ષમાં મીનાબુહારા ટકશીમા કેન નામના પ્રદેશમાં ગયા. ત્યાં એમણે વરસાદને અભાવે પીળાં પડી ગયેલાં ખેતરો અને સૂકાઈ ગયેલી વનસ્પતિ જોઈ. એમણે પોતાની નવી શોધનો ઉપયોગ કરીને વનરપતિને નવજીવન આપ્યું. લોકોના આશ્ચર્ય ને હર્ષનો પાર ન રહ્યો. તેઓએ મિત્ર નબુહારાના માનમાં ભવ્ય ઉજાણ કરી. એ ઉજાણી ચાલતી હતીએવામાં કેટલાક જવાન માણસે
સેક” નામના દારૂનું એક પીપ લઈને ત્યાં આવ્યા. એનું કારણ પૂછતાં તેઓએ ખુલાસો કર્યો કે, પડોશમાં રહેતા એક સુથારને આ પ્રયોગ ફતેહમંદ થશે એ વિશ્વાસ નહતો; તેથી એણે એવી શરત મારેલી કે “જે આ પ્રયોગથી વરસાદ વરસે તો હું તમને બધાને દ્રાક્ષના દારૂનું સ્નાન કરાવું ! શરત વિચિત્ર હતી; અને વરસાદ થયો ત્યારે એ સુથાર ગભરાયો અને “સેકના આ પીપથીજ એનો છુટકારો કરવા અમને વીનવ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com