________________
૧૯૫
કંસ લઈને આવેલા પણ ६७-क्रॉस लईने आवेला परोणाओ
જ્યાંથી જ્યાંથી મિશનરીઓની પૂર્ણ હકાલપટ્ટી થઈ, ત્યાં ત્યાં સ્વરાજ્ય કર્યું અને બાકીના દેશ યુરોપીયનેએ ગળા નીચે ઉતારી દીધા, જપાનના સ્વાતંત્ર્યનું કારણ ખ્રિસ્તી ધર્મને સમૂળ ઉછેદજ છે, એમ અમને લાગે છે.”
એશિયા ખંડમાંના જુદા જુદા દેશોને પાશ્ચાત્ય એ કેવી રીતે હોઇયાં કર્યા, એ સમજવાને ઉપલો ઉતારો સારે ઉપયોગી થશે. એશિયા ખંડને જીતવા સારૂ પ્રથમ પ્રવાસીઓ આવ્યા અને એ - પ્રવાસીઓ પિતાની સાથે પાદરી લોકને લેતા આવ્યા. ત્યાર પછી વેપારી આવ્યા અને છેવટે તરવારે આવીને એશિયા ખંડને પાદાક્રાંત કર્યો. ક્રૉસ, ત્રાજુડી અને તરવાર, એ આપણું એશિયાટિક રાષ્ટ્રોના ગળામાં ફાંસ નાખવા સારૂ તૈયાર કરેલાં ત્રણ સાધન હતાં. તે આ એશિયા અંકમાંના નિરનિરાળા વિષયે વાંચતાં પહેલાં જે ખ્રિસ્તી ધર્મે આપણુ દાસ્યનો પહેલો ફાંસો નાખ્યો તેને સંક્ષેપમાં ઇતિહાસ જોઈએ.
એશિયાખંડ શોધવાને આવેલા વાસ્કો ડી ગામા, ફર્ડિનાન્ડ મૅગલિન અને અલબુક વગેરે પ્રવાસીઓ સંબંધેની હકીકત વાચકવર્ગને જ્ઞાત છે એમ સમજીને અમે પ્રથમ ધાર્મિક પરતંત્રના પ્રશ્નને હાથમાં લઈએ છીએ. હિંદુસ્તાન, જાવા, સુમાત્રા, ચીન, જાપાન વગેરે દેશોમાં પાશ્ચાત્ય રાષ્ટ્રોમાંથી જુદાં જુદાં મિશન આવ્યાં, એ બધાંએ પિતાની પુણ્યાઈ ખર્ચાને એશિયાખંડની ભૂમિ પાશ્ચાત્ય લૂંટારાઓના પરાક્રમને માટે અચ્છી રીતે તૈયાર કરી રાખી. એ તમામ મિશનરીઓના પરાક્રમનાં ગુણગાન પાશ્ચાત્ય લેખકોએ ગાયાં છે. એ પ્રત્યેક મિશનના કાર્યનો અમારે વિચાર કરવાને નથી; કારણ આ ઇતિહાસ કહેવાનું સ્થળ નથી, પણ આપણે અગે લાગેલી આગનું જ માત્ર અમારે નિરીક્ષણ કરવાનું છે.
હિંદુસ્તાનમાં ખ્રિસ્તી ધર્મને પ્રસાર કરનાર પહેલો વીર થ્રેમસ નામનો હતો. તેણે બહુ જૂના કાળમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કર્યો હતો; પણ પોર્ટુગીઝોએ હિંદુસ્થાન જીતવાની શરૂઆત કરી ત્યારથી ખ્રિસ્તી પાદરીઓને આપણા દેશના જંગલી, અજ્ઞાની, ખોટા ધર્મની ને ખોટા દેવોની આરાધના કરનારા લોકોની કરુણું આવી ને આપણને અજ્ઞાનપંકમાંથી તેમજ નરકમાંથી છોડાવવાને તેમને વધુ સગવડ મળી. યુરોપમાં ઇટસ લૈલાએ જેઇટ પંથ સ્થાને અને ૧૫૪૧ માં કાન્સિસ ઝેવિયર હિંદુસ્થાનમાં આવવાને નીકળ્યા. ઝેવિયર સાહેબની ધર્મભાવનાને સાગર પિતાને આટલા બધા અજ્ઞ લોકોને ધાર્મિક ગુલામગીરીમાંથી છોડવવાનું શ્રેય મળશે એવી કલ્પનાથી ઉછળવા લાગ્યો અને જે લોકોને વટલાવવાના છે તેમની ભાષા તો પિતાને આવડવી જોઈએ એ વિચાર પણ તેમને સૂઝે નહિ. ઝેવિયર સાહેબને હિંદુસ્થાનમાં વટલાવવાનું કામ કરવા સારૂ કુલમુખત્યારી આપવામાં આવી. ઝેવિયર સાહેબ હાથમાં એક ઘંટા લેતા ને રસ્તામાં તે ઘંટા વગાડતા જતા. છોકરાંઓ તેમની પાછળ લાગતાં, પણ એ છોકરાંઓને જ તેઓ ઇખ્રિસ્તના પવિત્ર બાયબલમાંનાં વાકયો બોલાવતા અને તે વાકે તમારાં માબાપ પાસે પણ બોલાવો એવો ઉપદેશ કરતા. આગળ જતાં તેમણે ગાવામાં શાળા અને કૅલેજ કાઢયાં. ધર્મપ્રસારને માટે આ શિક્ષણ સંસ્થાઓને સારો ઉપયોગ થશે એવી તેમની કલ્પના હતી; પણ એ સંસ્થાઓને ખર્ચ કેવી રીતે નિભાવ એની તેમને ચિંતા થઈ પડવાથી તેમણે એક નવોજ માર્ગ શોધી કાઢ. ગોવામાં જે હિંદુ લોકેનાં દેવળ હતાં તે દેવળો તેમણે લશ્કરી સિપાઈઓની મદદથી ઉધ્વસ્ત કર્યા અને એ દેવળોમાંની મૂર્તિના દાગદાગીના, હીરા, માણેક, મોતી વગેરે અમૂલ્ય સંપત્તિ લૂંટી લઈને તેને વિનિયોગ આ સંસ્થામાં કર્યો. ત્યાર પછીના કાળમાં ગોવાની અંદર મિશનરી
એ અત્યંત રોમાંચકારી એવા અત્યાચાર કર્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com