________________
ક્રોસ લઇને આવેલા પશુઓ
૧૭૭ નમાં પણ તેવું જ પરાક્રમ કરવાની તેને બુદ્ધિ થઈ અને તેણે જાપાન તરફ પિતાને મોરચે માં.
ઝેવિયર અને એંજર નામના એક જાપાની ગૃહસ્થ સાઝમા રાજાના રાજયમાં પગલાં કયાં. ઝેવિયરે પ્રથમ એંજરને પિતાના પવિત્ર ધર્મની દીક્ષા દીધી. એ એજરનું જાપાનના બાદશાહ આગળ સારું વજન હોવાથી બાદશાહે ઝેવિયરનું અચ્છી રીતે સ્વાગત કર્યું; એટલું જ નહિ પણ તેને પવિત્ર ધર્મ પ્રસાર કરવાને પરવાનગી સુદ્ધાં આપી, ઝેવિયરને જાપાની આવડતું નહોતું, પણ તેની ઘંટા તેમજ યુરોપમાંની બધી ભાષાઓનું મિશ્રણ, એની સહાયથી તે ત્યાંના લોકો આગળ બડબડ કર | લાગ્યો. ત્યાંના લોક હિંદુ લોકન જેવા ભેળા અને મૂર્ખ નહોતા. તેમને આ પ્રકાર લુચ્ચાઈભર્યો લાગ્યો. અહીં આગળ પિતાની દાળ ગળતી નથી એ જોઈને ઝેવિયર બેંઝ બને. બુદ્ધિધર્મમાંના એક ભિક્ષુને શૈઝ કહેતા. તેમનામાં અને રોમન કૅથલિક ધર્મમાંના આચારમાં પુષ્કળ સામ્ય હોવાને લીધે ઝેવિયરને સારી તક મળી; પણ ત્યાંના ધર્મગુરુઓને આ ભામટ બેંક બનવાથી અત્યંત ગુસ્સો આવ્યા અને આ લુચ્ચા બૅઝને લીધે આપણા ધર્મ ઉપર સંકટ આવશે એવી પોતાના રાજા પાસે તકરાર કરી. લગભગ બંડ કરવાની લોકોની પ્રવૃત્તિ જોઈને રાજાએ પોતાનું ધોરણ બદલ્યું. એણે ઝેવિયરને કહ્યું કે, તું જે એક ક્ષણ પણ અમારા રાજ્યમાં રહેશે તો તને ઠાર મારીશું અને પિતાની પ્રજાને હુકમ કર્યો કે, જે કોઈ ખ્રિસ્તી ધર્મ સ્વીકારશે તેને પણ જીવથી જવું પડશે.
ઝેવિયર સાહેબને એ રાજ્ય છોડીને ગયા સિવાય છૂટકો જ નહોતો; પણ એજ જાપાનના બીજા એક પ્રાન્ત પર ફરાંડે નામનો રાજા રાજ્ય કરતો હતો. તેનું ને ઉપલા રાજા વેર હાવાથી ઝેવિયર ફરાંડાની પાસે ગયો. ફરાંડેએ તેને ધર્માતરની ચળવળ કરવાની પરવાનગી આપી અને ઝેવિયરે માત્ર વીસ દિવસમાં અનેક લોકોને વટલાવ્યા. ત્યારપછી તેણે જાપાનના અન્ય સ્થળે જવાના પ્રયત્નો કર્યા, પણ તે બધા નિષ્ફળ ગયા. પછી તે બુદ્ધ ધર્મના મૂળસ્થાન તરફ-ચીન તરફ-વજે. ચીન દેશને ખ્રિસ્ત કરી નાખ્યા પછી આત્મઘાતકી જાપાની લાક પિતાના કાબુમાં આવશે એવી તેની કલ્પના હતી; પણ ચીનમાંને પહેલો મુકામ અપયશી નીવડ્યો. ત્યાંના રાજાએ આ બૅઝને જે કે આશ્રય દીધો તથાપિ એ દેશના ઝોએ તેને હાંકી. મૂકવાની રાજાને ફરજ પાડયાથી બિચારા ઝેવિયરને વીલે મોઢે કંતાન તરફ જવાની ફરજ પડી. કંતાનમાં આવ્યા પછી તેણે પેકિંગમાં જવા સારૂ પિટુગીઝ વાયસરૈયનો પત્ર માગે. વાયસર્રીય પત્ર આપવાને નાખુશ હતો; પણ એક વેપારીને આ સારી તક છે એમ લાગ્યા ઉપરથી તેણે અપાવરાવ્યો. ઝેવિયરે પોતાનો માર્ગ મલાયા તરફથી જવાનો નક્કી કર્યો. તે એક સાદા વેપારી તરીકે પેકિંગના એલચીખાતામાં જતો હોવાથી તેને સંશય ઉપરથી પ્રતિબંધ થયે; પણ એટલાથી કંઈ આ વીર ડગમગે નહિ ને એક નાનકડી બોટમાં બેસીને નાસી છૂટયો. તેને ત્યાંથી ગુપચૂપ પિકિંગમાં જવું હતું પણ આવી ભામટાગિરી ઈસુ ખ્રિસ્તને ન ગમવાથી ઝેવિયર સાહેબ તાવથી આજારી પડ્યા ને ઇસુના દેહમાં વિલીન થયા. આ ઝેવિયરની એક મોટી કબર ગાવામાં બાંધેલી છે. ઝેવિયરે કુમાર્ગને આશ્રય કરીને ખ્રિસ્તી ધર્મ ફેલાવવાનો કેવો પ્રયત્ન કર્યો એ આપણે જોયું. ઝેવિયર એ એક જબરદસ્ત ધર્મપ્રસારક હતો તેથી જ તેના કાર્યનું અવલોકન કરવું પડયું. ત્યારપછી ઈતર ધમપદેશકોએ તેનાથી પણ વધારે નીચતા કરી. ઝેવિયરના મૃત્યુ પછી તેના નામની શાળા, કૅલેજે, રૂણાલયો, અનાથાલય વગેરે ધર્મપ્રસારને માટે કાઢવામાં આવ્યાં.
ખ્રિસ્તી મિશનરીઓ ધર્મપ્રસારને માટે જૂદી જૂદી જાતના માર્ગે જતા ને પોતે બ્રાહ્મણોના જેવો પોશાક પહેરતા તથા પોતે હિંદુના કરતાં જૂદા નથી એમ બતાવવાનો પ્રયત્ન કરતા. તે હિંદુઓને કહેતા કે, તમે તમારા નામ, આચારવ્યવહાર બધું હિંદુ પ્રમાણે કરે, પણ ફક્ત બાપ્તિસ્મા લે એટલે થયું. બ્રાહ્મણવેષધારી આ મિશનરીઓ, પ્રસંગ આવતાં અમે ખ્રિસ્તી નહિ પણ હિંદુ છીએ એમ સુદ્ધાં કહેતા અને ખ્રિસ્તના ફેંસને પગતળે ખુંદવા ઉપરાંત ગમે તેવી નિંદા કરતા. આવી જાતનાં એક બે ઉદાહરણ આપ્યા સિવાય આગળ વધવું યોગ્ય નથી. શુ. ૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com