________________
૧૬૮
શુભસંગ્રહ-ભાગ પાંચમ કરી લેવા માગતો હતો. મારા શાંતિપ્રિય પતિએ જમીનદારને કહ્યું–સાહેબ ! ગરીબ ઉપર દયા કરે. આ વખતે જેમ બનશે તેમ રૂપિયા ભરી દઈશ. ગમે તેમ થાય તો પણ ખેતી તો કરવી જ પડશે સાહેબ ! ”
“જમીનદારે રૂપિયા આપવાનું કબૂલ કર્યું; પણ એવી શરતે કે એકના બે પાછા આપવા. અહીં તો જીવન-મરણને સવાલ હતો. પતિએ તે મુજબ લખી આપ્યું. રૂપિયા મળ્યા. ખેતીનું કામ શરૂ થઈ ગયું.”
આ વર્ષે પણ મારા પતિ ચિંતાતુરજ હતા. તે કહેતા કે “જે આ વર્ષે પણ દુકાળ પડ્યો તે.'”
“હું એમને વચમાંજ અટકાવી દઈ કહેતી કે શું વારે વારે દુકાળ પડે છે? નહિ. એ બનવાજોગ જ નથી. ”
“અમે બન્ને અંતઃકરણપૂર્વક તે દયાળુ પરમાત્માની પ્રાર્થના કરતાં. અમને આશા હતી કે, આ વર્ષ મજાનું જશે ! અમારી મહેનત એળે નહિ જાય. એ બહુજ ઉમેદથી અને આશાભર્યા અંતરે કામ કરવામાં લાગી ગયા હતા. વેળાસર વરસાદ પણ આવ્યું. બધાં ખેતરે લીલાંછમ થઈ ગયાં. મોલ મજાના ઉગી નીકળ્યા. અનાજ પણ પાકી ગયું અને પાક પણું ઘણાજ સારે ને સરસ હતો. આ વર્ષે મારા પતિદેવ બહુજ આનંદમાં હતા-ખુશી હતા અને સાથે સાથે હતા પણ સતોષી ! જાણે કે તેમને આ બધું એ વગરમહેનત મળી રહ્યું હોયની !”
“નામવર ! હું પહેલાં જ કહી ચૂકી છું કે, નસીબ અમારી વિરુદ્ધ હતું. અમે અભાગી હતાં. એક દિવસે ખેડુતેએ ખેતરમાં જઈને જોયું તે હાય..! પાક બધાએ સૂકાઈ ગયો હતો, અનાજ બળી ગયું હતું. આ બધું એ રાત્રે પહેલા જબરજસ્ત હીમનું પરિણામ હતું. હાય ! ખેડુતને એટલો વળી ગયેસત્યાનાશ થઈ ગયું. હીમને લીધે પાક બળી જવાથી ખેડુતોનાં હદય ફાટી પડયાં. હવે તે મારા પતિદેવ આ જીવનને તદ્દન નકામું ગણવા-માનવા લાગ્યા.”
“જમીનદારને રૂપિયા ભરવાજ જોઇતા હતારૂપિયા ભર્યા વિના એ ગામમાં રહેવું બહુજ મુશ્કેલ હતું. રૂપિયા આપવા કયાંથી? પાસે કાંઈ નહોતું. ખાવાના સાંસા હતા. કાંઈ સૂઝતું નહોતું. આખરે નક્કી કર્યું કે, બળદ વેચીને કરજ ભરવું ! બળદો મને બહુજ પ્રિય હતા. એ અમારા દેહલા દુઃખદાયક દિવસોમાં સોબતે રહેનારા બહાદૂરો હતા. જે વખતે એ બળદ ખુટથી છોડી વેચવા માટે લઈ જવા લાગ્યા ત્યારે હું રોતી હતી. એ બળદને વિયાગ મને ગમતે નહેતો; છતાં પણ હું લાચાર હતી. હાય રે કરજ... અફસોસ !”
“એ બળદો અમારા મિત્રો હતા, સચર હતા, નોકર હતા. અમારા આનંદદાયક દિવસના સાચા સાથી હતા ! અમારી દશા પલટાઈ ગઈ. અમે કંગાલ બની ગયાં; છતાં પણ અમે અમારા એ બળદોનો ત્યાગ નહોતો કર્યો. એ એવા બળદ હતા કે બોલાવતાંજ એકદમ દોડીને પાસે આવી જતા. હું જે કાંઈ ખવરાવતી તે ખાઈ લેતા અને ગુપચુપ પોતાની જગ્યાએજ ઉભા રહી જતા. ધનવાનને જેમ ધનનું અભિમાન હોય છે, તેમ એ બળદો ઉપર મને પણ જબરું અભિમાન હતું. એ બળદો મને મારા પિતાના પ્યારામાં મારા પુત્ર જેટલા પ્રિય હતા. આ બળદો નહેતા વેચાતા, પણ આત્મા અને સહૃદયતાનાં વેચાણ હતાં. હું એમને બળદ લઈ જવા નહોતી દેતી, પણ હાય જમીનદાર સદકારનું કરજ...યમરાજનું દેવું ! શરીર ધ્રુજી ઉઠે છે એ અંતઃકરણ ભયભીત થઈ પીડા પામે છે.”
“મારા પતિ પણ રહેતા હતા; આંખેથી નહિ પણ હૃદયથી રતા હતા. આખરે તેઓ બળદ વેચવા બજારમાં ચાલ્યા ગયા. એ બળદ વેચીને કરજ ભરવામાં આવ્યું: હદયનું રક્ત વેચીને કરજ આપી દેવામાં આવ્યું હતું.”
“ કેમ જજ સાહેબ ! તમે શા માટે માથું નીચું ઘાલી દીધું છે? લખો, એને બીજેજ દિવસે જમીનને કર વસૂલ કરવાની શરૂઆત થઈ. બધાએ ખેડુતે પાયમાલ થઈ ગયા હતા; પરંતુ જમીનદારને ભય સર્વને ભયભીત કરી રહ્યો હતો. લોકોએ ઘરનાં રાચરચીલા, વાસણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com