________________
vvvvvN
શુભસંગ્રહ-ભાગ પાંચમે ७०-जीवननी तेर त्रुटिओ-तेना उपाय
સાન્દ્રાન્સિસ્કોના જજ મેક કેરીકે માનવજીવનની તેર ભૂલોનું તારણ નીચે મુજબ કયું છે?(૧) ખરાં અને ખેટાંનું પિતાની માન્યતા મુજબનું જ ધારણ નક્કી કરવાને પ્રયત્ન કરવો તે. (૨) બીજાઓના આનંદનું પિતાની મેજના ધોરણે માપ કાઢવાની કોશીશ ક: વી તે. (૩) આ જગ્ગતમાં બધાના એકસરખા મત હોવાની આશા રાખવી તે. (૪) બીનઅનુભવને ધ્યાનમાં નહિ લેવાની ભૂલ કરવી તે. (૫) બધાના સ્વભાવ એકસરખા કરવાની માથાકૂટ કરવી તે. (૬) બીન અગત્યની નજીવી બાબતોમાં નમતું નહિ મૂકવું તે. (૭) આપણું કાર્યોમાં સંપૂર્ણતાની આશા રાખવી તે.
(૮) જેને કાંઈ ઉપાયજ ન હોય એવી બાબતોમાં પણ પોતાનાં તેમજ પારકાનાં હૈયાં બોળવાં તે.
(૯) જે કામ આપણે કરી શકીએ નહિ, તે બીજા કેઈથી થઈ શકે નહિ એવો ઘમંડ રાખવો તે.
(૧૦) દરેક માણસને જ્યાં, જેવી રીતે અને જે કાંઈ બની શકે તે મદદ નહિ કરવી તે.
(૧૧) આપણું પરિમિત, સંકુચિત અને અલ્પજ્ઞ મન જેટલું સમજી શકે તેજ બસ આખરી સત્ય છે, એમ માની બેસવું તે.
(૧૨) બીજાઓની નિર્બળતાનો કાંઈ ખ્યાલ જ નહિ કરવો તે. (૧૩) બહારની કસોટીથી સમાનતાને નિર્ણય કરે તે. આવી બાબતમાં લગભગ બધાં માણસે સરખી ભૂલ કરે છે.
.
મી. મેક કેરીકે જીવનના લાંબા અનુભવ અને મનુષ્યસ્વભાવમાં રહેલી નૈસર્ગિક નિર્બળતાન પાકો અભ્યાસ કર્યા પછીજ, ઉપરની તેર ભૂલની શોધ કરેલી જણાય છે; અને જગતમાં અવનવા કલહે તેમજ કંકાસ ચાલી રહ્યા છે, તેનું કારણ પણ એજ ભૂલો છે ! જજતરીકે જાત જાતના પક્ષકારોની તપાસ ચલાવવાની ઘણય જજોને તક મળે છે, પણ જેનામાં અભ્યાસી વૃત્તિનો અભાવ હોય, અને જે નિર્મળ બુદ્ધિથી વિચારી શકતું ન હોય. તે આવી શોધ કરી શકતો નથી. માનવજીવનની આ ભૂલો શોધનારે, તેમાંથી ઉગરવાના માર્ગો શોધી કાઢયા છે કે નહિ, તે હું જાણતો નથી; પણ મને તો લાગે છે કે, ઉપરની ભૂલોમાંથી બચવાનો એકમાત્ર ઉપાય “હૃદયની વિશાળતા છે. એ સર્વોત્તમ સગુણ સિવાય, ઉત ભૂલોમાંથી બચવાનો બીજો કોઈ આરો જણાતું નથી, અને ઉચ્ચ કેટીના નિતિક સંસ્કાર વગર હદયની વિશાળતાની આશા રાખવી, એ ઘેર વાવીને આમ્રફળની આશા રાખવા બરાબર છે ! હદયની વિશાળતાનો સાદો અને સૂતર ઉપાય તે સંક્ષિપ્તમાંજ જણાવવામાં આવ્યું છેપણ ઉપરની તેરે ભૂલોનું ક્રમવાર વિવેચન કરી, તેને ટાળવાના યોગ્ય ઉપાયો સૂચવવાનું જે કોઈ વિદ્વાન શિરપર લેશે, તો તેણે જનતાની એક પ્રકારની અછી સેવાજ બજાવેલી ગણાશે.
(દૈનિક “હિંદુસ્થાન”ના એક અંકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com