________________
૧૫૫
પ્રેમેન્મત્ત સાધવી વિદુરપત્ની ५९-प्रेमोन्मत्त साध्वी विदुरपत्नी
(મહાભારતની એક પ્રસંગકથા) પાંડવ અને કૌરવનું અઢાર અક્ષૌણ જેટલું અફાટ સૈન્ય કુરુક્ષેત્ર પર સામસામી છાવણું નાખી પડયું હતું. આ પ્રલયસમાન મહાભારતને કણ અટકાવી શકે? ભલભલા તો થાકી ગયા. પાંડવો તો કૃષ્ણને પિતાના સર્વ અધિકાર સોંપી, છેવટે નાનકડાં પાંચ ગામ લેઇ યુદ્ધથી નિવૃત્ત થવા તૈયાર હતા. પણ દૂર ધન શાનો માને ? એના લોહીતરસ્યા સાથીઓ એને માનવા દે પણ શાના ? છેવટે મહાકુશળ એવા કૃષ્ણચંદ્ર કૌરવસભામાં દુર્યોધનને સમજાવવા ગયા. કૃષ્ણ ઘણું કહ્યું. આપ્તજનોએ પણ કહ્યું કે, કૃષ્ણની વિષ્ટિ નકામી ગઈ. મહાસંગ્રામે ઘાણ વાળી નાખે. નિઃશસ્ત્રવ્રતધારી કૃષ્ણ અર્જુનને સાથી થયો અને ધર્મને જય થયો. ધર્મ અને કર્તવ્ય માટે થયેલા સંહારનું ફળ એ જયમાં છે. કૃષ્ણની વિષ્ટિ નિષ્ફળ ગઈ એનું ફળ સંગ્રામ.
- કૃષ્ણચંદ્રજી આ વખતે કૌરવનગરમાં બીજા કોઈને ત્યાં નહિ પણ પિતાના ભક્ત સ્નેહી વિદુરજીના વાસમાં ઉતર્યા હતા. વિદુરજીને પાંડવ અને કૌરવ સમાન હતા, પરંતુ પાંડવો ધર્મમાગે હોવાથી એમના પ્રત્યે વિશેષ પ્રેમ હતો. ધૃતરાષ્ટ્રપર એમને અત્યંત પ્રેમ હોવાથી અપ
કરીને પણ એ હસ્તિનાપુરમાં પડી રહેતા. એમને ઘેર આજે કૃષ્ણજી ઉતર્યા છે. ભક્ત વિદુર અને નિષ્પાપ ભોળી વિદુરપત્નીના આનંદનો આજે પાર નથી. મહાભારતનું યુદ્ધ થાઓ કે ન થાઓ પણ વિદુરજીને ત્યાં યોગીન્દ્ર કૃષ્ણચંદ્રનું આ તિથ્ય અને સ્નેહમિલન થવાનું છે. વિદુરપત્ની જાણે કૃષ્ણજીનું સ્વાગત કરવાની તૈયારીમાં ગાંડી ઘેલી થઈ ગઈ છે. અહાહા ! મહાસમર્થ એવા રાજયોગી મિત્ર પિતાની મઢુલીમાં આવે ત્યારે લૂખી સૂકી રોટલી અને ભાજીને પ્રેમરસથી મિષ્ટ બનાવી ખવડાવવા નેહધેલાં શું શું ના કરે ? - ષ્ણને બ્રહ્માંડમાં પણ આવું પ્રેમકુંજનું સ્થળ ક્યાં મળવાનું હતું ! ઉભયના આ સુંદર મિલનને ધન્ય છે.
કૃષ્ણચંદ્ર દુર્યોધનના આગ્રહભર્યા સત્કારનો અસ્વીકાર કર્યો હતો. સોયની અણી જેટલી પણ પૃથ્વી ના આપવાની હઠ લેઈ બેસનાર દુબુદ્ધિ મદોન્મત્તને ત્યાં કૃષ્ણ અતિથિ બને ? સર્વથા એને ત્યાગ કરીને ભૂખ્યા ડાંસ જેવા એ છૂટ્યા એવા આવ્યા વિદુરજીની કુટિરમાં ! કૃષ્ણને સત્કારનું જ ચિંતન કરી રહેનારને કલ્પના પણ શાની હોય કે રાજદરબારમાંથી કૃષ્ણચંદ્રજી અસહકાર કરી ભૂખ્યા દયા આવશે? પણ એવાજ એચિંતા આવી ઉભા.
કૃષ્ણચંદજીએ આવી તરતજ જાણે ઘરજ હોય તેમ બૂમ પાડી ખાવાનું માગ્યું. ભૂખ્યો કૃષ્ણ દુર્યોધનને છેડે, પણ વિદુરને ત્યાં તો માગીને ખાધા વિના છેડે કેમ ?
વિદુરપી બિચારી એ વખતે નહાતી હતી. વિદુરજી ઘેર નહતા. કૃષ્ણને અવાજ સાંભળી વિદુરપત્ની ચે કી અને ફામમાં ને ફામમાં દેડીને બારણું ઉઘાડયું. આ દશામાં એ શરીરે વસ્ત્ર નાખવાનું પણ ભૂલી ગઈ. કૃણચંદ્રજી ડગલું પાછા હડી ગયા અને આંખ મીંચી દેઇ એના અંગ પર ઉપરણે નાખી દીધા, ત્યારેજ એને ભાન આવ્યું. રંક સનેહીના વાસમાં ખાવાનું હોય એવું જગતભરમાં ક્યાં હોય ? કણચંદ્રજીનાં અહોભાગ્ય હતાં કે આજે રાજમહેલાતે અને મહાભુવનમાં કદીએ નહિ મળેલાં એવાં ભાવતા ભોજન આજે એ જમશે.
વિદુરપી તરતજ વસ્ત્ર લપેટી કણજીને બેસે કહેવાનું ભૂલી ગઈ અને ઘરમાં ખાવાનું જ લેવાને દોડી. કેળાં ખાસ આણી મૂકેલાં તે ઉતાવળે ઉતાવળે લાવીને કૃષ્ણને ફેલી આપવા મંડી પડી. આવા પ્રેમોભાદની લહરમાં એણે કેળાં ફેલી છેડાં કૃષ્ણને આપવા માંડ્યાં અને ગર્ભ ફેકી દેવા માંડ્યો ! કણને વળી કહેવું પડે ? એણે તે છોડ સ્વાદભેર ખાવા માંડયાં. ખરે આવું સ્વાદિષ્ટ ભોજન કૃષ્ણને જન્મમાં આજેજ મળ્યું હતું !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaraganbhandar.com