________________
શુભસંગ્રહ-ભાગ પાંચમ ખબર નથી, પરંતુ એ અવસરે એના પર સહસ્ત્રો સૈનિકનું બલિદાન દેવાયું–લેવાયું. હજારો નૌકાઓ એના વક્ષ:સ્થળમાં લીન થઇ ગઈ અને અસંખ્ય ભારતીય બંદીવાન બન્યા. નદીની મધ્યમાંના ટાપુઓ અને તટવતી નગર એ દિવસે વિદેશીઓને બન્યા અને એમની સ્વતંત્રતા કેટલાક વખતને સારૂ પરતંત્રતામાં ફેરવાઈ ગઈ. શતાબ્રુવલ્સ આ સમસ્ત દસ્થ પિતાની આંખેએ નિરખી રહ્યો હતો અને આખરે પોતે ભયભીત બની નાસી રહ્યો છે, એમ શત્રઓને બતાવવા એણે પોતાના સિન્યને પાછા ફરવાની આજ્ઞા આપી. તે જાણતો હતો કે, એમ કરવાથી શત્ર નદી પાર ઉતરશે અને એને બદલે પિતાની ઈચ્છાનુસાર તેને મળશે.
અને બન્યું પણ એવું જ. જ્યારે સેમી મિસે જોયું કે શત્રઓ નાસી રહ્યા છે ત્યારે તે ઉત્તેજિત બની અત્યંત શીઘ્રતાથી નદીપર નૌકાઓને વિશાળ પૂલ બનાવીને અને એના રક્ષણનો ભાર ૬ લાખ સૈનિકોને મેંપીને બાકીના લશ્કર સાથે શત્રુનો પીછો પકડવાને તે આગળ વધી. યુદ્ધક્ષેત્રમાં આવી એણે નકલી હાથીઓને સમુદાય શત્રઓને ભયભીત કરવાને સારૂ સૈન્યના અગ્ર ભાગમાં મૂક્યો. અહીં એક વાત સ્પષ્ટ કરવી આવશ્યક છે કે, એ હાથીઓની મધ્યમાં સૈનિકે છુપાયેલા હતા. તેઓ જીવિત હાથીઓની માફક સંચાલન કરતા હતા. પ્રથમ તો આ હાથીઓનું વિશાળ ઝુંડ પોતાની તરફ આગળ આવતું જેને ભારતીય વીરો ગભરામણમાં પડયા; એમના વિજયની આશાપર નિરાશાની રેખા તરવરવા લાગી અને તેઓ આશ્ચર્ય પામવા લાગ્યા કે, અસીરિયામાં હાથીઓને આટલો મોટો કાફલો ક્યાંથી આવ્યો? પરંતુ આ ભેદ અનાયાસે ખુલ્લો પડી ગયો. પછી તો પૂછવું જ શું? શતાબ્રુવસે પિતાનું સૈન્ય આગળ ધપાવ્યું. સેમી મિસે પણ એમજ ક: આગળ વધતાં વધતાં જ્યારે તેઓ એકબીજાની સન્મુખ આવી પહોંચ્યાં, ત્યારે શતાબ્રત્યે ઘેડા અને રથને પિતાની સેનાના અગ્રભાગમાં રાખ્યા. સમીર મિસે જોયું કે, શત્રુ હવે શસ્ત્રપ્રહાર કરનાર છે, એટલે એણે પણ સૈન્યના અગ્રભાગમાં નકલી હાથી ઉભા કરી દીધા. એટલામાં ભારતીય ઘોડેસ્વાર શત્રુઓ પર તૂટી પડયા; પરંતુ એમની ભારે દુર્દશા થઈ. ઘોડેસ્વારેને જે દરથી હાથી દેખાતા તે સમીપ પહોંચતો વિચિત્ર પ્રકારનાં જીવધારી દેખાવા લાગ્યો. એવાં પ્રાણીઓનો સામનો કરવાનો અભ્યાસ ન હોવાથી તથા એમના દેહમાંથી નીકળતી તીવ્ર ગંધ ન સહી શકવાથી તેઓ ભડક્યા અને પડતા આખડતા તથા સ્વારોને પગનીચે કચડતા, જયાં માગ જો ત્યાં નાસી છુટયા. સેમીરમિસને અનાયાસે આ સુંદર તક મળી આવી. તે ચૂંટી કાઢેલા સૈનિકોને લઈને બચેલા સ્વાર પર તૂટી પડી અને એમની જીવનલીલા પૂર્ણ કરી નાખી. શતાબ્રુવલ્સ આ અનિશ્ચિત હારથી કાંઈક આશ્ચર્ય પામે; પરંતુ એની પરવા ન કરતાં એણે શત્રુઓને યોગ્ય ઉત્તર આપવાને પાયદળ સૈન્યને આગળ ધપાવ્યું અને સેનાના મુખ્ય ભાગમાં હાથીઓને ગોઠવી દીધા; એટલું જ નહિ, પરંતુ તે પેતાના હાથીપર બેસીને પોતાના યૂહની વામ બાજુમાં આવી ઉભો રહ્યો અને યુદ્ધસંચાલનનું કાર્ય સ્વયં કરવા લાગ્યો. હવે સેમીરમિસના હાથીઓનું કશું ન વળ્યું. તે રમકડાંજ હતાં અને રમકડાંની માફકજ ક્ષણભરમાં નષ્ટ થઈ ગયાં. શતાબ્રુવલ્સને હાથી આગળ વધતાજ ગયા ને થોડી વારમાં તે શત્રુના વ્યુહને ભેદીને હાહાકાર મચાવી દીધું. એ સમયે કેટલાયે અસીરિયાના યોદ્ધાઓ હાથીના પગતળે છુંદાઈને મૂઆ. કેટલાયે હાથીના દંકૂશળથી ભોંકાઈને મરણને શરણ થયા અને કેટલાયે એમની સૂંઢના ઝપાટાથી આકાશમાં અદ્ધર ઉછળી પૃથ્વી પર પટકાઇને મૃત્યુવેશ થયા. ભારતીય દ્ધાઓએ શત્રુઓની સારી પેઠે ખબર લીધી અને રણક્ષેત્રમાં એમની લાશનો મેઢો ઢગ રચી મૂક્યો.
અસીરિયાની સેના ભયભીત થઈ ગઈ હતી એટલે તે ઝાઝી વાર થોભી શકી નહિ અને જીવ લઈને નાસવા લાગી. આ અવસરે શતાબ્રાન્સ અને સેમીરમિસનો ભેટો થઈ ગયો. શતાબ્રુવસે એનાપર તીરેનો મારો ચલાવ્યો અને એના હાથ તથા ખભાને વિંધી નાખ્યા. જે સેમી મિસને ઘેડે અત્યંત તેજથી નાસી છૂટયો ન હોત તો સેમીરમિસનો અંત આવત અથવા તે જીવતી કેદ પકડાઈ જાત, એમાં સંદેહ ન હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com