________________
શુભસંગ્રહ-ભાગ પાંચમે ઘ– પુરોળ?
જાઓ, ગુન્હેગારને હાજર કરો !”
“જી હજુર !” ન્યાયાધીશના હુકમની સામે માથું ઝુકાવી કંસ્ટેબલે કહ્યું અને તે ગુન્હેંગારને લઈ આવવા માટે જેલ તરફ ચાલ્યો ગયો. - “વહાલા વાચક ! અમેરિકાના પાટનગર ન્યુયોર્ક શહેરની હાઈકોર્ટમાં આજે બહુજ ભીડ. છે. કયાંયે ખાલી જગ્યા જોવામાં નથી આવતી. આસપાસનાં ગામ અને નગરોમાંથી પણ કેટલાએ. લોકે ન્યુર્કની વડી અદાલતમાં આવ્યા છે. જે કેસમાં સ્ત્રી ગુન્હેગાર હેય, એ અમેરિકામાં આ પહેલેજ કેસ છે. ત્યાં અંગ્રેજોની સત્તા શરૂ થઇ ચૂકી છે અને લોકો એના ન્યાયનું ધોરણજાણી લેવા માટે આવ્યા છે. મિ. કૅબર્ટ જોસફ ન્યાયાધીશના જબરદસ્ત જોખમદાર આસન ઉપર બેઠેલો છે. લોકે આપસઆપસમાં વાત કરી રહ્યા છે. કોઈ કહે છે કે “ એક સ્ત્રી પર કેસ ચલાવો, એ કાંઈ સભ્યતા કે શિષ્ટતા નથી.” કઈ કહે છે કે “ જુઓ, હમણાંજ ન્યાયની ખબર પડી જશે. શી ખબર કે એક સ્ત્રીને ન્યાયાધીશે શામાટે ૫કડી મંગાવી છે ? ”
આ બનાવ ઇ. સ. ૧૭૦૭ માં બનેલો છે. આજની જબરદસ્ત ભીડ જેઈ અંગ્રેજી સત્તાએ પોલીસની એક ટુકડી બેલાવી અદાલતની આસપાસ ગોઠવી દીધેલ છે. સરકારને ડર છે કે, જ્યાં બળ ન થઈ જાય; કારણ કે અહીં પણ સ્ત્રીઓને જબરૂં સન્માન આપવામાં આવે છે.
ગુન્હેગાર એક સ્ત્રી છે. કેટલાકની–સાક્ષીઓની જુબાની ઉપરથી જાણવામાં આવ્યું છે કે,
એ કેટલાએ બચ્ચાંઓનાં ખૂન કર્યા છે ! અને તે એક તળાવને કિનારે તેમ કરતાં પકડાઈ છે. જુઓ, વાત ખરી છે કે બેટી, તે હમણાં જ જાણવામાં આવી જશે.
“સિપાઈ ! જુઓ કે, ગુન્હેગાર આવે છે કે નહિ ?” જજ રેંબર્ટ જોસેફે કહ્યું. “હજુર ! એ જુઓ, એ અવે છે.” સિપાઈએ કહ્યું.
સામેથી મહામહેનતે ભીડને હઠાવતો કોંસ્ટેબલ એક શાતમૂર્તિ નારીને લઇને ચાલ્યો આવે છે. એ કોર્ટમાં આવ્યો. સિપાઈજ જજ સાહેબને નીચે મૂકી સલામ કરી અને ગુન્હેંગારને જડજની સામે ઉભો કરી દીધો. ન્યાયાધીશે એ ગુન્હેગાર સ્ત્રીને ઉદ્દેશીને કહ્યું – “મિસિસ એરંડલ ! તમારા ઉપર ગુનો સાબિત થઈ ગયે. એ તમારે જાણી લેવું જોઈએ. ”
હા, તે મેં જાણી લીધું છે ” ગુન્હેગાર સ્ત્રીએ કહ્યું. “તો પછી કહો, તમારે કાંઈ કહેવું છે ? ” “કાંઈ નથી કહેવું ! ”
એટલે એમ કે, તમે તમારો ગુનો કબૂલ કરો છો એમજ ને ?” “એ પૂછો છો શા માટે ? શું અત્યાર સુધી તે કબૂલ નથી કર્યો ?”
“કેટે જે કાંઈ પૂછે છે તેને જ જવાબ આપે. ” આ ફેંસલાને દિવસે ફરીને સારી રીતે પૂછી જોવાનો રિવાજ છે.
“તો મારે ગુહે કબૂલજ છે !” “જે બચ્ચાંઓને તમે કરતાથી નિર્દયપણે રહેંસી નાખ્યાં તે બચ્ચાં કોનાં હતાં ?”
માફ કરો ! એ હું નથી કહી શકતી. ”
“ઓ ગુન્હેગાર ઔરત ! સાંભળ. જે તું શરૂઆતમાં જ તારા અપરાધો છુપાવી લેત, તે કદાચ બચી પણ જાત; કારણ કે એ નિર્દય કામ તેંજ કર્યું છે, એને પ્રત્યક્ષ પૂરાવો જ નહતો. પણ જ્યારે તે બધે અપરાધ તારા પોતાનાજ માથે ઉઠાવી લીધો છે તો પછી શામાટે ડરે છે ? આ રિવાજ પ્રમાણે પણ વત ! ”
જજ સાહેબની વાત સાંભળી મિસિસ એરંડેલ કેટલીક વાર ચૂપ રહી. એ અપરાધી અબળાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com