________________
૧૯૮
શુભસંગ્રહ-ભાગ પાંચમે
ત્રણ વર્ષ રહીને ૧૯૦૪ માં મી. નાબુહારીને દેશીકી પ્રદેશમાંથી તેડું આવ્યું. એ પ્રદેશ અનાવૃષ્ટિએ ઉજજડ કરી મૂકયો હતો અને લોકો ખૂબ કંટાળી ગયા હતા. મી. નાબુહારાએ પિતાનું યંત્ર અસાતિયામા ટેકરીના શિખર પર ગોઠવ્યું. લોકોના ટોળેટોળાં એ જોવા ભેગાં થયાં હતાં. થોડીજ વારે મુશળધાર વરસાદ શરૂ થયો અને કેટલાક કલાકો સુધી વરસતે રહ્યો. થોશીકાના લોકો એટલા બધા
ત થયા કે તેઓએ મી. નાબુહારાને કેટલાક દિવસ સુધી પિતાના ગામમાંથી જવા ન દીધા.
આ તો મી. નાબુહારાના શરૂઆતના પ્રયોગો થયા. એ પછી એમણે અનેક વર્ષો સુધી અનેક ફતેહમંદ પ્રયોગ કર્યો છે. હાલમાં તેઓ કોરિયામાં છે. કેરિયા એ અનાવૃષ્ટિને પ્રદેશ હોવાથી બુહારની શોધ ત્યાં વિશેષ કલ્યાણકારી થઈ પડશે. (તા. ૧૪-૭-૧૯ર૯ના “બે ઘડી મોજ' માંથી)
७७-परस्त्री तरफ आकर्षाइ पायमाल थयेला पुरुषो
(૧) સને ૧૯૨૬ માં જુનાગઢ સ્ટેટના એક મેડીકલ ઓફિસરે એક રી દઈની આબરૂ લીધી. તે ગુહા માટે તેમને રાજની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.
(૨) મુંબઈના એક ર્ડોકટરે એક સ્ત્રી દર્દીની આબરૂ લીધી હતી. તે ગુન્હા માટે તેમને એક મહીનાની સાદી કેદ તથા રૂ. ૧૦૦૦ ના દંડની સજા થઈ હતી. (“જામે જમશેદ તા.૪-૯-૨૮.)
(૩) અલ્હાબાદના એક ડોકટરે એક સ્ત્રીદદીની આબરૂ લીધી હતી. તે ગુડા માટે તેમને છ મહીનાની સાદી કેદની સજા થઈ હતી. (“ટાઈમ્સ ઓફ ઇંડિયા તા. ૨૯-૫-૨૯)
' (૪) મુંબઈમાં એક વહારે દિવાળીની રોશની જોવા ગયા. રસ્તામાં એક જુવાન પીર ગી છોકરીને જોઈને તે દિવાને થઇ ગયો અને તેણે તે છોકરીના શરીર સાથે છૂટ લીધી. તે ગુન્હા માટે તેને રૂ. ૩૦૦ નો દંડ થયો હતો.
(જમશેદ” તા. ૩-૧૧-૨૭.). પારકી સ્ત્રી તરફના એચિંતા આકર્ષણથી દિવાના થઈ જઈને ઉપર પ્રમાણે ઘણા હતભાગી પુરુષો પાયમાલ થઈ જાય છે, અને તેને પરિણામે પિતાનાં વહાલાં કુટુંબના તેઓ શાપ લે છે.
ઉપર જણાવેલી જાતની ઓચિંતી આફતથી બચવાનો સહેલે ઉપાય એ છે કે, કેઈપણ પારકી સ્ત્રી તરફ આકર્ષણ થાય ત્યારે તેણીને વર, અથવા બાપ, અથવા ભાઈ તેણીની પાસે ઉભો છે એવું માની લેવું. વળી સર્વશક્તિમાન પરમેશ્વર પિતાને જુએ છે તેનો પણ ખ્યાલ કરો.
એવું માની લેવાનો તથા ખ્યાલ કરવાનો નિયમ પાળનારા પુરુષો કદી પણ ઓચિંતી આફતમાં આવી પડે નહિ. માટે-વાંચનાર! ચેતશે ? સતુ ભુવન-જુનાગઢ
લાભશંકર લક્ષ્મીદાસ [મા ગાંધીજીએ પોતાના આશ્રમમાં કુંવારા યુવાન સ્ત્રીપુરુષોને ગમે ત્યારે ભેળસેળ થવાની છૂટ રાખેલી (પાશ્ચાત્યાનું જોઈને, આગવી સમજણે ચાલીને, આર્ય ધર્મશાસ્ત્રોની અવગણના કરીને, તેથી અજ્ઞાત રહીને કે શા કારણથી એમ રાખ્યું હશે તે તો તેઓ જાણે ને સર્વજ્ઞ જાણે); પણ કડ અનુભવ લીધા પછી તે પ્રકાર બંધ રાખેલો સાંભળ્યું છે. વળી યૂરોપના મહાયુદ્ધ માટે ફ્રાન્સમાં જવા પહેલાં થોડા દિવસ લાખ યુવકને મોટા લોકને ત્યાં રહેવું પડેલું ત્યારે તેમની સરભરા માટે યુવાન કન્યાએ યોજેલી તેમાંની (સેવક ભૂલતો ન હોય તો) ચાળી સ હજારને ગર્ભ રહેલા (આ વાત તે સમયનાં વર્તમાન પત્રામાં છપાઈ હતી); છતાં આશ્ચર્ય જેવું એ છે કે, તેઓશ્રીની વિદ્યાપીઠમાં તેમની જ જયંતીને દિવસે યુવાન કન્યાઓ અને વિદ્યાથી ઓને સેળભેળ ડાંડીયારાસ કરાવ્યો હતો ! એ પણ એક ઉત્તમ શિક્ષણ અને સુધારે ગમ્યું હોય તે પણ આ સમયમાં નવાઈ નથી. પરંતુ જેમની એવી સમજણ હોય તેઓ આવી તેવી બાબતો એક વાર ખુલ્લી રીતે ચચે તો તેમની ભૂલ હોય તે તે ભાગે; અને તેઓ ખરા છે એમ ઠરે તે પછી લોકે પણ તેવું કરવા માંડે. બેઉ રીતે લાભ છે.
ખરાબ ભિક્ષુ-અખંડાનંદ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com