________________
m
an
ગીતાજીને એક મહત્ત્વનો સંદેશ
૧૪૭ સમસ્ત સંસારમાં ફેલાવા દેવી કે અહીંથી જ તેને નાશ કરવો ? એ જબરદસ્ત અને વિશ્વહિતનો આ સવાલ હતો.
શ્રીકૃષ્ણ ભગવાનને એમાંને બીજો માર્ગજ શ્રેયસ્કર લાગ્યો. અને વિવિધ પ્રકારની યુક્તિઓથી તેને જ માટે તેમણે અર્જુનને તૈયાર કર્યો. એક મહાન સિદ્ધાંતને સ્થાપવાને માટે ભારેમાં ભારે નુકસાન ઉઠાવવું પડે તોપણ મહાપુરુષ આઘુંપાછું જેવા રહેતો નથી; તેને મહાભારતનું યુદ્ધ એ પ્રત્યક્ષ પૂરાવો છે.
અન્યાયને મૂંગે મોઢે સહન કરો નહિ. તેને પ્રતીકાર કરે, ભલેને તેને ખાતર તમારે ગમે તેટલો મહાન ભોગ આપવો પડે એ પણ ગીતાને એક મહત્વને સંદેશ છે.
ગીતામાં આપેલી આધ્યાત્મિક દલીલો અર્જુનના સૂમ મોહનાં વાદળોને દૂર કરવા માટે અને સ્વધર્મ અથવા સ્વકર્તવ્યનો સ્પષ્ટ માર્ગ દર્શાવવા માટે અપાઈ છે. આત્માની અમરતા, નિષ્કામ કર્મનું માહાત્મ્ય અને વિશ્વરૂપદર્શનદ્વારા વિશ્વચક્રની ગતિ સમજાવ્યા સિવાય તેઓ અર્જુનને બીજી શી રીતે તૈયાર કરી શકત ? | ગીતા એ એક સ્વગય ગાન છે, નાહી ધોઇને પવિત્ર થઈ તેનો પાઠ કરનારા લોકો તેના માહામ્યને કંઈક કંઈક સમજી શકે છે. પંડિતોનાં પ્રવચનોમાં તેઓ તેના આંતર્બાહ્ય સૌંદર્યનું દર્શન કરી શકે છે અને ગુરુચરણોમાં બેસીને તેઓ તેના “મહં સર્વ ભૂતેષુ” ને કંઈક અનુભવ પણ કરી શકે છે. પરંતુ આ મેહન-મંત્રની પૂરેપૂરા રહસ્યને અને સંદેશને તો તેજ ભારતપુત્ર સમી શકે કે જે એ અંધપુત્ર દુર્યોધન દુઃશાસનના અત્યાચારોને એકે વારે નાશ કરવાને નિશ્ચય કરીને યુદ્ધભૂમિમાં તત્પર થઈ ઉભો હોય.
હા, અન્યાયનો પ્રતીકાર કરવાનાં સાધનોમાં કાળ-માતાઓ, પરિસ્થિતિ અને સામાજિક પ્રગતિ અનુસાર જરૂર ફેર પડી શકે છે. પરંતુ એ વાત ગૌણ છે. આપણે તો માત્ર ગીતાના મુખ્ય સંદેશનેજ સમજી લઈશું તે મુક્તિ તે આપણા હાથનું રમકડું બની રહેશે. “બસ, અ
ન્યાયોની સામે યુદ્ધ કર” એજ જીવનમંત્ર છે. બહારના અન્યાય સાથે યુદ્ધ કરવાથી બાહ્ય મુક્તિ - અને આંતરિક વિકાર સાથે યુદ્ધ કરવાથી પરમ મુક્તિ, એ એનાં નિશ્ચિત ફળ છે.
(‘ત્યાગભૂમિ'ના માઘ-સં. ૧૯૮૪ના અંકમાંથી અનુવાદ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com