________________
૧૯૪
શુભસંગ્રહ-ભાગ પાંચમે
સૂઈ રહ્યો છે? શું તું નહિ જાગે ? સારું, હવે પોતે જ તમારી નિદ્રા, તમારી પાસે આવી દૂર કરવાની કોશીશ કરીશ. તમામ દુનિયા સુખમાં છે તે પછી મને જ શા માટે દુ:ખની ભયંકર જવાલામાં નાખી દીધી-રે હોમી દીધી? મોતજ મારી માતાની પવિત્ર સોડ છે અને તેજ મને આરામ આપી શકશે. થોભે, એ વહાલાં બચ્ચાંઓ ! જરાક ભી જાઓ, આવું છું. ખરેખર અહીં ન્યાય છેજ નહિ !
એણે ફરી બારીમાંથી જોયું તે બાળકે અદશ્ય થઈ ગયાં હતાં.
હવે ગુન્હેગારને જીવનને મેહ થવા લાગ્યો. એ ! જીવન કેટલું બધું સુંદર અને કેટલું મોહક છે ! એની સૌંદર્યમય સુંદરતામાં મૃત્યુને કાંઠે પહોંચી ગયેલો માણસ પણ માહિત થઈ જાય છે, મુગ્ધ બની જાય છે, જીવનની તરફ તે લાલસામય તરંગાવડે જેવા મંડી જાય છે. નહિ, જીવનને વેડફી દેવાની જરૂર જ શી છે? એવો વિચાર કરી એરંડેલે આંખો ઉઘાડી તે તેને કરી પણ પોતાનાં બાળકે દેખાયાં, તેમનાં મુખ ઉપર તરસ્કારમય ભાવો ઉછળતા હતા અને આંખે પણ તેવાજ ભાવોથી ભરેલી હતી અને તેઓ તેની તરફ જોઈ જોઈ ઘૂસ્કે ધ્રુસ્કે રડી રહ્યાં હતાં. - હવે એનાથી રહી શકાયું નહિ. હવે એણે નિશ્ચય કરી લીધું કે, જ્યાં સુધી આ જીવન છે ત્યાં સુધી આ ભયંકર દેખાવ દેખાતે બંધ થશે નહિ. હું જીવતી રહું પણ શામાટે? શું એજ અન્યાયી અધિકારીના અન્યાય સહન કરવા માટે? એ નહિ બને. અને બની શકશે પણ નહિ. એવો વિચાર કરીને તેણે મરવાનો નિશ્ચય કરી લીધો. . એરડીને દરવાજો બંધ હતો. એ બહાર આવવા માગતી હતી, પણ આવી શકી નહિ. હવે એ સમય હેતે, કે જ્યારે તે મરવા માગતી હતી પણ સાધન નહોતું. ફક્ત બારીએ લોઢાના ગજ બેસાડેલા હતા.
મરનાર આખરે મરવાનું સાધન ખેળીજ કાઢે છે. એરંડેલે ગુપચુપ એક ભોંયરાને. દરવાજે ઉઘાડયો અને તે રસ્તે તે એક નીચેના ઓરડામાં પહોંચી ગઈ. અહીં સ્વચ્છ પાણી ભેગું કરવાનો ઓરડો હતો. પાણી છોડવા માટે ત્યાં એક ચકકર લગાડેલું હતું.
મિસિસ એરંડેલે-દુઃખી અભાગણીએ-એક વાર આમ તેમ જોયું. પછી આકાશ તરફ જોયું. થોડી વાર તે તે તરફજ જોતી રહી. એ દૃઢનિશ્ચયથી ઉઠીને એક સિંહણની જેમ ઉભી થઈ ગઈ. એનામાં જેટલી શક્તિ હતી તે બધી એકઠી કરી તેણે જોરથી–ખૂબ જોરથી–લોઢાના ચક્કર ઉપર એક નારિયેળની જેમ-માથું પછાડયું! ચકકરે અટ્ટહાસ્ય કર્યું અને ગુન્હેગાર સ્ત્રી મિસિસ એરંડેલ હમેશને માટે શાન્ત ગઈ ગઈ. એનાં કાર્યોને અંત થઈ ગયો.
એ અપરાધી સ્ત્રીનાં અધિકારીઓ પ્રત્યે નીકળેલાં શાપવચન ઘણા કાળ સુધી આકાશમાં ગર્જના કરતાં રહ્યાં. કોણ કહી શકે છે કે, મિસિસ એરડેલને એ ભયંકર શાપ સફળ થયો કે નહિ ?
અમે પણ અમારા વાચકને નમ્રતાથી પૂછીએ છીએ કે–આપ પોતેજ કહે કે, આમાં અપરાધી-ગુન્હેગાર-હતું કેણ?
(“ચિત્રમય જગત” ના અંકમાંથી. લેખક-શ્રી. પંડિત ઉદયચંદ વૈદ્ય.)
*
*
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com