________________
કાસ લઈને આવેલા પરણાઓ કલ્પના પ્રમાણે તેમણે ઈસુ ખ્રિસ્તનું ચરિત્ર બનાવ્યું. ઇસુ ખ્રિસ્ત એ એક સુતારની સ્ત્રીનો છોકરો હતો; ને જગતમાં જરીનાં કપડાં પહેરીને જેદાહના રાજા તરીકે રાજ્ય કરવા લાગ્યો ને એક પલંગ ઉપર અત્યંત વૈભવમાં તે મરણ પામે. આવું તેમણે ઈસુનું ચરિત્ર આલેખ્યું ! પણ ઈસુથી આ પિતાની વિટંબના સહન ન થઈ એમ દેખાય છે. નિદાન જાપાનમાંના એ ઇસુએ પિતાના ખેટા ભકતો ઉપર એને માટે પૂરેપૂરું વેર લીધું.
આ મિશનરી સંસ્થા એ વખતે જેમ પરસ્પરનું વેર લેવાને ઉપયોગમાં આવતી, તેમ તે પિતાનો વેપાર ને ચશ્વર્ય વધારવામાં પણ ઉપયોગી થતી. કિયુશુના લેકેએ આ મિશનરીઓ આવ્યા કે વેપાર વધે છે એવું જોઈને તેમને પોતાના પ્રાંતમાં આવવાને નિમંત્રણ આપ્યું. આ મિશનરીઓ નાગાસાકીમાં આવીને રહ્યા. આ નાગાસાકી એક ગામડું હતું; પણ મિશનરીઓની પુણ્યાઇથી તે થોડાંક વર્ષમાં પ્રચંડ બંદર બન્યું. આવી રીતે પોતાની ચઢતી જોઇને ત્યાંના રાજાએ પોતાની સર્વ પ્રજાને ખ્રિસ્તી થવાની સમ્રાઈ કરી. જે ખ્રિસ્તી નહિ બને તેને ફાંસીએ લટકાવવામાં આવશે આ હુકમ કાઢવામાં આવ્યો. આથી ત્યાંના ૨૦,૦૦૦ લોક પાંચ સાત મહીનામાં ખ્રિસ્તી બન્યા. બંગમાં પણ આ જ પ્રકાર બન્ય: પણ ખ્રિસ્તી મિશનરી પિતાનાં ટોળાંમાં આવાં અજ્ઞ મેંઢાંઓને ખેંચીને કંઈ સ્વસ્થ બેસતા નહિ. તે બુદ્ધધર્મનાં દેવળાને તોડી નાખી એ ધર્મને નષ્ટ કરી નાખવાનો પ્રયત્ન કરતા. એ વખતે નોબુનાગ નામને એક બલાઢય રાજા હતો. એણે થોડા દિવસ પિતાના રાજ્યમાં આ મિશનરીઓને મસ્તી કરવા દીધી; પણ પછી ખ્રિસ્તી લેકના અત્યાચાર જેઈને ને રાજકીય વર્ચસ્વ લક્ષમાં લઈને તેને તેમની ચીડ આવી. તે ખ્રિસ્તી ધર્મને બીલકુલ ઠાર કરવાનો વિચાર કરતો હત; પણ એટલામાં એનું ખૂન થવાથી એ વિચાર વિચારમાંજ રહ્યો. આ વખતે જાપાનમાં ૧ થી બે લાખ ખ્રિસ્તી હતા. નાબુનાગની પછી હિડોશી નામનો રાજા પરાક્રમથી જાપાનમાં શ્રેષ્ઠ ઠર્યો. તેણે પ્રથમ ખ્રિસ્તી લોકોને એટલી સહાનુભૂતિ બતાવી કે હું અર્ધા જાપાનને ખ્રિસ્તી કરી દઈશ એમ તેણે કહ્યું. તેના સૈન્યનું આધિપત્ય ક્રિશ્ચિયનના હાથમાં ગયું. તેનો ૉટર, બબચ, તેની સેક્રેટરી બાઈ, તેની રાણીની બહેન આ બધાં ક્રિશ્ચિયન હતાં. આ રાજાને પિતાની મુદ્રમાં આવેલો જોઈને મિશનરીઓને એટલો આનંદ થયો છે. હવે આપણે રોમના પિપને સુદ્ધાં આપણા પરાક્રમથી આશ્ચર્યચકિત કરશું એવો વિશ્વાસ આવ્યો; પણ તેમના મનની
હેલાતો બંધાવી આ પ્રમાણે ચાલુ હતી એટલામાં હિડોશીનું મન એકદમ બદલાયું. તેણે પાદરીઓના મુખને તાકીદને પત્ર મોકલીને પૂછયું કે, તમે ખ્રિસ્તી ધર્મને પ્રસાર શા સારૂ કરો છો ? જાપાની લેકેને વેચાતા લઈ ગુલામતરીકે શા સારૂ વેચવામાં આવે છે ? મિશનરી લોક ગાય અને બળદ જેવા અત્યંત ઉપયુક્ત પ્રાણીને શા સારુ ખાય છે ? બુદ્ધનાં દેવળ શા સારૂ પાડી નાખવામાં આવે છે ને બુદ્ધભિક્ષુઓને શા સારૂ સતાવવામાં આવે છે ? આ કનોના ઉત્તર મિશનરીએ શું આપે ? હિડેશીએ તાબડતોબ બધા મિશનરીઓને એકત્ર બોલાવીને તેમને વીસ દિવસની અંદર જાપાન છોડીને ચાલ્યા જવાનું ફરમાવ્યું. એ વખતે તમામ અધિકારીઓ ખ્રિસ્તી હોવાથી તેમણે આ મિશનરીઓને છૂટાછવાયા કરી દઈ રાજાના હુકમને ટોલે મૂક્યો.
આ વખતે એને પણ કેટલાક મિશનરી, વેપારને બહાને જાપાનમાં મોકલ્યા. ત્યારે હિડોશીનો દરબાર પૂર્ણ યુરોપીયન બન્યો હતો. તેના દરબારમાં યુરોપીયન પોષાકના અધિકારી હતા. ત્યાંના લોક દાગીના તરીકે કેંસ અને માળા પહેરતા. હિડેયોશીને આ વાતની ચીડજ હતી. પિતાનો હુકમ ન માનતાં મિશનરીઓ પોતાના રાજ્યની અંદર ફરે છે એ બીના પણ તેની જાણમાં હતી. એજ વખતે સ્પેનમાંથી બીજા પંથના મિશનરી ત્યાં આવ્યા અને તે પહેલા મિશનરીઓને બીકણું કહીને વધારે અત્યાચાર કરવા લાગ્યા. આ બાબતને હિડોશીને અત્યંત ગુસ્સો આવતાં તેણે જૂદા જાદા પેશાન ને વેશના ૨૬ લોકોને પકડયા. એ બધાનો એકેક કાને કાયો, તેમને મુખ્ય ગામમાં વરઘોડો કાઢયો ને એ વરડે નાગાસાકીએ પહોંચાડશે. ને ત્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com