________________
૨૦૮
શુભસંગ્રહ-ભાગ પાંચમ ૮૪–નું મંદિરો હિંદુ સમાગનાં નથી? હિંદુ બંધુઓ! આજ ગુજરાતભરમાં ઠેકાણે ઠેકાણેથી એ પ્રશ્ન પૂછાય છે કે “શું મંદિર હિંદુ સમાજનાં નથી?” શું મંદિરે કઈ ખાનગી મિલકત છે, કે જે હિંદુસમાજના પિસાપર તાગડધીન્ના કરે, ઉત્સવો ઉજવે, ગાનતાન ઉડાવે, ભોગ ધરાવે અને એ હિંદુસમાજના પૈિસાની વ્યવસ્થા માં તે, ધર્મગુરુઓ, પૂજારીઓ, હિંદુસમાજની સલાહ-સૂચનાઓ કે કારોબારમાં ડખલગીરી સિવાય યથેચ્છ કરે, રંગરાગ રેલાવે, હોળીએ ઉજવે, અમારા મા-બહેનના ઉપર રંગ ઉડાવી તેમની અઘટિત મકરી આદરે, લાખોની મિલકતને સ્વેચ્છાચારીપણે ભોગવટો કરે? એ મહત, ધર્મગુરુઓ કે જેમનું પરમ કર્તવ્ય હિંદુસમાજ, હિંદુ બાળકે, વિધવાઓ ને અનાથને ધર્મોપદેશ આપી, સ્વધર્મમાં શ્રદ્ધા પેદા કરાવવાનું છે, તેઓ પોતાના સંકુચિત વિચારને અમલમાં મૂકી હિંદુ સમાજનું નખ્ખોદ વાળવામાં, તેમનાં બચ્ચાંને પરધર્મમાં વિદાય કરવામાં, તેમને તિરસ્કારવામાં મદદ કરી રહ્યા છે. આજ ધર્મગુરુઓ પિતાના પરમ કર્તવ્યથી વિમુખ થઈ હિંદુસમાજના જાગૃતિના પ્રશ્નોને મદદ કરવાની ફરજ છતાં મોટા ધર્મધુરંધર હોય, હિંદ સમાજમાં બને તેટલા વાડા વિભાગે દૂર કરવાનું જાણે તેમનું કર્તવ્ય ના હોય તેવું વતન ચલાવી રહ્યા છે. ઘેરી નિંદના સ્વાદ તજી સચેત થતે હિંદુસમાજ આજ પૂછી રહ્યો છે કે, શું આ મહત, પૂજારીઓ અને ધર્મગુરુઓને પદભ્રષ્ટ કરવા અને હિંદુ સમાજની મિલકતના યથેચ્છ ગેરવ્યવસ્થિત ઉપભોગને અટકાવવા આપણે કાંઈ પણ ન કરવું જોઈએ ? અમારા ધર્મગુરુઓ આજ હિંદુ સમાજની વહુબેટીઓ તરફ કુદષ્ટિ કરવામાં અને અનાચારો સેવવામાં પિતાના કર્તવ્યની ઇતિશ્રી માની રહ્યા છે. હિંદુ સમાજ તરફ તેમની કોઈ ફરજ નથી ! તેમને તો તમે હિંદુ ભાઈઓ અને બહેનો પૈસા આપો, દાણ પૂરા પાડો, માલમલીદા ખવરા અને તેઓને હિંદુ સમાજ તરફ બેદરકારી, ઘમંડ અને તિરસ્કારની નજરે જોઈ એમ કહેવા દો કે “એ કંઈ અમારે જોવાનું નથી.” “ “ અમારી કોઇ ફરજ નથી ” “ એમાં આપણે શું ?” શીખ ગુરુદ્વારામાં થોડાં વર્ષો પૂર્વે આવાજ બકે એનાથી પણ વધારે ગેરવ્યવસ્થિત આપખુદ વહીવટ ચાલી રહ્યો હતે. શીખ જાતિએ નિશ્ચય કર્યો કે “આપણે એ મહં તેને દૂર કરી ગુરુદ્વારાઓને પ્રજાકીય વહીવટ તળે મૂકવી.” " એ નિશ્ચય પાછળ કર્તવ્ય-ધામિક ફરજની ભાવનાથી પ્રેરાયલો શીખ સમાજ જાતિબલિદાન આપવા ખડે પગે તૈયાર હતો. હજારે શીખ બંધુઓ જેલમાં ગયા, સેંકડો જગ્યાએ મહેતાના પગારદાર ગુંડાઓને હાથે ડંડાથી માથાં રંગાવ્યાં, ગ્રંથસાહેબનાં અપમાનો સહ્યાં, બંદૂકાની ગોળાઓ સામે પોતાની છાતીએ ધરી મૃત્યુને વશ થયા; પણ અડગ નિશ્ચય જે ગુદ્ધારાઓને કબજે લેવાનું હતું તે જાતિભોગે કષ્ટ સહી પૂર્ણ કર્યો. ધન્ય છે શીખ સમાજના આવા નિશ્ચયને કે જેણે અન્ય ધર્મો માટે ફરજના દરવાજા દાખવ્યા.
જે કામ શીખ સમાજ આદરી શકે તે કામ હિંદુ સમાજને માટે અશક્ય નથી. ફક્ત સમજવાનું અમારા ધર્મગુરુઓને છે. ચાહે હિંદુસમાજની સાથે રહે યા તો તેમના પિતાના અસ્તિત્વને મીટાવવા હિંદુ સમાજના બંડખોર વર્ગને આવાહન કરે. અમો આજ ધર્માચાર્યોને ભારપૂર્વક જણાવીએ છીએ કે, તેઓ મનમાંથી એ વાત દૂર કરે કે “મંદિરો ખાનગી મિલ્કત છે.” મંદિરો કે અન્ય સંસ્થાઓ જેમાં લોકો પૈસા ભરે છે તે સંસ્થાઓના કારોબારમાં થતી ગેરવ્યવસ્થા જોવાને હિંદુ સમાજના કોઈપણ અદના માણસનો હક્ક છે. તમારા મંદિરે હિંદુ સમાજના પૈસાથી બંધાયાં અને પોષાયાં છે; હિંદુ સમાજ જ્યારે ધારશે ત્યારે કોઈ પણ ભોગે કબજે લઈ શકશે. તમે કર્તવ્યવિમુખ થઈ હિંદુ સમાજનાં અન્ય અંગોને મદદ કરવામાં પાછી પડશે તે તમેને હિંદુ સમાજ તરફની ફરજનું ભાન કરાવવાનું સમાજના “બળવારે”ને હાથ પડશે. હિંદુ સમાજનાં સડતાં અંગોને કુશળ અવૈદ્ય પાસે કાપી કઢાવવાં પડશે.” ધર્મગુરુઓ ! વિચારો “મંદિરે એ વહેપારની દુકાને નથી.”
(તા. ૨૧-૪-૧૯૨૯ ના “હિંદુઓમાં લેખક –બળવાખોર.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com