________________
ભારતવષ પર સેમીરમિસની ચઢાઈ
६४ - भारतवर्षपर सेमीरमिसनी चढाई
૧૬૧
ઇતિહાસવેત્તાઓએ અસીરિયાના પ્રતાપી શાસક રાજા નીનસ અને એની રાણી સેમીરમિસના સંબંધમાં ડાયડેારસ નામના પ્રાચીન લેખકની લખેલી પૈારાણિક કથાએાને ઐતિહાસિક દૃષ્ટિએ મહ વપૂણૅ માની છે. એણે ઇતિહાસમાં એની ચર્ચા પણ કરી છે. અહીં આ લેખમાં એનું દિગ્દર્શન કરાવવાના યત્ન કર્યો છે.
ડાયડેરસનુ કથન છે કે, અસીરિયાના પ્રથમ રાજા નીનસ થયેા. તે સ્વભાવે યુદ્ઘપ્રિય અને કાતિલેલુપ હતા. એણે પેાતાના રાજ્યકાળમાં અનેક મહત્ત્વપૂર્ણ અને ઉલ્લેખ કઃ વાયેગ્ય કાર્યો કર્યાં; જેથી એની કીતિ દેશદેશાંતરેામાં ફેલાઇ. શાસનાધિકાર પ્રાપ્ત થતાંજ એણે એક અત્યંત વિશાળ સુસંગઠિત સેના લઇ દિગ્વિજય કરવાને સારૂ પ્રયાણ કર્યું. સૌથી પ્રથમ એણે બેબિલેાન રાજ્યપર ચઢાઇ કરી અને ત્યાંના રાજાને બાળબચ્ચાંસહિત પકડીને કતલ કરી નાખ્યા. પછી તે અમીનિયામાં ગયા. ત્યાંના રાજા અરજન એના આક્રમણથી ભયભીત બનીને તેને શરણે આવ્યા અને અખૂટ ધન આપીને એની અધીનતાનેા સ્વીકાર કર્યાં. એ દિવસેામાં મેડિયાનેા રાજા ક્ારનસ અત્યંત ખળવાન મનાતા હતા. એવું ખળ તેાડવાને નીનસે મેડિયાપર ચઢાઇ કરી અને યુદ્ધમાં. રાજા-રાણી અને એમના સાત પુત્રાને કેદ કરી, રાજ્યપર પેાતાના અધિકાર જમ બ્યા. એ વિજયથી નીનસની મહત્ત્વાકાંક્ષા ખૂબજ વધી અને તે ભારતવ અને મેટ્રિયા સિવાય સમસ્ત એશિયાઇ રાજ્ગ્યાને પેાતાની છત્રછાયામાં લઇને સત્તર વર્ષ પછી પેાતાની રાજધાનીમાં પાછે આધ્યે. હવે એને પેાતાની રાજ્યધાનીને સર્વાંંગ સુંદર બનાવવાની ઇચ્છા થઇ આવી. આ કામાં પણ એને ઉચિત સફળતા મળી અને કરાત નદીને કિનારે ૪૮૦ લોંગના પરિઘમાં એની ઇચ્છાનુસાર એક ગર તૈયાર થયું. એ નગરની આસપાસના કાટ ૧૦૦ ફુટ ઉંચા અને ૨૫ ટ પહેાળે! હતા અને એનાપર ૨૦૦ છુટ ઉંચાઇના પંદરસેા ખૂરજ હતા. ત્યારબાદ એને એટ્રિયા રાજ્યપર વિજય મેળવવાને અને ત્યાંની દિવ્ય સુંદરી સેમીરમિસને હસ્તગત કરવાના વિચાર આવ્યેા. આથી તે પ્રથમ કરતાંયે અધિક મેાટુ' સૈન્ય લઇને ગયે। અને અત્યંત મુશ્કેલીએ તથા આફતા પાર કરી પેાતાના મનેરથમાં સફળ થયેા.
,,
નીનસના મૃત્યુ પછી એની રાણી સેમીરમિસ—જેના નામને અર્થે સીરિયાની ભાષામાં “ કબૂતરી થાય છે—અસીરિયાના રાજ્યસિંહાસનપર આવી. એણે પેાતાના પતિની લાશને શાહી મહેલમાં દફનાવીને અને એ ઇમારતને માટીથી ભરીને તેના ઉપર ૯ લોં ́ગ ઉંચી કબર બનાવવાની આજ્ઞા આપી. કહેવાય છે કે, રાત નદીના કિનારે એ હજુયે ઉભી છે અને એક શાહી ખૂરજની માફક નજરે પડે છે.
પતિની માફક પત્નીમાં પણ અસાધારણ ઉત્સાહ અને ઉચ્ચ અભિલાષાએ હતી. સેમીરમિસ પણ સંસારમાં પેાતાનું નામ અમર કરવા ઈચ્છતી હતી. એથી ઉત્સાહથી પ્રેરાઇને એણે એખિલાન પ્રાન્તમાં અનુપમ નગર રચવાને વિચાર કર્યાં. આ કાર્યોને સારૂ દેશદેશાંતરથી કુશળ કરીગર, નિપુણ કલાકાવિા અને રંધર શિલ્પીને ખેલાવવામાં આવ્યા; જેમની સંખ્યા મજૂરા સાથે ગણતાં લગભગ ૨૦ લાખની થતી હતી. નગરનું નિર્માણ કરવાને સારૂ ઉત્તમેાત્તમ અને બહુમૂલ્ય સામગ્રી પણ બહારથી મગાવવામાં આવી, જેની કિંમતને! આંક મૂકવા અસંભવિત લાગે છે. ડાયડેારસનું કથન છે કે, એ અદ્વિતીય નગરની મધ્યમાં થઇ કરાત નદી વહેતી હતી. એના ઉપર પાંચ લાઁગ લાંખે। અને ત્રીસ ફુટ પહેાળેા પૂલ બાંધેલે હતેા અને એના બન્ને છેડે રાજમહેલ બાંધેલા હતા. એ પૂલ અને રાજમહેલ બાંધવામાં કારીગરાએ પોતાની સમગ્ર કલા ઠાલવી હતી. એ જોઇને દશ કાના મનમાં આનંદ થતે. મહેલની ચારે બાજુએ ૩૦ કૉંગના ઘેરાવાનેા કાટ હતેા; અને એનાપર ઉંચા મિનારા બાધેલા હતા, જેનાપર હિ‘સક પશુપક્ષીઓની જીવત મૂર્તિએ રંગબેરંગી મૂકેલી હતી. અને નગરના જે કાટ હતા તે વૃત્તાકાર હતા, જેને પરિધ ૬૦
શુ. ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com