________________
wwઝ
Www
૧૮૮
શુભસંગ્રહ-ભાગ પાંચમ ક સને પટકીને મારી નાખ્યા; પણ કાદ એને બચાવી ના શક્યું. કૃષ્ણનાંજ કીર્તન ગવાયાં,
ના બંધન તૂટી ગયાં. કૃષ્ણ કુમારાવસ્થામાં સર્વાના પ્રેમને જીતી લઇ શૌર્યાવડે આ મહાન કાર્ય કરી દેશમાં મહાન ક્રાંતિ કરી. ક્રાંતિ અને ઇતિહાસ અજોડ છે.
કૃષ્ણ એ પછી કંસના અનેક સમર્થ મિાનો અને મદમાતા રાજાઓ તથા નરરાક્ષસને ક્રમશઃ નાશ કરવા માંડ્યો. દેશના સખા રહીને દેશને એણે અધમના પાશમાંથી છોડો, મહાભારતનું યુદ્ધ પણ છેવટે કૃષ્ણચંદ્રની પ્રેરણાથીજ લડાયું. નિઃશસ્ત્ર કૃષ્ણ પિતાના સખા અર્જુનને સારથિ બન્યો. એનીજ કુશળતાથી અને અર્જુનના શૌર્યથી પાંડવો જીત્યા. ભીમ જેવા સમર્થ
દ્ધાઓ સામે અને કઠણની કુશળતાથીજ જીતી શકે. મહાભારતના નાયક અને આત્મ કૃણે કૌરવોને મરાવી શાંતિનું અને ધર્મનું સ્થાપન કર્યું. સ્ત્રી અને કાને સમાન થાન અપાવ્યું. વેદજ્ઞાનના દેહનરૂપ ગીતાગાન કoણે કર્યું છે અને કર્મનિષ્ઠા ના ચૂકે તે માટે જ. એ ગીતા ન ગવાઈ હોત તો મહાભારતનું યુદ્ધ ના હોત. જ્ઞાન, કર્મ અને ઉપાસનાનું બહ્મસ્વરૂપ પ્રકટ કરતા એ ઉપદેશે, સ્વાર્થ રહિત નિષ્કામ કર્મનું જે રહસ્ય પ્રતિપાદન કર્યું છે, તે અમર રહેશે.
ગીતા હશે ત્યાં સુધી જગત નિર્ભય છે.
છેવટે કણે સંગઠિત કરેલા યાદ પણ વ્યસનથી સ્વછંદી બન્યા અને યાદવાસ્થળી મચાવી નાશ પામ્યા. કણની જીવનલીલા પણ ત્યાં જ પૂરી થઈ. પિતાનું કર્તવ્ય કરતાં પોતે પણ અકસ્માત પારધિના હાથે મરાયા. કૃષ્ણ જતાં અર્જુન પણ કાબાઓથી લૂંટાયો. કૃષ્ણ આમ રાજય અને સત્તાના મદને ચૂર્ણ કર્યા અને સામાન્ય જનસમાજના સ્વાતંત્ર્યની પ્રાણપ્રતિષ્ઠા કરી. આજે કૃષ્ણ છે ત્યાં અને છે. અનંતકાલ એમજ રહેવાનું. પ્રેમ અને શૌર્યના એ મહાન યોગેન્દ્રનાં સ્મરણ અને પૂજન કરવા આજે ભારતવર્ષ લાયક બનવા પ્રયત્ન કરી રહ્યું છે; ભારતવર્ષમાં ધર્મ, સમાજ અને રાષ્ટ્રની જે અવદશા થઈ રહી છે તેમાંથી કૃષ્ણજીવનની પ્રેરણાથી મુક્ત થવાને સર્વમાં બલ અને યોગ્યતા આવે એજ જમાષ્ટમીના ઉત્સવનું કારણ છે. બલભદ્ર, કણ જેવા નવયુવાન ગોપાલ અને યોગેન્દ્ર કુણુ જેવા કુશળ પુરુષોત્તમ જ્યારે વિશુદ્ધ ગ્રામ્યજીવનમાંથી પેદા થશે ત્યારે જ ભારતના ઉદ્ધારને ક્રાન્તિકાળ આવશે. દેવકી અને વાસુદેવ જેવાં સત્યાગ્રહી અને વાર્પણ કરનાર માબાપે હશે તેજ એવા પુત્રોને ઉત્પન્ન કરી શકશે. યુગ યુગમાં આવાજ કૃષ્ણકુમાર જ્ઞાન અને શૌર્યવડે અધર્મને નાશ કરી શકે છે. (તા. ૨૫-૮-૧૯૨૯ના “આર્યપ્રકાશમાને અગ્રલેખ)
DC0000000 ६९-धार्मिक सुधारा
ધાર્મિક સુધારાને વિષય ઘણો વિશાળ છે. જેમ જેમ જનસમાજના આદર્શો બદલાય છે, એટલે કે સમાજની ધાર્મિક ભાવનામાં ફેરફાર થાય છે તેમ તેમ ધાર્મિક ક્રિયાઓ, મંત્ર, કર્મોમાં ફેરફાર થાય છે અને શબ્દાર્થમાં સુધારા કરવા પડે છે. દાખલાતરીકે બૌદ્ધ અને જીન ધર્મમાં “અહિંસાને જે અર્થ આપવામાં આવ્યો છે તે વેદમાં નથી. આ વિષયની ચર્ચા આજે કરતો નથી.
ધાર્મિક ભાવના મંદ પડી ગઈ હોય તે તેને સજીવન અને સક્રિય કરવાને માટે સતત ઉપદેશ થવો જોઈએ. આપણા ઋષિમુનિઓ ઠેકઠેકાણે આશ્રમ સ્થાપીને એ ઉપદેશ કરતા હતા. જીન અને બૌદ્ધ ધર્મોના પ્રચારમાટે હજારો સતપુરુષો અને સ્ત્રીઓ સંધમાં જોડાઈને ઉપદેશ આપતાં હતાં. શ્રી. શંકરાચાર્યે પણ આખા દેશમાં ધર્માચાર્યોને ગોઠવી દીધા અને તે પર્વતેમાં, શહેરમાં, જંગલોમાં, ગામડાઓમાં પ્રચારકામ કરતા થઈ ગયા. એમ કહેવાય છે કે, આજે પણ હિંદ દેશમાં બાવન લાખ સાધુ, સંન્યાસી, ફકીરે છે. જે આ આંકડે ખરે હોય તે દરેક ૬૦ માણસે એક સાધુ (હિંદુ, જીન કે મુસલમાન) આ કમનશીબ દેશમાં છે, પણ આ સંખ્યા માની લેવાની જરૂર નથી. આપણે ત્યાં કેટલાં મંદિરો અને મજીદે છે ? હજારો નહિ પણ લાખ. અને ત્યાં દેખરેખ રાખવા માટે અથવા પૂજા કરવા માટે, સાફસુફી રાખવા માટે કઈ કઈ પણ હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com