________________
nnnnnn
૧૬૨
શુભસંગ્રહ–ભાગ પાંચમો ફર્લાગ હતો. તેના ઉપર જંગલી પશુ પક્ષીઓનાં યુદ્ધ, અશ્વારૂઢ સેમીરમિસન ભાલાથી થતો ચિત્તાને વધ, નીનસ અને સિંહની કુસ્તી વગેરે રંગીન દસ્ય જીત હોય તેવાં આળે ખેલાં હતાં. નગરને આ બહારનો કાટ એટલો બધે ઉંચે હતો કે ગગન સાથે વાત કરતો હે ય એમ લાગતું. એની પહોળાઇના સંબંધમાં લખાયું છે કે, એના પર ૬ રથ એકજ હારમાં સરળતાથી દોડાવી શકાતા હતા. કિલ્લા ઉપર ૨૫૦ મિનારા હતા; જે એકબીજાથી લગભગ દોઢ ફલાંગના અંતરે હતા. આ નગરના મધ્યભાગમાં ભગવાન બૃહસ્પતિનું એક વિશાળ મંદિર હતું. એમાં વિશુદ્ધ સુવર્ણની ૪૦ ફુટ ઉંચી મૂર્તિ હતી. મૂર્તિની સામે ૪૦ ફુટ લાંબી અને ૧૫ ફુટ પહેાળી સુવર્ણની એક ચોકી રાખી હતી, જેના પર સેનાના મોટા મોટા ઘંટ તથા પૂજાનાં અન્ય પાસે રાખવામાં આવતાં. આ નગર સર્વોત્કટ હોવાની ચર્ચા સિકંદરના ઇતિહાસલેખકે એ પણ કરી છે. તે ઉપરથી પ્રતીત થાય છે કે, ભારતવર્ષ તરફ આવતી વેળા એણે એ જોયું હશે. આ તે થઈ કેવળ એક નગરની વાત. આવી જાતનાં અનેક નગર ફરાત અને દજલાના તટવતી સ્થળોમાં એણે નિર્માણ કરાવ્યાં. એને બંધાવેલો એક સ્તૂપ તો એકજ પથ્થરમાંથી કરાવ્યો છે અને તે ૧૫૦ ફુટ ઉચે, ૫ ફુટ પહોળો અને એટલે જ મોટો છે. હજુયે એ હયાતી ભોગવે છે. એની ગણના હજુયે સાત આશ્ચર્યમાં કરવામાં આવે છે.
આ બધામાંથી પરવાર્યા બાદ સેમીરમિસ અત્યંત વિશાળ સૈન્ય લઈ મીડિયા ગઈ અને ત્યાં બાગિરસ્થાન પર્વતની તળેટીમાં પિતાને મુકામ કર્યો. એણે ભગવાન બહસ્પતિને સારૂ ૧૨ ફર્લોગ લાંબે એક બાગ બનાવરાવ્યો. બાગની તરફ પર્વતને જે દિવાલસમો ભાગ હતો એના પર તેણે પિતાની અને પિતાના એક હજાર શરીરરક્ષકાની મૂર્તિએ કે તરાવી. ત્યાંથી તે મીડિયાના ચાન નામના નગરમાં ગઈ અને એની નજીકના પર્વતની ઉચ્ચ સમભૂમિ પર એણે એક વિસ્તૃત બાગ અને વિશાળ ભુવન બંધાવ્યાં. એ સ્થાનની મનોહર છટાથી તે એટલી બધી મુગ્ધ બની ગઈ કે ત્યાંથી જવાનું એને મન ન થયું અને ભોગવિલાસમાં કાલક્ષેપ કરતી તે ત્યાં દીર્ઘકાળ પર્યત રોકાઈ.
ત્યાંથી સેમી મિસ ઈકવતનની તરફ રવાના થઈ. માર્ગમાં જરગ્યુમને પર્વત આવ્યા; જે માઈલોપયત લાંબે, અત્યંત ઉચે અને દિવાલની માફક ઉભો ઢાળવાળો હતો. એ પાર કરવાને સારૂ પર્વતની પરિક્રમા કરવી એ પિતાના દરજજાની વિરુદ્ધનું માન્યું; અને તેથી પર્વત કેતરાવીને એક સુંદર માર્ગ બનાવરાવ્યો. એ રસ્તો હજુયે કાયમ છે અને તે “મીરમિસના માર્ગ”ના નામે સુવિખ્યાત છે. એ માર્ગ થઈને તે ઈકવતનમાં આવી. અહીંના નિવાસીઓને પાણીના અભાવે અત્યંત હાડમારી પડતી હતી. એ દૂર કરવાને સારૂ એણે એક દૂરના પર્વતમાંથી
જ્યાં જળનો વિપુલ સંગ્રહ હત-નગરપયત ૪૮ કુટ ઉંડી અને ૧૫ yટ પહોળી એક નહેર ખદાવી. ત્યાંથી તે ઈરાન તથા પિતાનાં અન્ય રાજ્યોમાં વિચરતી તથા પ્રજાનાં દુઃખોનું નિવારણુ કરતી મિસર દેશમાં પહોંચી. મિસરનો લીબિયા પ્રાંત એના અધિકારમાં નહોતો. આથી એનો અધિકાંશ ભાગ પિતાના અધિકારમાં લઈ ત્યાંના ભગવાન બુહસ્પતિના પ્રસિદ્ધ મંદિરમાં પિતાનું મૃત્યુવિષયક ભવિષ્ય જાણવા સારૂ ગઈ. મંદિરના દૈવી શક્તિસંપન્ન પૂજારીએ એને કહ્યું કે તમારો પુત્ર વિનાયસ તમારી વિરુદ્ધ ષડયંત્ર કરશે ત્યારે તમારું મૃત્યુ થશે; અને મૃ યુ બાદ
પાનાં કેટલાંક રાજયોમાં દેવીની માફક તમારી પૂજા થશે.” ત્યાંથી તે ધૂપિયા અને અનેક આશ્ચર્યજનક સ્થળોએ ઘૂમતી-ફરતી ઘણા લાંબા વખતે પોતાની રાજધાનીમાં પાછી આવી. - સેમીરમિસે ઘણા વખતથી સાંભળ્યું હતું કે “જગતમાં ભારતવર્ષજ એક એવો દેશ છે કે જે વિદ્યા, બુદ્ધિ અને કલાકૌશલ્યનું અદ્વિતીય પુણ્યક્ષેત્ર તથા જીવનને અલાકિક આનંદ અને વૈભવ આપનારું સાક્ષાત સ્વર્ગ છે, ત્યાં નથી જળાશયાની તાણ કે નથી દુકાળની આશંકા. જેવાં ફળફૂલ ત્યાં ઉત્પન્ન થાય છે, તેવાં સંસારના અન્ય દેશવાસીઓને તે શું, પરંતુ દેવતાઓને પણ દુર્લોભ છે, સોનું, ચાંદી, રતન આદિ અમૂલ્ય પદાર્થોથી ત્યાંની ખાણ ભરેલી છે. ત્યાંનાં જંગલમાં અસંખ્ય હાથી છે. અને તેના જેવા હાથી અન્ય કયાંયે જગતભરમાં શોધ્યા પણ જડે નહિ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com