________________
કેંસ લઈને આવેલા પાણાએ
૧૮૧ જાપાને કાઢેલા આ હુકમ અત્યંત ચિવટ્ટાઈથી પાળવામાં આવ્યો. ફક્ત ડચ લોકોને માત્ર જાપાને વેપાર કરવાની પરવાનગી આપી હતી. એમને ફક્ત નાગાસાકીમાં રહીને વેપાર કરવાની પરવાનગી હતી. ડચોએ પોતાની વસાહત દેશીમા નામના એક કૃત્રિમ બેટપર કરી હતી. આ ઠેકાણે રાત ને દિવસ પહેરે રહેતો અને આવનાર તેમજ જનારાં વહાણોની તપાસ લેવામાં આવતી. ડચ વહાણ બંદરમાં આવ્યું કે અધિકારીઓ તે વહાણોની તપાસ કરતા. કે, પથારીઓ વગેરેને બાજામાં કઢતા: તોપ તથા દારૂગાળે કબજામાં લઈ તેને તાળાં મારતા: ખ્રિસ્તી ધર્મનાં પુસ્તકો અને જે પુસ્તકમાં ક્રિશ્ચિયન એવો શબ્દ હોય તે પુસ્તકો તાળાં કુંચીમાં નાખી તેના પર મહેર કરવામાં આવતી. પ્રત્યેકની ધમ પરીક્ષા લેવામાં આવતી ને મુદ્દામ રાખવામાં આવેલી ઇસુખ્રિસ્તની આકૃતિવાળી પટ્ટી પર તેમને ચલાવવામાં આવતા. દેશીમામાં આવેલી તુરંગની જગો માટે તેમની પાસેથી ભાડું લેવામાં આવતું. ડચને રવિવારે પ્રાર્થના કરવા દેવામાં આવતી નહોતી, ઈસુખ્રિસ્તના સનવાળી એક ઈમારતની ભીંત પણ તેમની પાસે પડાવી નાખવામાં આવી. હમણાંની તારીખ પણ તેમને ગણવા દેવામાં આવતી નહિ. આટલા સખત બંદોબસ્તવડે ૧૦૦-૧૫૦ વર્ષ સુધી ખ્રિસ્તી મને અડચણ નાખ્યા પછી આગળ જતાં કાળ બદલાયો.ને ૧૮માં સૈકા પછી જાપાન અને યુરોપનો વેપાર અને વિદ્યા વગેરેના કારણથી શેડો થોડો સંબંધ આવવા લાગ્યો. ક્રિશ્ચિયન મિશનરીઓને થયેલી શિક્ષા યોગ્ય જ હતી. અને એને લીધે જ આજ જાપાન સ્વતંત્ર દેશતરીકે જીવતો રહ્યો છે, એ સૌ કોઈએ લક્ષમાં રાખવું. જાપાનના આ ડહાપણભર્યા ધરણનું અમે તો શું પણ પાશ્ચાત્ય લોક સુદ્ધાં અભિનંદન કરે છે ને તેના એ ધરણને લીધે જ તે સ્વતંત્ર રહ્યું છે, એમ કહે છે. - ચીનમાં ખ્રિસ્તી ધર્મને પ્રવેશ થવો જાપાનના કરતાંય વધુ કઠણ હતો. શક્તિ અથવા યુક્તિ એ પૈકી એકનાય ત્યાં આગળ ઉપયોગ ન થયો. ચીનને દરવાજે ખ્રિસ્તી ધર્મના પ્રસારને માટે એટલો ઘટ્ટ બેઠો હતો. ઝેવિયર બાબા ત્યાં આગળ પહોંચતા પહેલાં જ કાળાધીન થયા અને તેની પછવાડે આવેલા બીજા પાદરી એવાજ હતબુદ્ધ થયા. છેવટે શક્તિ અને યુકિતથી જે બીના સાથે ન થઈ શકી તે રિકી નામના એક વિદ્વાન પાદરીએ કેવી રીતે સાધ્ય કરી તે આપણે જોઈએ.
રિકી પોતે પતિ તેમજ યંત્રશાસ્ત્રમાં અત્યંત પ્રવીણ હતો. એ માણસને પોતાના ટોળામાં ખેંચી લેવા ઇચ્છતા મિશનરીઓને અનેક વર્ષ પછી છેવટે જય થયો અને તેનું મન વાળા લેવામાં આવી ચીન દેશને ખ્રિસ્તમય કરી મૂકવા સારૂ તેની યોજના કરવામાં આવી. તે ચીન તરફ લામાના વેષમાં ગયો અને કંતાન કિંવા બીજા એકાદા મોટા શહેરમાં જવા પહેલાં પિતાને કઈ રખેને ઓળખી જાય એની તેને બહુ બીક લાગતી. તે ચા-ચિવુ નામના એક નાનકડા બંદરમાં રહ્યો ને થોડાજ વખતમાં ગણિત તથા ઈતર શાસ્ત્રોના અધ્યાપકતરીકે પ્રસિદ્ધિમાં આવ્યો. ત્યારપછી તેણે ચીન દેશને નકશે તૈયાર કરીને ત્યાંના સરદારોનું લક્ષ પોતાની તરફ ખેંચી લીધું. શરૂઆતમાં ક્રિશ્ચિયન ધર્મ સંબંધે તે એક અક્ષર પણ કાઢતે નહિ; પણ શિક્ષણના એથે થે તે ખ્રિસ્તી ધર્મનાં તો ધીમેથી સરકાવી દેતા. ચીનમાં આ વખતે ફક્ત બેજ ધર્મ હતા. એક બુદ્ધધમ. એનો પ્રસાર નીચલા વર્ગમાં થયેલો હતો. આ ધર્મમાં ભિક્ષુ, ભિક્ષુણી, મઠ, ધર્મભોળાપણું, દેવી લીલા વગેરેનું પ્રાબલ્ય હતું. બીજે ધર્મ ક—સુનો. આ ધર્મ નીતિપ્રધાન હતા અને ક્રિશ્ચિયન ધર્મ સાથે એનું સામ્ય હતું. આ ધર્મને પ્રસાર સુશિક્ષિત અને ઉપલા વર્ગના લોકોમાં હતો, રિકીનું ને ક—સુ ધર્મનું મુખ્ય જલદીથી થયું ને તેણે એ ધર્મપદ્ધતિ પર ક્રિશ્ચિયન ધર્મનું પ્રશ્નોત્તરરૂપે એક નાનકડું પુસ્તક તૈયાર કર્યું. આગળ જતાં તેણે ચીની આચારવિચારને પૂર્ણપણે આત્મસાત કરી લીધા ને તે નાનકીન શહેરમાં વૈદ્યતરીકે ગયે. નાનકીનમાં એક મેંડારિનના છોકરાને એણે દવા આપી અને સાજો કર્યો. ચીની વૈદ્યોએ એ છોકરાને અત્યંત અશાસ્ત્રીય દવાઓ આપીને તેની પ્રકતિ બગાડી મૂકી હતી. તે ? દાર) રિકકીની ઉપર ખુશ થયો અને તેને પેકીનમાં લઈ ગયો. ત્યાં થોડાજ વખતમાં ઉપલા દરજજાના લોકોની સાથે તેને પરિચય થય ને તેની બુદ્ધિમત્તાથી સર્વ જણ ચકિત થઈ ગયા; પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com