________________
ગુન્હેગાર કાણુ ? ૧૬૭ અંતઃકરણમાં જબરી ગડમથલ થતી હતી. એના અંતરમાં એક જાતની ચળવળે જબરૂ જીદ્દ મચાવ્યું હતું. આખરે એણે મ થું ઊંચું કયુ` અને તે કહેવા લાગીઃ—
“ નામવર જડ્ઝ સાહેબ ! તે! હવે આપ મારા પહેલાંના શબ્દો કે જુબાનીને ફેંકી દે અને આજે મારી જુબાની અદિથી અતસુધી લખી લ્યે. આજે હું બધી વાતે સફ સાફ અને સાવ સાચેસાચીજ કહીશ. લખા, શરૂ કરેા. જે બાળકાનાં ખૂન થયાં છે તે મારાં પેાતાનાંજ અચ્ચાં હતાં, કે બીજાનાં નહિ, લખ્યુ` કે સાહેબ ?”
આ શબ્દોના ઉચ્ચાર કરતાં એ સ્ત્રી જરા પણ અચકાઇ નહિ કે ગભરાઇ પણ નહિ. એ મહિલાના મુખમંડળ ઉપર તરવરતા ભાવા, એની સત્યતા પૂરવાર કરતા હતા, છતાં પણુ જડ્સે કહ્યું:“મને વિશ્વાસજ નથી આવતા કે, કાઇ પેતાનાંજ બાળકાનાં ખૂન કરી શકે ?’’
''
હા, મારી શકે છે. ખૂન પણ કરી શકે છે ! મે તેમ કર્યું છે ખરૂ! તમે મારી જુબાની લખતા જાઓ. છેવટે તમને પેાતાનેજ વિશ્વાસ આવી જશે! ''
(૨)
જજ સાહેબ! મારા નામ ઉપરથીજ આપને જણાઇ આવ્યું હશે કે, હુ` એરડેલ વંશની એક છે!કરી છું. મારાં લગ્ન એક ગરીબ ખેડુત સાથે થયાં હતાં; કારણ કે હું કાંઈ પૈસે, વૈભવ કે સુખવાસનાની ભૂખી નહેાતી. હું મારા નાનકડા ને ટુંકા જીવનને શાંતિમય જીવન બનાવવા માગતી હતી. ’’
""
“એજ સુખસ્વપ્નના સ્મરણમાં મે' ધન-વૈભવની પરવાહ કરી નહિ. શાંતિ-શાંતિ, એ તા ભીંત ઉપર પડેલે પડછાયા છે. તે જોને નાનું બચ્ચું' તેને પકડી લેવા દોડી જાય છે; પણ તેનું માથું એ ભાત સાથે અફળાઈને એ રેવા માંડે છે. નામવર ! મારાં લગ્ન થયા પછી હું કેટલાક દિવસા સુધી બહુજ સુખી રહી. આખા દિવસ મહેનત કરી આવી મારા પતિદેવ બચ્ચાંએને રાજા કહી ઊંચકી લેતા હતા. રાત્રે એ સાદા એરડામાં હજી પણ મને યાદ છે કે, તેઓ મને ઘણાજ પ્રેમથી છાતીએ ચાંપતા. એ સુખાથી હું મને પેતાને બહુજ ભાગ્યશાળી સમજતી, અંગ્રેજોના રાજ્યને પણુ હું બહુજ શાંતિમય રાજ્ય માનતી હતી.”
66
તમારા (સરકારના) રાજ્યમાં જમીનદારેએ એક જુલ્મી નિયમ કરી રાખ્યા છે. ખેડુતને જરૂરને વખતે પૈસા તેએજ આપે છે. બીજાઓને સાદૂકાર બનવા નથી દેતા; છતાં પણ વ્યાજ ખીજાએક કરતાં ઘણું જ વધારે પડતુ લે છે. બાપડા ખેડુતેા પેાતાના કિંમતી લેાહીનું પાણી કરી મહામહેનતે એ કરજમાંથી છૂટી શકે છે. મારા પતિ પણ કરજ લેતાં બહુજ ગભરાતા. બીજો કાઈ ઉપાયજ નહાતા. અમને બહુજ થાડા રૂપિયાની જરૂર હતી. એક દીકરેા, એક દીકરી, એએ અને હું. એ અમારૂં કુટુબ ! મારા પતિ વર્ષ પૂરૂ થતાં થતાં તેા કરજ ચૂકવી દેતા અને શાંતિમય શ્વાસ લઇ ફરી પેાતાને કામે લાગી જતા.”
“પણુ નિષ્ઠુર અને વિકટ વિધાતાથી મારી આ શાંતિમય ક્રિયા-ક્રીડા જોઇ શકાઇ નહિ. એણે એમાં ફેરફાર કરી નાખ્યા. આનંદની જગ્યાએ વિષાદનું રુદન છવાઇ ગયું. ખેડુતેની ઉપર આપત્તિએનાં આભ તૂટી પડયાં. અચાનક કાળ પડયા; એટલા માટે કરજ લેવું પડયું. બીજે વર્ષે પણ કાળ પડવાથી અમે કર્જ ભરી શકયાં નહિ. ફરી વ.ર કરજ કરવુ પડયુ. ત્રીજે વર્ષે પણ એમજ બન્યું-કાળ પડયા. અમે લૂટા-લેવાઇ ગયાં. માથા પર એ વનું કરજ ! ખાવા માટે અનાજના એક પશુ દાણે! નહિ. અમે ભયંકરથી પણ ભયંકર હાલતમાં આવી પડયાં. અમારા જીવનમાં જબરૂ' અંધારૂ છવાઇ ગયું.”
“જમીનદાર-સાદૂકારની પાસે જતાં મારા પતિ અચકાતા-ગભરાતા. ત્યાં જવાથી તેમને પાલ્લું કરજ આપવું પડત અને તેમની પાસે હતુ. પણ શું કે જે આપે? એ તે ક્રી કરજજ લેવા માગતા હતા. મને-કમને મારા પતિ જમીનદારની પાસે ગયા. કામ કઠણ હતું. આ વખતે એણે રૂપિયા આપ્યા નહિ. એ અમારી જમીનના લાલચી હતા અને કરજને બદલે જમીન જપ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com