________________
પુરુષોત્તમ કૃષ્ણચંદ્રની જયંતી
૧૮૭ એમના ખુલ્લા નાશની હિંમત એનામાં ના રહી. કૃષ્ણને એ પિતાનું મોતજ સમજતો.
બલભદ્ર અને કૃષ્ણ ગેકુલમાં પૂર્ણ કલાએ વધતા રહ્યા અને ખાસખીઓ સાથે બાલભાવે ખેલતા રહ્યા. વાસુદેવના એ પુત્રે નંદઘેર ઉછરે છે એ છાનું ના રહી શક્યું. સર્વે એના રક્ષણ માટે સાવધાન રહેતા. આખું ગોકુલ આ બાલકુમાર પાછળ પ્રેમઘેલું બની બાલક બની જતું. નાનપણની મસ્તી અને કુમારપણાના ખેલ ખેલનાર આ બાલસખા આખાએ ગોકુલના બાલ અબાલને પ્રિય આત્મા બન્યો હતે. એનાં પ્રેમ, શૌર્ય, વિવેકે સર્વને આભા બનાવ્યા હતા. ગોકુલ એટલે ગોવાળોનું નાનું ગામ. ગોપાલન અને ગોરક્ષા કરતાં આ પ્રેમાળ ગોપગોપીએનું એ સમયનું જીવન તે સમયના ભારતવર્ષના ગ્રામ જીવનનું નિર્મલ ચિત્ર રજુ કરે છે. આવા ગામડામાં ગોવાળ કૃષ્ણ સખાઓ સાથે બાલ્યકાળથીજ જે સ્વાધીનતા અને સ્વમાનના ગૌરવપ્રીત્યર્થે પરાક્રમ કરેલાં તે આ જગતમાં ભૂલાય એમ નથી. આ મહાવીર બાલક પોતાની મસ્તીમાં બાલ-અબોલ સર્વ સ્ત્રીપુરુષને થનગન નાચવતા. ગોમાતા અને ભૂમિમાતાની એ સેવા કરતો. ગોકલ અને વ્રજ એનાં પરાક્રમ અને ચતુરાઈથી અનેક વખત સંકટોમાંથી બચી શકાયું હતું. ગુસ્કુલમાં સુદામા જેવા રંક બ્રાહ્મણપુત્ર સાથે રહી અભ્યાસ કરી કૃષ્ણ શેડા જ સમયમાં સર્વ વિદ્યાથી પારંગત બન્યો અને પાછા વ્રજમાં આવી કુમારલીલાના ખેલ ખેલ્યો. માસી પૂતનાને મારનાર એ બાલવીરે કંસના મોકલેલા અનેક ગુપ્ત હત્યારાઓને વીણી વીણું માર્યા હતા, બ્રાહ્મણના મદભર્યા ને અટકાવ્યા હતા અને દરિદ્રનારાયણને, ગાયને અને જન્મભૂમિને હવી આપનાર યજ્ઞો આદર્યા હતા. ઈદ્રના ચાલતા આવેલા રૂઢિપૂજનને બંધ કરાવી અને ગોવર્ધનની સેવા અને યજ્ઞ એણેજ કરાવ્યા. ખરેખર, સર્વત્ર અંધકાર અને ત્રાસ વર્તી રહ્યો હતો. ત્યાં રસરાજ કૃષ્ણ સર્વેમાં નવજીવન અને નવી આશાઓ પૂરી હતી. પ્રેમ, શૌર્ય અને બલિદાનને અવતાર કૃષ્ણના તેજસ્વી ચારિત્ર્યવડેજ માનવોના હૃદયમાં થઈ રહ્યો હતો. દેશમાં ભારે ક્રાતિને સમય વેગથી આવી પહોંચતો હતો. કંસ અનેક પ્રયત્નો છતાં લાચાર બનતો જતો હતો.
આર્યાવર્તના સામાન્ય ખેડુત અને પરવશ પ્રજાને દુ:ખમાંથી છોડવવાને આમ તૈયારીઓ ચાલી રહી હતી. કાર્ય ભારે હતું છતાં આશાનાં કિરણ ઉગી રહ્યાં હતાં. પ્રભુની ઇચ્છી ભારતને નાશ કરવાની નહોતી. પ્રભુ આ કનૈયા કાન જેવા મહાસમર્થ કુમારોનું રક્ષણ કરતા. કૃષ્ણ સમાન ચતુર, વીર્યવાન અને યૌગિક સંપત્તિવાળો તરુણ હજીએ બીજો પેદા થયો જા નથી. એ નરરાજ હજારો વર્ષે પણ આપણને પ્રેમઘેલાં બનાવી નચ. એમાં શું આશ્ચર્ય ? કૃષ્ણ ધર્મ, સમાજ અને રાષ્ટ્રનો સુધારક હતો. ગેબ્રાહ્મણનો પાલક હતો. ખેડુત હતો, ગોવાળ હતોદરિદ્રોમાં ઉછરેલે એ અધર્મ અને અન્યાયના નાશ માટેજ આવ્યો હતો. એણે ભારતભૂમિમાંથી દુષ્ટોને નાશ કર્યો અને કરાવ્યો. નાનપણનો ગોપાલ અંતકાલ સુધી ગોપાલજ રહ્યો. એને રાજ્ય, સત્તા, એશ્વર્ય કશાની પરવાહ નહોતી; છતાં એ રાજાને રાજા, સર્વથી વધારે ઐશ્વર્યવાન અને પ્રભાવશાળી હતે. મહાન યોગી સમાન એં સર્વની વચ્ચે કેવળ જગતના કલ્યાણ અને દરિદ્રનારાયણની સેવા માટે સર્વમાં નિર્લેપભાવે રહી રમણ કરતો. કૃષ્ણ વિશ્વની જાણે પ્રેમમૂતિ હતી ત્યારે દુષ્ટોની કાલમૃતિ હતી. કૃષ્ણ ના હેત તે ભારતને ધર્મ, સંસ્કૃતિ, શૌર્ય, સ્વાધીનતા ક્યારનોયે મરણપટમાંથી પણ ભૂંસાઈ ગયાં હોત. પુરુષોત્તમ કૃષ્ણ ખેડુત અને ગોવાળમાંથી જ પેદા થઈ શકે, રાજમહેલાતેમાંથી નહિ. આર્યાવર્તના ઉદ્ધારક એ મહાન યોગીને ભારતવર્ષ પાંચ હજાર વર્ષથી વંદન કરતું આવ્યું છે. આર્યાવર્ત એ મહાન કુશળ અને નટરાજ યોગીની જીવનકલામાંથી અનંતકાલ પ્રેરણા મેળવ્યા કરશે.
કૃષ્ણ બલભદ્રની સહાયથી પિતાને મારવાને તેડાવેલા મામા કંસને માર્યો. કંસ કૃષ્ણને મારવા મથુરાં બોલાવે છે, એ જાણીને આખીએ ગ્રામ્ય જનતા મથુરામાં કૃષ્ણના રક્ષણ માટે જાન આપવા આવી હતી. મથુરાં જેવા વિલાસી નગરનાં સ્ત્રીપુરુષે પણ કૃષ્ણના રક્ષણ માટે આતુર હતાં. દુષ્ટ, કંસને ચાહનાર એને એક પણ માણસ નહોતો. ગામડાના ગોવાળે એકલે હાથે સર્વની વચ્ચે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com