________________
به مه ره نه به يه نية كورية مية مية مية مية مية مية مية مية مية مية مية نية نيو برو مرة مرة مرة مرة فيه فيه بيه وه
wwwww
w
,
શુભસંગ્રહ-ભાગ પાંચમે ५१-गीतामृतनां गुणगान*
ગીતાજીનું મહત્વ આય જાતિનો પ્રત્યેક બાળક ગીતાના નામથી પરિચિત છે. ભારતવર્ષમાં એ પુસ્તકની જેટલી આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ છે, તેટલી બીજા કોઈ પુસ્તકની થઈ નથી; અને જેટલો સ્વાધ્યાય એ પુસ્તકનો થાય છે એટલે બીજા કોઈ પુસ્તકનો થતો નથી. આર્યજાતિના પ્રાચીન વિદ્વાનમાં પણ કોઈક જ એવો હશે કે જેણે ગીતા ઉપર ટીકા લખી ન હોય. હાલના વખતમાં પણ અનેક મહાનુભાવોએ દેશની જુદી જુદી ભાષાઓમાં ગીતા ઉપર અનેકાનેક ટીકાઓ લખી છે. વિદેશી ભાષાઓમાં પણ કઈકજ ભાષા એવી હશે કે જેમાં ગીતાને અનુવાદ થયેલો ન હોય.
વિદેશી વિદ્વાનો અને ગીતાજી મુસલમાનોમાં ગીતા તરફ સૌથી પ્રથમ ધ્યાન બુખારાના રાજપુત્ર એબરૂનીનું ગયું હતું, કે જેને મહમદ ગજનવીએ કેદખાનામાં રાખ્યો હતો. ભારતવર્ષ ઉપરના હુમલા વખતે પણ ગીતાને તે પોતાની પાસે રાખ તે હતો. એબરૂની લડાઈના સમયમાં ભારે મુશ્કેલીઓ વેઠીને સંસ્કૃત શીખે અને તેના સુપ્રસિદ્ધ “ઇડિયા” પુસ્તકમાં તે વખતના ભારતવર્ષનું વર્ણન છે; તેમાં પણ તેણે ગીતાના “લાકે ટાંકેલા છે. ભગવદ્દગીતાને તેણે અધ્યાત્મજ્ઞાનનું અત્યુત્તમ અને પવિત્ર પુસ્તક કહ્યું છે.
અકબરની આજ્ઞાથી ફેજીએ તેને ફારસીમાં અનુવાદ કર્યો હતો. દારા શિકોહ તેનું “સિરરે અકબર” નામ રાખ્યું અને ભૂમિકામાં ગીતા અને મહર્ષિ વ્યાસવિષે લખ્યું છે કે
આ ગતાગ્રંથ આનંદ આપનાર, સાચો માર્ગ દર્શાવનાર, બ્રહ્મજ્ઞાનથી ભરપૂર, ઉંડા ભેદને ખેલનાર, એકતાને દર્શાવનાર અને બધા જ્ઞાનીઓના શિરોમણિ એવા મહર્ષિ વ્યાસજીએ રચેલ છે; એનાં પૂરતાં વખાણ કરવાની શક્તિ મારી જીભમાં અને કલમમાં નથી.”
ગીતા અને ઉપનિષદોના ફારસી અનુવાદ યુરોપમાં ગયા. યુરોપના તત્વચિંતકે એ વાંચીને આશ્ચર્યચકિત થયા. પ્રસિદ્ધ કવિ તત્ત્વચિંતક “સેગલ” ગીતા વાંચીને અત્યંત મુગ્ધ થઈ ગયો અને તેનાં વખાણ કરવા લાગ્યા. “શેપન હાર” અને “મેઝિની”ના વિચારો ઉપર પણ તેને બહુ પ્રભાવ પડ્યો હતો. અમેરિકન તત્વચિંતક એમર્સનના ગુરુ “રો” તો ગીતાના ભક્તજ થઈ ગયા. તેઓ કહે છે કે “હું રોજ પ્રાતઃકાળમાં ગીતાના પવિત્ર જળમાં સ્નાન કરું છું; બીજા ધર્મગ્રંથો કરતાં તે બહુજ ઉચ્ચ કોટિનું છે. જે સમયમાં એ પુસ્તક રચાયું હશે તે સમયે પણ કોઈ અસાધારણુજ હશે.”
“ગીતાએ ઉપનિષદો અને શાસ્ત્રોનું સત્વ છે. ગીતાને સારી રીતે અધ્યયન કરીને તેની શાસ્ત્રો સાથે સરખામણી કરવાથી સ્પષ્ટ જણાઈ આવે છે કે, ગીતાના લેખકે કોની રચનામાં લગભગ સમસ્ત આર્યશાસ્ત્રોની મદદ લીધી છે. કેમકે વેદાત, સાંખ્ય, યોગાદિ દશન તથા મનુસ્મૃતિ અને વેદોની છટા એ ઍકેમ, સ્પષ્ટ રીતે જણાય છે. ઉપનિષદોના કેટલાયે શબ્દો અને વાયો એમાં ઉતારેલાં છે. તે ઉપરથી પણ તેના રચનારે આર્ય સાહિત્ય અને તત્ત્વજ્ઞાનનો સાર અતિસંક્ષેપથી એમાં એકત્ર કર્યો છે, કેવી ખાત્રી થાય છે. પુરાણમાં પણ આ સુપ્રસિદ્ધ લોક મળી આવે છે કે - "सर्वोपनिषदो गावो दोग्धा गोपालनंदनः । पार्थो वत्सः सुधीभॊक्ता दुग्धं गीतामृतं महत्॥"
X
જે આર્ય સભ્યતાના મહાસાગરને (ધર્મ, સાહિત્ય અને તત્ત્વજ્ઞાનને) એકાદ ગાગરમાં સમાયલે જેવો હોય તો તે ગીતામાં જોઈ શકાય છે. જે બીજા બધાંયે શાસ્ત્રો નાશ પામ્યાં
• દેવસ્વરૂપ ભાઈ પરમાનંદજીના “ગીતામૃત” ગ્રંથમાંથી સ્વતંત્ર અનુવાદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com