________________
શેરભર સુધારા સાથે પેસી ગયેલે સવામણ બિગાડે!
૨૦૭ બાળપણની એક વાત યાદ આવે છે કે, એક દિવસ એક બાળક પોતાની ગોદમાં સૂતું સૂતું તેની માતાના મુખેથી અનેક વાતો સાંભળતું હતું. બાળકે માતાને પૂછ્યું કે “મા ! આ ગામનો જમીનદાર મોટો માણસ છે; બધા માણસો તેનાથી ડરે છે, તેને મસ્તક નમાવીને પ્રણામ કરે છે. તે જમીન
ર અમને પ્રણામ કેમ કરે છે ?” માતાએ જવાબ આપ્યો કે “બેટા ! તું બ્રાહ્મણ છે, એ ક્ષત્રિય છે; તેથી તે તને પ્રણામ કરે છે. જન્મ-જન્માન્તરનાં અનેક પુણ્ય એકઠાં થતાં બ્રાહ્મણને જન્મ મળે અને તે જન્મમાં તે એવું અભિમાન કરે કે મેં મહાપુણ્ય કરેલાં એટલે હું બ્રાહ્મણ જો છું; તો તેનું પુણ્ય નાશ પામે છે અને બીજે જન્મે તે બ્રાહ્મણને ત્યાં જન્મતો નથી. આ વાત મેં હરિશ્ચંદ્રની કથામાં સાંભળી છે. બીજાએ પ્રણામ કરે ત્યારે મનમાં વિચારવું કે, આ પ્રણામ મને નહિ પણ બ્રાહ્મણના શરીરધારા નારાયણને કરાયા છે. સાવધાન ! બેટા! કદી આ વાત ભૂલો નહિ !' બાળકે માતાના ઉપદેશથી પ્રસન્ન થઈને ફરીથી પૂછયું કે “ઠીક, મા ! વધારે પુણ્ય તો થોડાજ માણસો કરે છે, મોટા ભાગના માણસે તો થોડુંકજ પુણ્ય કરે છે; તે બ્રાહ્મણ આટલા બધા વધી શી રીતે ગયા ? અને જમીનદારો ઓછી કેમ છે ?” માતાએ હસીને જવાબ આપે –“બેટા! એવી વાત નથી. આ સમયમાં પણ આપણા દેશમાં ઘણા લોકો વધારે પુય કરે છે, એવું પુણ્ય કરનારા થોડા છે. ઈશ્વર પાસે તે જે માગશો તે મળશે. તું જે ઈચછે તે તને કેમ ના આપે? કોઈ પણ વસ્તુ તારે જોઈતી હોય છે અને તેને માટે તું હઠ કરે છે તે મારે તને આપવી પડે છેતેમ ઉચ્ચ કુળમાં જન્મ લેવો તેના કરતાં ધનવાન થવું એ નીચી વાત છે તે શું તું નથી જાણતો ? ધન હરાઈ ગયા પછી માણસ ધનવાન નથી રહેતું, પણ રસ્તાને ભિખારી બની જાય છે; પરંતુ બ્રાહ્મણના બ્રાહ્મણત્વને શું કાઈ છીનવી લેશે ? તેથી આ દેશના લોકો ધનની ઇરછા નહિ કરતાં બ્રાહ્મણના કુળમાં જન્મ ઇરછે છે. જે અજ્ઞાની અને લેભી છે તેજ ધનની ઇચ્છા કરે છે. એવા લેકે દેશમાં બહુજ ઓછા છે. સત્યયુગ, ત્રેતા અને દ્વાપરના લોકો વધારે પુણ્ય કરતા હતા. એ બધાને મુક્તિ ના મળી તેઓ હરતા ફરતા આવીને બ્રાહ્મણ થયા છે.”
વાંચનાર! તે સમયની નિરક્ષર માતાનો આ ઉત્તર બરાબર યોગ્ય જ હતા. તે બાળક આ જવાબ સાંભળીને સંતોષ પામ્યો. ખેલતી વખતે તેને મુખેથી આ વાત અનેક બાળકોએ કેટલીયે વાર સાંભળી હતી તેથી જ કહ્યું છે. તે સમયની માતા અને દાદીએ નિરક્ષર હોવા છતાં પણ સહજ સ્વભાવેજ બાળકનાં મન ઉપર ધર્મનીતિના એવા સંસ્કાર પાડતી હતી કે એવા સંસ્કાર આજકાલની ભણેલી ગણેલી સ્ત્રીઓની વાત તો દૂર રહી, પણ મોટી મોટી શાળા પાઠશાળાઓના અધ્યાપકે પણ બાળકોના મન ઉપર પાડી શકશે કે કેમ, એ સંશય પડતી વાત છે. આ નાનકડા લેખમાં પ્રાચીન સમયનું ચિત્ર તે કેટલું દોરી શકાય? એને માટે તે કેાઈ માટે લેખ લખવાની જરૂર પડે. તે બાબતમાં ટુંકમાં એટલું જ કહેવું બસ છે કે, તે સમયમાં મહેલાના દાદા, કાકા મામા ફળિયાનાં બાળકને એકઠાં કરી એવાં એવાં શિક્ષણ આપતા અને દાદાજીની વાત સંભળાવતા કે બાળકે ગમ્મત સાથે જ્ઞાન મેળવતાં અને એ વયેવૃદ્ધ અને અનુભવવૃદ્ધ વડીલોનાં જીવંત ચારિત્રની અસર પામતાં. તે યાદ કરીને તે આજે “તે દિ નો રિવા જતા અહો ! અમારા તે દિવસો ચાલ્યા ગયા ! એવા શોકગાર કાઢયા સિવાય રહી શકાતું નથી આજે તો મહોલાનાં બાળકોને હુક્કા ભરવા, ભાંગ ઘુંટવી અને બીડી-સીગારેટ તથા ચા પીતાંજ શીખવાડતા મેટેરાઓ જણાય છે; અને કંઈક સંભળાવે તો કાલ્પનિક નવલકથા કે ગપાં કે ગમે તેવાં ગાયનોના રાગડાજ સંભળાવે છે અને ઉગતી–ઉછરતી પ્રજાને સત્યનાશ કાઢવાનો ધંધો કરે છે. હવે તે એ રામાયણ અને મહાભારતની કથાઓ અને વીરો–મહાવીરનાં આખ્યાનો કાણુ સંભળાવે ? અને કણ સાંભળે ? અરે એ વાતની પડી છેજ કોને? આ બધાનું પરિણામ એજ આવ્યું છે કે, હાલનાં બાળકો વધારે ને વધારે નિર્માલ્ય, ચારિત્રહીન અને માતપિતાની આજ્ઞા નહિ પાળનારાં થાય છે. એ દોષ તેમનાં માતપિતાનાજ છે અને તેનાં પરિણામ પાછળથી તેમને, સમાજને અને દેશને ભોગવવાં પડે છે.
(“સ્ત્રીધર્મ શિક્ષકમાંથી સ્વતંત્રાનુવાદ).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com