________________
નાગરવેલના પાનના લાભ તથા હાનિ
૧૯૫
પાનનાં ખીડાં ચાવવાથી માંમાં થુંક વધારે પ્રમાણમાં નીકળવા લાગે છે, તેથી જો માં અને ગળું સૂકાવા લાગે તેા પાન ખાવાથી તરાવટ આવે છે, તરસ છીપાઈ જાય છે અને મેાંની દુર્ગંધ દૂર થાય છે. ભાજન પછી પાન ચાવવાથી પચવામાં મદદ કરે છે. પેટનાં દર્દી પણ દૂર થાય છે. તેથી પાચક ઔષધિએની સાથે પાન કાઈકા વાર અજી ના રાગામાં આપવામાં આવે છે. કડવી દવા ખાધા પછી પાન ખાઈ લેવાથી માં સારૂ થઇ જાય છે. શરદી અને ખાંસીમાં તે કફને બહાર કાઢે છે.
પાનના ઢાષ જો કે એક બે ખીડાં રેાજ ખાવાથી ફાયદો થાય છે ખરેા, પરંતુ તેના અથ એવા નથી કે તેનાથી નુકસાન થતુંજ નથી. જો સયમપૂર્વક માત્ર ભાજનની પછી રાજ એક કે બે પાન ખાવામાં આવે, તે તેનાથી હાનિ કરતાં લાભજ વિશેષ થાય છે; પણ જો તેને એથી વધારે ઉપયાગ કરવામાં આવે તે તે ધણું ભારે નુકસાન થાય છે. ઘણા લેાકેારાજ દશ-પંદર પાન ખાધા કરે છે. કેટલાક તેા આ સંખ્યાને સે। સુધી પણ વધારી દે છે; પરંતુ અંતે તેને તેનાં દુષ્પરિણામ ભાગવવાં પડે છે ત્યારેજ તે સમજે છે.
ભારતવર્ષમાં સેકડે ૯૦ ટકા લેકામાં દાંતના રાગેાની ફરિયાદ સાંભળવામાં આવે છે. ઘણે ભાગે ચાળીસ-પચાસ વર્ષની અવસ્થામાંજ લેાકેાના બધા દાંત પડી જાય છે. ગણ્યાગાંઠયા માણસેાજ એવા જોવામાં આવે છે કે જેમના દાંત વૃદ્ધાવસ્થાસુધી કામ આપી શકતા હાય અને તે એટલે સુધી કે દાંત પડવા એ તેા જીવનની એક સાધારણ ધટના મનાય છે. ચાળીસ પચાસ વર્ષની ઉંમર થતાંમાં દાંત પડી જાય તેા તેને લેાકેા રામજ નથી માનતા, પરંતુ એ વાત સિદ્ધ થઇ ચૂકી છે કે, સામાં તેવુ કે તેથી પણ વધારે લેાકેાના દાંત પડવાનું કારણ તેઓ પાનનેા ઘણાજ વધારે ઉપયોગ કરે છે તેજ છે. વાત એવી છે કે, પાનના રેસા, સોપારીના ઝીણા ટુકડા અને ચૂને દાંતાની વચ્ચે ભરાઇ જાય છે અને તે એટલા પ્રમાણમાં વધી જાય છે કે, દાંતા ઉપર જોર દઈને તેની વચમાંના ભાગને વધારી મૂકે છે અને તેને દૂર કરવા માટે જીભ હમેશાં દાંત તરફ ગયા કરે છે. કેટલાક સમય પછી અવાળાં દુ:ખવા માંડે છે અને તેની અંદર પર્ ઉત્પન્ન થાય છે. અને દાંતામાં અસહ્ય પીડા થવા લાગે છે. અને કેટલાક સમય પછી જ્યારે તેની જડની નસા વગેરે સારી રીતે નાબુદ થઇ જાય છે એટલે તે પડી જાય છે. આ પ્રમાણે પાનનું વ્યસન દાંતને નાશ કરે છે. અને લેાકા દાંત વિના ભાજનને સારી રીતે નહિ ચાવી શકવાથી તેને એમ ને એમજ ઉતારી જાય છે. પરિણામે દાંતનુ કામ પેટને કરવું પડે છે અને તે પણ કેટલાક સમય પછી નબળુ પડી જાય છે. ભાજન સારી રીતે પચતું નથી અને મનુષ્ય નિળ થતે થતા અંતે પેાતાના પાનના વ્યસનને લીધે કાળના મુખમાં જઈ પડે છે.
પહેલાં કહેવાયા પ્રમાણે પાન ખાવાથી મુખમાં શુષ્ક અધિક માત્રામાં પેદા થાય છે ખરૂ, પરંતુ જેમને બહુ પાન ખાવાની ટેવ છે તેમનું ધણું ખરૂં થુક આખા દિવસમાં નકામું નીકળી જાય છે, અને ભેાજન વખતે બહુજ એન્ડ્રુ નીકળે છે. પરિણામ એ આવે છે કે, ભેાજનમાં થુંક સારી રીતે નહિ ભળવાથી સ્ટાર્ચ નામને પદાથ સારી રીતે પચી શકતા નથી. કેટલાક લેાકેા પાનની સાથે તંબાકુ ખાધા કરે છે. પરંતુ પાન અને તખાકુનું મિશ્રણ થવાથી માંની અંદરની કામળ ચામડી અને જ્ઞાનતંતુએના નાશ થઈ જાય છે. અને ભેાજનમાં કદી પણ સ્વાદ આવતા નથી. તેથી પાનને વિશેષ ઉપયાગ કરનારાઓને ભેજનની ઇચ્છા બહુ એછી થાય છે અને તેમાં કઇ સ્વાદ પણ આવતા નથી. પાન, ચૂના અને કાથા વગેરે વધુ પ્રમાણમાં લેવાથી પાચનશક્તિને પણ આછી કરી નાખે છે. અસ્તુ. વધારે પાન ખાવાથી ભૂખ એછી થઇ જાય છે, ભેાજનને સ્વાદ અનુભવાતા નથી અને નથી તેા તે બરાબર પાચન થતું.
ક્યારેક ક્યારેક વધારે પાન ખાવાથી જીભ અને ગાલમાં ફાલ્લા પણ થઇ જાય છે. પાનના ચૂનાને લીધે લાહીમાં કેલ્શિયમ' નામને પદાર્થ વધી જાય છે અને તેને લીધે અનેક ભયાનક રાગા ઉત્પન્ન થાય છે. જીવન-તત્ત્વ (વાઈટેલીટી) ઓછું થઈ જાય છે અને રાગેાના હુમલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com