________________
૧૭૨
શુભસંગ્રહ-ભાગ પાંચમો • “હું મોતસિવાય બીજું કાંઈ પણ નથી માગતી કે નથી ચાહતી. મૃત્યુદંડજ મારે માટે સુખકારક અને શાંતિદાયક છે—હું પણ તેજ ચાહું છું” માગું છું. હવે મને જીવતા રહેવાની લાલચ નથી અને આશા કે અભિલાષા પણ નથી. ”
જર્જ “તમારે જીવવું જ પડશે. ન્યાય કહે છે કે, તમને જીંદગી સુધી દેશનિકાલની સજા થવી જોઈએ.”
“કેમ વારૂ ?”
“તમે એક ભયંકર પાપ કર્યું છે. તમે કાળે પાણીએ જશે ને ત્યાં રહીને તમારા પિતાનાં વહાલાં બચ્ચાંઓ માટે પશ્ચાત્તાપ કરતાં રહેશે. તમને એજ સજા કરવામાં આવે છે.”
“એ સજા હું નથી કબૂલ કરતી. કાળે પાણીએ મને કઈ પણ લઈ જઈ શકે તેમ નથી. હું હવે સ્વતંત્ર છું. મારી ઉપર કોઈની પણ સત્તા નથી.”
જજ-“તારે જવું જ પડશે. સિપાઈઓ ! તમારે ગુન્હેગારને લઈ જવી પડશે. આની ઉપર તમારે સખ્તાઈ પણ કરવી પડશે. જાઓ, એને લઈ જાઓ. લેડી એરંડેલ–”
“હું જાઉં છું મિ. જોસફ ! પરંતુ તમે પણ સાંભળી . (સિપાઈઓને પોતાની તરફ ધસી આવતા જોઇને) સિપાઇએ ! જરાક થોભી જાઓ. તમારે મારી ઉપર શક્તિપ્રયોગ કરવાની જરૂરજ નથી, વારૂ મિ. જડજ ! હું તો જાઉં છું, પણ તમને એ જણાવવા માગું છું કે, આ ખૂનની સજા તમે નથી કરી. આ તો ગરીબાઈ માટેની સજા છે. શું એ તમે સમજી શકે છે ? મારી ઉપર બાળહત્યાનો ગુન્હો છેજ નહિ, પણ વર્તમાન સરકાર–નીચ ને સ્વાથી લોકોના કર કરાયે...નો અપરાધ છે. સરકાર દરવર્ષે વગર ઉપકાર કર્યો પ્રજાની પાસેથી જમીન મહેસૂલ વગેરેના રૂપમાં કરેડ કૅલર વસુલ કરે છે. તે સરકારે આપત્તિને વખતે-વસમી વેળાએ ગરીબ બિચારી રાંકડી શૈયતની સહાયતા ન કરવી જોઈએ ? શું એ એને ધર્મ નથી ? શું છે તેમની ન્યાયી ને યોગ્ય કરજ નથી ? મિ. જડજ ! સાંભળી છે અને એ સ્મરણમાં રાખે કે, આ અન્યાયી સત્તા વધારે દિવસ ટકી રહેશે નહિ. તરતમાંજ તમારી જાતિનું સત્યાનાશ થઈ જશેતમારો આટલો વળી જશે ! એ પણ ન ભૂલશો કે, આ અમેરિકામાં થોડા જ સમયમાં એવા તે જબરદસ્ત ને દારુણ દાવાનળ સળગી ઉઠશે કે જે તમને બાળીને રાખખાખ બનાવી દેશે અને આ પ્રાંત સ્વતંત્ર થઈ જશે. તમારું પોતાનું જ રક્ત તમારો જબરો શત્રુ થઈ પડશે. તમારાંજ અંગે ફાટી જશે અને તમને પીડા દેવા લાગશે. આખરે એક દિવસ એ આવશે, કે જ્યારે તમારું નામ જ નહિ રહે. દૃો ! ગરીબોને સતાવી સતાવીને રાજી થનારા શયતાને ! તમારો થોડાજ સમય બાદ નાશ થઈ જશે. તમારી સંઘશકિત કાંઈ પણ કામ નહિ લાગે. કાયરે ! કુટિલ નીતિજ્ઞો ! તમારા કાયદાઓ અને ન્યાયની ઉપર દુનિયા ખડખડ હસશે. ભાઈ ભાઈ જૂદા જૂદા પક્ષોમાં સામેલ થશે. તમારું ભયાનક પતન થશે. દુનિયામાંથી તમારું નામનિશાન પણ મટી જશે. જે રહી જશે તો હાથ ચાળી ચોળીને રડશે અને સડી સડીને મરી જશે. મિ. જજ ! મારાં આ વચને તમારા પ્રત્યેની મારી શત્રુતાનાં નથી, પણ મારા દારુણ દુઃખમય અંતઃકરણને ખરેખર અને ભયંકર શાપ છે ને તે જરૂર ફળશે જ ! મિ. જોસેફ ન્યાયાધીશ ! જુઓ, આકાશ તરફ નજર કરી જુએ, પરલોક–સ્વર્ગ–તમારી ઉપર થુંકે છે. તમને દુનિયામાંથી ઉઠાવી લઈ જવા માટે શયતાન તૈયાર થઈ ગયું છે–ઉભે છે. તમે ક્રોધના પાત્ર નહિ પણ પતિત થનારા ને દયાને પાત્ર છે. પરમાત્મા તમને ક્ષમા કરે. સિપાઈઓ ! મને જલદી લઈ ચાલો. આ ન્યાયાધીશ છતાં પણ અંગ્રેજજ છે ને પામર છે. એને હૃદય નથી. હદય હેય તેપણ તે નિષ્ફર છે, નિર્દય છે. એ મનુષ્યત્વહીન પામરનું મહતું પણ હું નથી જોવા માગતી. ચાલે, ભાઈ ! ચાલો. મિ. જજ ! તમને આ મારી આખરી સલામ છે.”
અદાલતની ભીડમાંથી “હિયર, હિયર” ને “બ્રેવો-બે” ના અવાજે નીકળવાથી અદાલત ગજના કરવા લાગી. ગુન્હેગાર શ્રી સિપાઈઓની સાથે કેદખાના તરફ ચાલી નીકળી. મિસિસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com