________________
८० - केटलीक जाणवाजोग वस्तुओ
.
સુવર્ણ મંદિરના ખજાના
અમૃતસરમાં શીખાનું સુવર્ણદિર છે. આ મંદિરમાં કરાડે રૂપિયાનુ ઝવેરાત પડેલું છે. આ ઝવેરાત પ્રજાને વરસમાં ચાર મોટા તહેવારેાને દિવસે બતાવવામાં આવે છે. દેવપૂજામાં અર્પણ થયેલું એ ઝવેરાત પવિત્ર મનાય છે. હમણાં મદિરને કારભાર પ્રબંધક કિમિટ પાસે છે. સુવર્ણ - મંદિરના મુખ્ય દરવાજા ઉપરના ઓરડામાં આ ખજાનેા રાખવામાં આવ્યા છે. ત્યાં મજબૂત પહેરા છે. ત્રણ તાળાં એ એરડાને રહે છે અને તેની ત્રણ જૂદી જૂદી ચાવીએ ગુરુદ્ધાર કમિટિના ત્રણ સભાસદે પાસે રહે છે. આ ત્રણ સભાસદેાની હાજરી સિવાય એ એરડા ખેાલી શકાતા નથી. આવા મજબૂત બંદોબસ્તના કારણે ચારીને! બિલકુલ સભવ નથી. એ ખજાનામાં સેને મઢેલાં પતરાંનાં આઠ બારણાં છે. એમાંનાં છ મહારાજા રણજિતસિંહના વખતમાં બન્યાં હતાં. એક રેશમી ઝભ્ભા છે જે સાના, હીરા, માણેક વગેરેથી ભરેલા છે. સેા વરસ પહેલાં હૈદ્રાબાદના રાજાએ રણજિતસિંહને તે ભેટમાં આપ્યા હતેા. એવીજ એક સેાનેરી છત્રી છે, જેમાં પણ હીરામાણેક જડેલાં છે. એને મથાળે સોનેરી મેર બેસાડેલે છે. એની ચાંચમાં મેતીનેા એક અમૂલ્ય હાર છે. જીવતા મેાર જેવાજ અને એટલાજ કદને એ બનાવેલા છે. આવીજ જાતની છત્રીએ અને આભૂષણો અકાલ તખ્ત વગેરે માટે અહીં છે. એક ઘણી ભારે તલવાર પણ અહી છે તે પશુ સેાના અને હીરાડિત છે. મહારાજા રજિતસિંહ શુભ પ્રસંગેાએ એને ઉપયાગ કરતા હતા. સુવર્ણમંદિરનાં ચિત્રા જોતાં જણાય છે કે, મંદિરમાં ધણું પરિવર્તન થયેલું છે. રાજા રણજિતસિંહ આ મંદિરને એક ખૂણે દરખારીએ સાથે એસી ગ્ર ંથસાહેબનું શ્રવણ કરતા હતા. મદિરના સંબંધમાં જૂદા જૂદા પ્રસંગના લખતે અને દસ્તાવેજના પત્રા પણ અહી' મેાજીદ છે, તેમ કાગળેપર પણ છે, એવે એક લેખ સર હેન્રી લારેન્સની સહીનેા છે. તેમાં ફરમાન છે કે, અમૃતસરમાં ગાયની કતલ થઇ શકશે નહિ તેમ અમૃતસરના કોઈપણ મંદિરના કાઈપણ મંદિરમાં જોડા સાથે જવાશે નહિ, તેમ શીખાને કાઈ ત્રાસ આપી શકશે નહિ. આ ખજાનામાં ખીજી સેકડેા અમૂલ ચીજો અને ભેટાના સમાવેશ કરવામાં આવ્યા છે અને તેની બહુ કાળજીથી જાળવણી થાય છે. નાલંદાનું વિધવિદ્યાલય
નાલંદા વિશ્વવિદ્યાલયનું ખેાદકામ સરકાર તરફથી છેલ્લાં ૧૪ વર્ષથી ચાલુ છે. મેાટા મેાટા એરડાઓ અને સ્નાનાગારની જાણે અહી કતાર લાગી રહી છે. એનુ ખેાદકામ કરતાં કેટલીયે અદ્ભુત ચીજો મળી આવી છે. એક શીશે એવેા મળી આવ્યા છે કે જો તેને કાપણુ લખેલા કે છાપેલા કાગળપર મૂકવામાં આવે તે એ કાગળમાંના લખાણનું પ્રતિબિંબ એરડાની ચારે દિવાલેાપર પડે અને બધી દિવાલપર એ લખાણ વાંચી શકાય ! અહીં ચાર કૂવા પણ મળી આવ્યા છે. સેકડા વ થઈ ગયા છતાં એ કૂવાઓનું પાણી હજી અમૃત જેવું મીઠું છે. અશાકના જમાનાના ચેાખા પણ મળ્યા છે, જે માત્ર કાળા પડયા છે પણ અખંડ છે. સરકારે ત્યાંના ખેદકામ પાછળ લાખા રૂપિયા ખર્ચ્યા છે અને હજી એ કામ ચાલુ છે.
લાહીચૂસ તલવાર
આ એક અજબ વાત છે. બિહારના લાલા લક્ષ્મીચંદ જૈનને ધેર એકનાને સરખા પ્રાચીન વસ્તુઓના સંગ્રહ છે. લાલાજી જૂની વસ્તુઓના ખૂબ શેાખીન છે. એમણે ભાત ભાતની અજાયબ ચીજો એકત્ર કરી છે. એમને ત્યાં અનેક પ્રકારની કારીગરીની સુંદર તલવારેા છે. તલવારા, કટારે। અને ખીજા હથિયારા ઉપર સાનાનુ` સુંદર નકશીકામ કરવામાં આવ્યું છે. એમને ત્યાં કાઈ દિવસ ન બ્લેઇ હેાય એવી એ અદ્ભુત તલવારેા છે. આ તલવારેા, બ્લોટીંગ પેપર જેમ શાહી ચૂસી લે છે તેમ લેાહીને ચૂસી લે છે. આ તલવારથી કાઇપર ધા કરવામાં આવે તે લેહીનાં ખુદ બહાર પડતાં નથી, પણ બધું લેાહી એ તલવાર ચૂસી લે છે. આ બાબતમાં કેટલું' સત્ય છે એ તેા રામ જાણે; પણ જો વાત સાચી હોય તે! ખરેખરી અજાયબીજ કહેવાય. (તા. ૩–૭–૧૯૨૯ ના ‘“ખેડા વમાન”માંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com