________________
ભારતવર્ષપર સેમીરમિસની ચઢાઈ
૧૬૩ આવી આવી વાતે હમેશાં તેના કાને આવતી હોવાથી એના મનમાં લેભાગ્નિ પેદા થયો અને એણે ભારતવર્ષને જીતીને પિતાના સામ્રાજ્યમાં ભેળવી, પિતાની કીર્તિ સદાને માટે અમર કરવાનો દઢ સંકલ્પ કર્યો. એ સંકલ્પને કાર્યરૂપમાં પરિણત કરવાને એણે આજ્ઞા દીધી કે, સામ્રાજ્યભરમાં જેટલા સાહસી અને હૃષ્ટપૃષ્ટ માણસો મળે, એ બધાએ સૈન્યમાં દાખલ થઈ જાય. સૌને નવીન અસ્ત્રશસ્ત્ર અને બખ્તરો આપવામાં આવે. ભારતવર્ષની નદી પાર કરવાને સારું સામ્રાજ્યના સમુદ્રતટવર્તી પ્રાંતોમાંથી ઈમારતી લાકડું મંગાવી નૌકાઓ તૈયાર કરવામાં આવે. આ બધું થયું તો ખરું, પરંતુ ભારતવર્ષના પ્રબળ હાથીઓનો સામનો કરવા સારૂ શું કરવું ? એ પાસે હાથીઓ ન હતા. એ ઉણપની પૂર્તિ કરવાને, અથવા તે ભારતવાસીના મનમાં ભય ઉત્પન્ન કરવાને સારૂ, એણે ત્રીસ લાખ કાળા બળદોને સંહાર કરાવ્યો અને એમનાં ચામડાંમાંથી નકલી હાથી તૈયાર કરાવવાની યોજના કરી. હાથી બનાવવાનું કામ અત્યંત છુપી રીતે કરાવવામાં આવ્યું, કે જેથી શત્રુપક્ષના જાસુસો એ રહસ્ય જાણું ન જાય.
યુદ્ધની તૈયારી કરવામાં બે વર્ષ વીતી ગયાં. ત્રીજે વર્ષે તે પોતાની સેના લઈને બેફક્રિયા પ્રાંતમાં આવી. સિમસ લખે છે કે, એના સૈન્યમાં ત્રીસ લાખ પાયદળ, વીસ લાખ ઘોડા, એક લાખ રથ, એક લાખ ઊંટ, બે હજાર નૌકાઓ તથા અસંખ્ય નકલી હાથીઓ હતા.
ભારતવર્ષના રાજા શતાબ્રવત્સને જ્યારે સમાચાર મળ્યા કે, રાણું સેમીરમિસ લડવાને સારુ વિશાળ સૈન્ય લઈ આવી રહી છે, ત્યારે તે પણ શત્રુને સામને કરવાને તૈયારીઓ કરવા લાગ્યો. એ દિવસોમાં નદીનાળાંઓનાં તટવર્તી સ્થાનમાં મનુષ્યની ઉંચાઈનાં બેતવૃક્ષ બહુ થતાં હતાં. એનાં લાકડાંમાંથી એણે ચાર હજાર નાવે તૈયાર કરાવી નવાં નવાં શસ્ત્રાસ્ત્રો, રથ આદિ તૈયાર કરાવ્યાં અને દેશના મહાન યોદ્ધાઓને શત્રુપક્ષને મદમર્દન કરવાને સારૂ એકત્ર કર્યા. અસંખ્ય જંગલી હાથીઓ પકડાવીને તેમને યુદ્ધકળા શીખવી; અને એવી રીતે લડાયક હાથીઓમાં વૃદ્ધિ કરી.
યુદ્ધની સંપૂર્ણ તૈયારી કરી લીધા બાદ શતાબ્રુવલ્સે સેમીરમિસને પિતાના દૂતદ્વારા એક પત્ર મોકલાવ્યો. એમાં લખ્યું હતું કે, મહારાણી ! શું વિધાતા તમારા સામ્રાજ્ય અને તમારી પ્રિય પ્રજાનું અમંગળ ચાહે છે, કે તમારા મનમાં ભારતવર્ષ સાથે વિના કારણે યુદ્ધ કરવાની ઈચ્છા થઈ આવી છે ? ભારતવર્ષ કાંઈ તમારો શત્રુ નથી. એણે કદીયે તમારા સામ્રાજ્ય અને તમારી પ્રિય પ્રજાનું અનિષ્ટ નથી કીધું; તે પછી તમે ભારતરૂપી માતાને પકડવાને સારૂ દળબળસહિત ઉડતાં શા સારૂ આવી રહ્યાં છે ? આપની આ ધૃષ્ટતા અક્ષમ્ય છે. ભારતવર્ષ એ સહન નહિ કરી શકે. એનું પ્રબળ તેજ તમને સૈન્ય સહિતભમ કર્યા વિના નહિ રહે. તમારો દેશ તમારાપર ધૃણ દાખવશે અને વિના કારણે પોતાની પ્રજાને રક્તથી નદીઓ વહેવડાવ્યાનું કલંક તમારા માથે આરોપશે. ભારતવર્ષની સાથે બાથ ભીડવી એ પોતાના હાથે જ પિતાનું પતન કરવા જેવું છે, એ શું તમે નથી જાણતાં? માટે સાવધ થાઓ, અને તમારી અસંખ્ય સેનાને પ્રાણદાન દેવાનું પુણ્ય લઈ જે જગાએ આ પત્ર મળે ત્યાંથી જ પાછાં જાઓ; અન્યથા સમરભૂમિમાં આવ્યા બાદ પ્રાણ બચાવવાને અવસર ફરીથી નહિ મળે.
પત્ર વાંચીને સેમી મિસ હસી પડી; અને પત્રના ઉત્તરમાં લખ્યું કે “ભારતીય નરેશની શરતા અને યુદ્ધ કૌશલ્યની પરીક્ષા લેવાને હું અત્યંત ઉસુક છું. આશા છે કે, તેઓ તૈયાર રહેશે.” આવો ઉત્તર પાઠવીને તે આગળ વધી. જ્યારે તે સિંધુ નદીની નિકટ આવી પહોંચી ત્યારે નદીમાં શત્રુપક્ષની સહસ્ત્ર નૌકાઓ યોદ્ધાઓ સહિત જલક્રીડા કરી રહી હતી. એણે પણ પિતાની નૌકાઓ જળમાં વહેતી મૂકી અને ઉત્તમોત્તમ અનુભવી સૈનિકોની સાથે એમાં સવાર થઇ: અને જરૂરીઆતના પ્રસંગ સારૂ એક સૈન્યસમૂહ તટપર તૈયાર રાખી તે આગળ વધી. સાથેજ ઉભય પક્ષના રણમદમસ્ત વીરનાં હદય પણ આહાદથી ઉછળવા લાગ્યાં. આકાશ જયજયકાર તથા રણવાદ્યોના ભયંકર નાદથી કંપી ઉઠયું. સૈનિકના રધિરથી નદી રક્તવણું થઈ ગઈ; અને એમની વેષભૂષાની પ્રતિષ્ઠાયાથી એણે વિકરાળ રૂપ ધારણ કર્યું. એની આ વિકરાળતા કેટલા સમય સુધી રહી એની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com